પુરૂં જ્ઞાન-નકામું કે?

 આપણે ત્યાં કહેવાતું અવાયું છે કે અધુરૂં જ્ઞાન ખરાબ.ક્યાં તો પૂરૂ માહિતગાર હોવું સારું કાં તો સાવ જ કોરા..

અજ્ઞાન.હમણાં જ ‘રણ’પિકચર જોઈને એક સરસ મજાની ચર્ચા થઈ.આ મીડિયાવાળાઓ સમાજના કાળા કામો અને છુપાયેલા ચેહરા બહાર લાવે છે તે બહુ સારું કામ છે.તો સામે દલીલ એવી આવી કે આમ જોવા જાઓ તો એ ખોટું પણ છે.ધારોકે કોઇ આમ માનવીને ખબર જ નથી હોતી કે બોમ્બ કઈ રીતે બનાવાય પણ એ ચિત્રલેખા જેવા મેગેઝિનોમાં એનો આખો આર્ટીકલ વાંચીને અખતરા કરતા કરતા બોમ્બ બનાવતા શીખી જાય છે. એનો ક્યાં કયાં અને કેવો ખોટો વપરાશ કરાય એ ખોટી ખોટી વાતો પણ શીખી જાય છે. તો મેં કહ્યું કે,” ખોટું વિચારનારો વર્ગ તો ગમે ત્યાંથી માહિતી મેળવીને ખોટું જ કરવાનો છે. એના માટે બીજા સારા વિચારવાળા એ જાતની માહિતીથી અજાણ રાખવા એ ખોટું નહીં? આપણી શાહમૃગ-વૃતિ ના કહેવાય? એ તો આપણી સમજ-શક્તિ પર છે કે આપણે આપણા જ્ઞાનનો કેવો અને ક્યાં ઉપયોગ કરવો. હું મારા દીકરાને પણ એ જ શીખવું છું કે બેટા તું રમવા જાય છે,સ્કુલમાં જાય છે તો બધે તને ખોટી ટેવો વાળા મિત્રો પણ મળવાના જ. તારે તારી સમજ-શક્તિને એ પ્રમાણે કેળવવાની છે કે તારે એમાંથી શું સાચું અને શું ખોટું એ સમજીને સારી સારી ટેવો જ ગ્રહણ કરવાની અને ખોટી ટેવોથી દૂર રહેવાનું.” તો સામે દલીલ આવી કે એ ઉંમરના છોકરાઓને શું સમજ હોય? અને ટી.વી અને પિકચરો જેવા સબળ માધ્યમોના આકર્ષણ એવા પ્રબળ હોય છે કે જે જાહેરાતો આવે એ જ સાચું.શાહરુખખાન કે ઋત્વિક આમ કરે તો અમારાથી એ થાય જ..અરે ના ના..અમારે પણ એમ કરવું જ પડે તો અમે હીરો કહેવાઈએ.એ લોકો જ મોટાભાગે ભોગ બને છે આ બધી માહિતીઓનો. આપણને ખબર જ છે કે પતિ પત્ની કે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે અમુક સંવાદો થતા જ હોય પણ એ આમ મીડિયા દ્વારા જાહેરમાં લાવવાની શું જરુર?” સામે મેં કહ્યું કે હું જ્યારે ૧૦ વર્ષની હતી તો મને જેટલી સમજ્ણ કે સામાન્ય જ્ઞાન હતું એના કરતાં તો મારા ૧૦ વર્ષના દીકરામાં ઘણું વધારે છે.ટી.વી, સીનેમા જેવા માધ્યમોનો એમાં સારો એવો ફાળો છે.હવે જો આપણે આમ્ જ વિચારીને એને લીમિટેડ બનાવી દઈએ તો આ બધું પણ ગુમાવવું ના પડે આપણા સંતાનોએ..? મીડિયાવાળા પણ બિઝનેસ જ કરે છે ને,એ થોડા મરી મસાલા ના નાખે તો એમની ચેનલો કોણ જોવે? હા, ખોટી ખોટી વાતોનો અતિરેક તો ના જ હોવો જોઈએ. મીડિયાવાળાઓ પણ એક સ્વયંશિસ્ત રાખીને સાચી માહિતી જ વાંચકોને પીરસે તો તો સોને પર સુહાગા,એ તો હું એક્દમ દ્રઢપણે માનું છું.સચ્ચાઈ હોય તો એ છાપવામાં કે સમાચારરૂપે પૂરેપૂરી બતાવવામાં શું વાંધો છે?

 .

”રણ” પિકચરમાં અમિતાભ અને રિતેશ દેશમુખ જેવા પાત્રો મને વધુ અપીલ કરી ગયા.હવે એ કદાચ મારો નજરીયો તમે કહી શકો કે મને પણ એમના જેવા પત્રકાર કે મીડિયાવાળા થવા માટે પ્રેરણા મળી.કેટલીયે વાતો જે ખબર નહતી એ પણ જણાઈ. અમિતાભ સચ્ચાઇના પક્ષે રહી એના પુત્ર વિરુધ્ધ જ્યારે ટી.વી.પર બોલે છે. એ સીન મને સૌથી વધુ અસર કરી ગયો. અમિતાભની કાર્યનિષ્ઠાને સલામ્..શું મિડિયામાં આવી પ્રામાણિકતાૢ કાર્યનિષ્ઠા રહી જ નથી હવે…હું તો માનું છું કે, ‘છે જ..’

હવે આ મારી નજર છે જે આવુ જ જોવું અને ગ્રહણ કરવું વધુ પસંદ કરે છે.
સારા માણસોને ગમે ત્યાં મૂકો એ પોતાની સારપ છોડી ના જ શકે. વૄક્ષ જોઈને એને એના મીઠા પાકેલા ફળ જ દેખાશે,એમાંથી કલમ બનાવવાનું પણ વિચારી શકે અને એનાથી પણ વધીને કોઇ કોઇ તો આ ગ્લોબલ વોર્મિંગના જમાનામાં એ વૃક્ષોને બચાવવાનું વિચારશે.

મને હજુ દુનિયામાં સારા માણસો છે એ વાત પર વિશ્વાસ છે.અને એ વિશ્વાસને લઈને જ કહીશ કે ખરાબ માણસોના ભોગે સારા માણસોને સજા ના જ કરો.એને પૂરે પૂરી પણ હા..સાચી માહિતી પીરસો.

વળી દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ જેવા પિકચરોમાંથી પણ આજ કાલના યુવાનો ‘ઓલ ઇસ વેલ’ જેવી પોઝીટીવ વાતો પણ શીખે જ છે ને. એમના મા બાપ પણ સમજ્યા કે છોકરાઓને એમની પસંદની લાઈન લેવા દો.તમારી મરજી ના થોપો. વળી ઘણાં પિકચરોથી તો અમુક બિમારીઓ પણ લોકોના ધ્યાનમાં આવતી થઈ. એ જોઇને એનુ સોલ્યુશન લાવવાને કે એના પરિણામો સ્વીકારવાને બદલે જો લોકો એ જોઈને એ બિમારીથી ડરતા ફરે તો એ એમનો પ્રોબ્લેમ છે.પણ મોટાભાગના લોકોમાં જાગૃતિ જ આવી છે એ પિકચરોથી.

આજે જ છાપામાં વાંચ્યું કે માસીયાઈ ભાઈની જ મેલી વૃતિનો ભોગ બનેલ બાળા..!!! હવે આ સમાચારથી આપણે આપણી મોટી થતી દીકરીને આ રીતે પણ સમજણ આપીએ કે બેટા તમે ભલે અત્યાર સુધી સાથે રમેલા હો પણ હવે એક અંતર રાખીને ભાઈ સાથે રહો..તો શું ખોટું?આવા સમાચારોથી તો સમાજના અસલી ચેહરા સામે આવે છેને..હવે એ આપણા પર નથી કે આપણે એને કેવી રીતે લેવું?તમે શું માનો છો મિત્રો?


સ્નેહા-અક્ષિતારક,
૨૪ માર્ચ,૨૦૧૦.
૪.૧૫ વાગ્યે બપોરનાં

Advertisements

15 comments on “પુરૂં જ્ઞાન-નકામું કે?

 1. not complete knowledge it is full information and i suppose you are right , information is a weapon it is upto he who uses it. either constructive way or destructive way.
  you are right again on genration edge generation of today is more uptodate with informations with wat we ahd in our edge.may be well infromed situation would ahve difference it is up to person but today`s generation is more sharp n perticular it is true, and it becomes our duty to make them aware regarding dangers of this age.

  Like

 2. સિક્કાની બેઉ બાજુ બતાવવાનો સારો પ્રયત્ન. ગુણ અપનાવવા અને અવગુણો અવગણવા. એ માટે વિવેક્બુદ્ધિ વિકસાવવી જરુરી છે

  Like

 3. તમારી વાત સાચી છે, પણ…. આ પણ ઘણો મોટો છે. ઉદારતા અને ખુલ્લાપણાનો હું ઘણો મોટો પુરસ્કર્તા છું પરંતુ તમે જે લાઈન ઉપર તમારી લાગણી વ્યક્ત કરી છે તેમાં ઓઝોનના સ્તરમાં પડેલાં છિદ્રો જેવાં ગંભીર નુકસાનકાર છીંડા છે. તમે ‘રણ’ ફિલ્મની વાતથી કરી. તમે લખો છો કે મીડિયાવાળા સમાજના કાળા કામો અને છૂપાયેલા ચહેરા બહાર લાવે છે, સમગ્ર ફિલ્માં બિટ્વિન ધ લાઈન્સ કદાચ તમે પણ બધાની જેમ ચૂકી ગયાં છો. ફિલ્મમાં સમાંતરે એ વાત કહેવાઈ છે કે મોટાભાગના મીડિયાવાળા ભ્રષ્ટ હોય છે, તેઓ પણ વેચાઈ જતા હોય છે, તેઓ પણ પૈસા કે બીજી કોઈ લાલચમાં સમાચાર કે સત્ય છૂપાવવા તૈયાર થઈ જતા હોય છે. વાસ્તવમાં રણ ફિલ્મ એ સંદેશો આપે છે કે સમૂહ માધ્યમો બિઝનેસગૃહ તરીકે કામ કરે છે અને તેમને પૈસા અને સત્તામાં રસ હોય છે, પછી ભલે ગમે તેવી સનસનાટી ફેલાવવી પડે…
  તમારો બીજો મુદ્દો સાચું-ખોટું વિચારવા અંગેનો છે અને તમે એવું કહેવા પ્રયાસ કર્યો છે કે માધ્યમોમાં ભલે બધું આવે વાચકો કે દર્શકોને તો માહિતી મળે છે અને તેમણે તો સારું જ ગ્રહણ કરવું જોઈએ. પણ સાચી વાત તો એ છે કે બોંબની માહિતી આપવી કે પછી બીજી કોઈપણ પ્રકારની સનસનાટીવાળા કહેવાતા બ્રેકિંગ ન્યૂઝ આપવા – આ બધું જ કાંતો બહોળો ફેલાવો મેળવવા કે ટકાવી રાખવા તેમજ વધુ દર્શકો મેળવવા માટેના ખેલ હોય છે. આ બધાને આધારે ટી.આર.પી. મળતી હોય છે અને ટી.આર.પી.ને આધારે જાહેરખબરો મળતી હોય છે. સરવાળે મારી મૂળ વાત એ છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય (ફ્રીડમ ઑફ એક્સપ્રેશન) ના નામે બેફામ લખાય છે અને ટીવી પર બેફામ પ્રદર્શિત થાય છે. પ્રિન્ટ માધ્યમો ઓછા જોખમી છે પરંતુ ટીવીનું માધ્યમ દૃશ્ય માધ્યમ છે અને નજરે જોયેલું લોકોના મન ઉપર ઘેરી અસર કરે છે એવું તો સમાજવિજ્ઞાનીઓ પણ કહે છે.
  આ વિષય ઉપર હજુ ઘણી વાતચીત થઈ શકે તેમ છે પરંતુ બધી એકસાથે નથી કરવી. પણ એટલું ચોક્કસ કહીશ કે સમગ્ર મુદ્દો અર્થઘટનનો છે… એક વૃક્ષ કેટલાક માટે છાંયો હોય તો કેટલાક માટે બાળવાના લાકડાનો સ્રોત હોય, કેટલાક વળી એ લાકડામાંથી તીક્ષ્ણ હથિયાર બનાવવાનો પણ વિચાર કરે તો બીજા કેટલાક ગળે ફાંસો ખાઈ લેવાનો પણ વિચાર કરે… થિંક ઓવર ઈટ…

  Like

 4. અલ્કેશભાઈ..બહુ જ સરસ.”રણ” પિકચરમાં અમિતાભ અને રિતેશ દેશમુખ જેવા પાત્રો મને વધુ અપીલ કરી ગયા.હવે એ કદાચ મારો નજરીયો તમે કહી શકો કે મને પણ એમના જેવા પત્રકાર કે મીડિયાવાળા થવા માટે પ્રેરણા મળી.કેટલીયે વાતો જે ખબર નહતી એ પણ જણાઈ.અમિતાભ એના પુત્ર વિરુધ્ધ જ્યારે ટી.વી.પર બોલે છે એ સીન મને સૌથી વધુ અસર કરી ગયો.હવે આ મારી નજર છે જે આવુ જ જોવું અને ગ્રહણ કરવું વધુ પસંદ કરે છે.સારા માણસોને ગમે ત્યાં મૂકો એ પોતાની સારપ છોડી ના જ શકે.વૄક્ષ જોઈને એને એના મીઠા પાકેલા ફળ જ દેખાશે,એમાંથી કલમ બનાવવાનું પણ વિચારી શકે અને એનાથી પણ વધીને કોઇ કોઇ તો આ ગ્લોબલ વોર્મિંગના જમાનામાં એ વૃક્ષોને બચાવવાનું વિચારશે.મને હજુ દુનિયામાં સારા માણસો છે એ વાત પર વિશ્વાસ છે.અને એ વિશ્વાસને લઈને જ કહીશ કે ખરાબ માણસોના ભોગે સારા માણસોને સજા ના જ કરો.એને પૂરે પૂરી પણ હા..સાચી માહિતી પીરસો.

  Like

 5. વળી દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ જેવા પિકચરોમાંથી પણ આજ કાલના યુવાનો ઓલ ઇસ વેલ જેવી પોઝીટીવ વાતો પણ શીખે જ છે ને.એમના મા બાપ પણ સમજ્યા કે છોકરાઓને એમની પસંદની લાઈન લેવા દો.તમારી મરજી ના થોપો.વળી અમુક પિકચરોથી તો અમુક બિમારીઓ પણ લોકોના ધ્યાનમાં આવતી થઈ.હવે જો લોકો એ જોઈને એ બિમારીથી ડરતા ફરે તો એ એમનો પ્રોબ્લેમ છે.પણ મોટાભાગના લોકોમાં જાગૃતિ જ આવી છે એ પિકચરોથી.

  Like

 6. પુરૂં જ્ઞાન-નકામું કે ?

  વાહ સરસ ટોપીક છે…

  જ્ઞાન અને અનુભવ એ બંને ભિન્ન બાબત છે. વિવેકબુદ્ધિ બહુ મહત્વની બાબત છે. નાનકડા બાળકોના ઉછેરમાં પ્રવર્તમાન સંજોગોમાં ટી.વી. ચેનલો અને મીડીયા એ એક બીજી મા બની ગઇ હોય તેમ લાગે છે કારણ કે અમારો પ્રિન્સ પણ દિવસમાં ૩-૪ કલાક ટીવી કે પી.સી. પર બેસી રહે છે, પણ સારા સંસ્કાર અને વિવેકબુદ્ધિ હોય તો ફેર તો પડે જ.

  Like

 7. puru gyan nakamu k?
  asusual taro muddo bahu vicharva layak che….. ane… parents nu yogdan bahu mahtvanu bani rahe che….. ek ma 100shikshako ni garaj sare che.. emujab e samjavavnu kam apnu saunu atlek darek parents nu bani rahe che……ghanu badhu saru – narsu.. sachu-khotu
  samaj ma bantu rahe che…..
  n ema thii kayu apne levu n na levu eni samaj viksavavi joie … n eni parakh avde to jivan thodu easy bani rahe….atle sanskar…… eva hoy to kadach balako ne prob na thay..

  n u r right chokraoo atyare apde e age ma hata tena karta ghanu vadhu gyan dharave che… atle e babat jo pisitive lai le chokrao to apnu kam saral bani jay… !!
  actually aa tv .. media… nu kam j koi pan topic ne chagavanu che… ene rokay em che nahi atle bahetar che k.. apde apna chokrao ne evi aankh apie j vicharine paglu bharisake..

  Like

 8. સાચી અને સચોટ વાત છે. હુ તમારી સાથે સમંત છુ. અજ્ઞાન હોવુ અથવા અધુરુ જ્ઞાન રાખવુ એના કરતા મીડિયાના માધ્યમ દ્વારા આપણે જ્ઞાન મેળવી સચેત રહેવુ વધુ યોગ્ય છે. પરંતુ મીડિયાના સાચા ખોટાની સમજ કેળવવી એટલી જ જરુરી છે.

  Like

 9. મેં મારા પ્રતિભાવમાં એવું તારણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો કે તમે જે મુદ્દો ઉપાડ્યો છે તે ઘણો બધો વ્યાપક અને વિશાળ છે. તેને આવા કે તેવા એક-બે ઉદાહરણોથી મૂલવી ના શકાય.
  દુનિયાની 99 ટકા વસતિએ હજુ તો એ પાયાની બાબત સમજવાની છે કે અખબાર અને સમાચાર ચેનલો મીડિયા એટલે કે માધ્યમો તરીકે ઓળખાય છે. આ શબ્દ પોતે જ ઘણું કહી જાય છે. રોજેરોજ અસંખ્ય વખત આમ “માધ્યમ” નો “ઉપયોગ થતો રહે છે”. અનેક શાણા માણસોને આ મીડિયા એટલે કે માધ્યમોનો “ઉપયોગ કેવી રીતે કરવો” તે આવડે છે અને ભોળા વાચકો અને દર્શકો દિવસભર તેની ચર્ચામાં ગૂંચવાયેલા રહે છે.
  વેલ, સમય અને અનુકૂળતા પ્રમાણે આ મુદ્દાની ચર્ચા કરતા રહીશું, જોઈએ ક્યાં સુધી પહોંચાય છે.

  Like

 10. darek na vicharo person to person change rehvana..

  baki parents jo saru parenting kari shakta hoy to e potana balak ne badhu sari rite samjavi shakshe..ha ema thodi mahenat ne risk chhe

  pan pelu chhe ne risk vagar kai na thay..

  Like

 11. સરસ ચર્ચા છે.
  ખરેખર, વિચારવા લાયક છે કે પુરું જ્ઞાન – નકામું કે?

  અહીં ઘણા મિત્રોએ જ્ઞાન અને માહીતીની ભેદરેખા સમજાવી જ દિધી છે.

  જો કે જ્ઞાન એટલે વિચારોને બુધ્ધિની એરણ પર ઘસીને તારવેલ નિષકર્ષ. તેથી તે નકામું હોવાની શક્યતા નથી. હા, માહિતી અપુર્ણ કે ગેરમાર્ગે દોરી શકે તેવી સંભાવના છે.
  અત્યારે માહીતીને સાચી કે ખોટી તે સમજવા માટે આપણી જ વિવેક બુદ્ધિનો બરાબર ઉપયોગ કરવો પડે તેમ છે.
  અહીં આપેલ ઉદાહરણ પ્રમાણે – કોઇ પણ પ્રકારના મિડિયા, અખબારને આંખો બંધ કરીને માની લેવું કે અનુસરવું જરાય યોગ્ય નથી. તેથી માહિતીમાં થી જ્યારે આપણે આપણા જીવનમાં જરૂરી બાબતો અલગ તારવીએ ત્યારે તે માહીતીની વાસ્તવિકતા અને યોગ્યત વિશે ચોક્કસપણે વિચારવું જરૂરી છે, જેથી તે માહિતી આપણને બરાબર માર્ગદર્શક બની રહે.

  અત્યારે માહીતીનો ભંડાર ફાટયો છે, સાચી કઈ ખોટી કઈ ! – જરૂરી કઈ અને બિનજરૂરી કઈ ! – તે તારવવું ખરેખર સાચા મોતીને પારખવા જેટલું અઘરું છે. તેથી અહીં જરૂર પડે છે આપણને જ્ઞાનની. આપણું જ્ઞાન જેટલું ઉંડુ – તેટલી આપણી બુધ્ધિ ધારદાર હશે, અને તેથી ખોટી રીતે ગેરમાર્ગે દોરવતી માહિતીને આપણે અલગ તારવી શકીશુ. જ્ઞાન – અધુરું હોઈ જ ના શકે – કારણ કે જે પુરું હોય તેને જ જ્ઞાન કહેવાય. જેમ ૧૦૦% હોય તેને જ વિશ્વાસ કહેવાય તેમ.

  હવે જ્ઞાન માટે જરૂર છે ઉંડા અને સતત અભ્યાસનો – અને અનુભવનો. અભ્યાસ અને અનુભવના એરણ પર જેટલા કસાઈશું તેટલા જ્ઞાની થઈ શકીશું. તેથી અપુરતી અને અધુરી માહિતી ખતરનાક છે, અને તેને પુરી સમજનાર – અને તેને અનુસરનાર બુદ્ધિ સૌથી ખતરનાક છે.

  Like

 12. સવાલ નો scope અહીં બહુ જ limited હતો, અને જવાબો બધા એ બહુ સરસ broad category નાં આપ્યા છે. વાંચવાની બહુ મજા આવી……..
  .

  [u]ખ્યાતિજી નું વિશ્લેષણ મને બહુ જ ગમ્યુ[/u]:
  [i]
  અત્યારે માહીતીનો ભંડાર ફાટયો છે, સાચી કઈ ખોટી કઈ ! – જરૂરી કઈ અને બિનજરૂરી કઈ ! – તે તારવવું ખરેખર સાચા મોતીને પારખવા જેટલું અઘરું છે. તેથી અહીં જરૂર પડે છે આપણને જ્ઞાનની. આપણું જ્ઞાન જેટલું ઉંડુ – તેટલી આપણી બુધ્ધિ ધારદાર હશે, અને તેથી ખોટી રીતે ગેરમાર્ગે દોરવતી માહિતીને આપણે અલગ તારવી શકીશુ. જ્ઞાન – અધુરું હોઈ જ ના શકે – કારણ કે જે પુરું હોય તેને જ જ્ઞાન કહેવાય. જેમ ૧૦૦% હોય તેને જ વિશ્વાસ કહેવાય તેમ.
  [/i]
  .

  bomb કઇ રીતે બનાવવો તેની ૧૦૦% [b]માહીતિ[/b] ની સાથોસાથ તેનો ક્યારે અને શું કામ ઉપયોગ કરવો/ નહીં કરવો તેનું [b]ગ્યાન[/b] પણ હોવું જ જોઇએ…..
  .

  100% [u]information[/u] is needed for particular topic, with 100% [u]knowledge & understanding[/u] of [b]when & how to use/not to use[/b] – [u]the information –or– a part of the information[/u]…….
  .

  Like

 13. મને લાગે છે કે તેમ હોય તો તેનાથી આપણી લાઈફ બોરિંગ બની જાય ! આપણે લેખકોની તો ખાસ ! It is said that beauty is in imperfection!

  Like

 14. બોમ્બ કઈ રીતે બનાવાય પણ એ ચિત્રલેખા જેવા મેગેઝિનોમાં એનો આખો આર્ટીકલ વાંચીને અખતરા કરતા કરતા બોમ્બ બનાવતા શીખી જાય છે. એનો ક્યાં કયાં અને કેવો ખોટો વપરાશ કરાય એ ખોટી ખોટી વાતો પણ શીખી જાય છે. તો મેં કહ્યું કે,” ખોટું વિચારનારો વર્ગ તો ગમે ત્યાંથી માહિતી મેળવીને ખોટું જ કરવાનો છે. એના માટે બીજા સારા વિચારવાળા એ જાતની માહિતીથી અજાણ રાખવા એ ખોટું નહીં? આપણી શાહમૃગ-વૃતિ ના કહેવાય?

  ખોટું વિચારનારો વર્ગ તો ગમે ત્યાંથી માહિતી મેળવીને ખોટું જ કરવાનો છે.
  બેશક તે વર્ગ ખોટું કરવાનો જ છે। ખોટું વિચારનારા વર્ગના કામની માહિતી મેળવવી સુલભ કરી મીડિયા અપરોક્ષ રૂપે એનું કાર્ય સરળ કરે છે। નથી કરતુ? ઝેરના પારખા ના હોય।

  બીજા સારા વિચારવાળા એ જાતની માહિતીથી અજાણ રાખવા એ ખોટું નહીં? આપણી શાહમૃગ-વૃતિ ના કહેવાય?
  સારા વિચારવાળાને એ માહિતીની જરૂર નથી। કારણ એને કદી ઉપયોગ કરવાની જરૂર પડવાની નથી।

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s