સંબંધની માયાજાળ

     pagalpan no sambandh - sneha patel

આજે હું બહુ ખુશ છું. મારે તારી સાથે મારી ખુશી વહેંચવી છે. નહીં વહેચું તો મારે મન જાણે એનું કંઈ મૂલ્ય જ નથી..!!મારે તને હું કેટલી ખુશ છું એ બતાવવું છે,સમજાવવું છે, અને ત્યારે જ મારી ખુશી અનુભવવાની લાગણી જાણે કે સાર્થક થાય છે. મારા દુ:ખ તને કહું તો સાવ મોરપીંછ જેવા હલ્કા થઈ જાય છે. બસ, મારે મારા સુખ અને દુ:ખ તારી સાથે વહેંચવા છે.

તારી અને મારી વચ્ચે શું સંબંધ છે? હું તને બહુ પ્રેમ નથી કરતી કે નથી નફરત કરતી…! મને તારા માટે બહુ આસક્તિ નથી કે બહુ વિરક્તતા પણ નથી. એ બધુ હોવું- ના હોવાપણાની,બહુ બહુપણાની લાગણીઓની ભારેખમ અપેક્ષાઓમાં મારે તને જકડવો નથી, બાંધવો નથી.પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો સંબંધ.સો ટચના સોના જેવો સંબંધ…!
     આ સંબંધને શું કહેવાય એટલી સમજણ તો મુજ પામરજીવને નથી. પણ હા, એક વાત નક્કી. મારું શાણપણ હું ગમે તેની સાથે વહેંચી શકું છું, પણ મારું પાગલપણ ફક્ત અને ફક્ત તારી જ સાથે…ઓહ..હવે ખ્યાલ આવ્યો.હવે સમજાયું. આ મારો એક માત્ર સંબંધ કે જયાં હું સમજણની બધી હદ ભૂલીને મારું અંગત પાગલપણ તારી સાથે વહેંચી શકું છું..આ તો મારો પાગલપણનો એક માત્ર સંબંધ.
સ્નેહા-અક્ષિતારક,
૫-૭-૨૦૦૯.રાતના ૧૦.૦૦ વાગ્યે.

31 comments on “સંબંધની માયાજાળ

 1. મારા દુ:ખ તને કહું તો સાવ મોરપીંછ જેવા હલ્કા થઈ જાય છે.
  પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો સંબંધ.સો ટચના સોના જેવો સંબંધ…!
  મારું શાણપણ હું ગમે તેની સાથે વહેંચી શકું છું, પણ મારું પાગલપણ ફક્ત અને ફક્ત તારી જ સાથે…

  આ તો મારો પાગલપણનો એક માત્ર સંબંધ.

  bahu saras chhe……!!!
  maja aavi…….

  Like

 2. .પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો સંબંધ.સો ટચના સોના જેવો સંબંધ…!
  આ મારો એક માત્ર સંબંધ કે જયાં હું સમજણની બધી હદ ભૂલીને મારું અંગત પાગલપણ તારી સાથે વહેંચી શકું છું..આ તો મારો પાગલપણનો એક માત્ર સંબંધ.
  OHOOOO…!
  KHOOOBJ SARAS VYAKT KARIYU CHE…
  badhaa sbndho ne naam ni jarurt nathi ene pagalpan no sanbandh jevu sundar naam aapvu sarthak che…!
  u r so swt my dear D ! 🙂

  Like

 3. તારી અને મારી વચ્ચે શું સંબંધ છે? હું તને બહુ પ્રેમ નથી કરતી કે નથી નફરત કરતી…! મને તારા માટે બહુ આશક્તિ નથી કે બહુ વિરક્તતા પણ નથી. એ બધુ હોવું- ના હોવાપણાની,બહુ બહુપણાની લાગણીઓની ભારેખમ અપેક્ષાઓમાં મારે તને જકડવો નથી, બાંધવો નથી.પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો સંબંધ.સો ટચના સોના જેવો સંબંધ…!

  really bahu j saras che……………aa sansar pan ek mayajal j che ne……….sambandho ni mayajal…too gud.

  Like

 4. એ બધુ હોવું- ના હોવાપણાની,બહુ બહુપણાની લાગણીઓ………….. aa laganio ko n samje???ane aa bhav to bahu uccho che sakhi……bahu j gamyo….

  પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો સંબંધ.સો ટચના સોના જેવો સંબંધ…!
  aane aa sambandh…….!!!!!!vah maja aavi.!!!!

  મારો એક માત્ર સંબંધ કે જયાં હું સમજણની બધી હદ ભૂલીને મારું અંગત પાગલપણ તારી સાથે વહેંચી શકું છું…….
  sakhi taru aa pgal pan aam vahechta rahevu…. n amara jeva pagalo mate like this……… bahu j gamyuuuu….
  thanks dear…

  Like

 5. awesome…ana karta vadhu saro shabd nathi jadyo mane aa post mate..but ama thoda sudhara ni jarur hati jo thodu chhutak ne udgarvachak shabdo ne ekla mukya hot to vanchvani majja j aur hot…khub saras..

  Like

 6. Expressed nicely but written in context with whom not mentioned.
  If it is written in context with husband then good.
  If it is written in context with god then very good.
  but if it is written in contex with the self soul then excellent.

  You can write very well and I admire you writing very much.
  You are getting cutting edge more and more as you write.

  AXITARAK

  BEST LUCK
  DHIREN

  Like

 7. સંબંધની માયાજાળ – સ્નેહાના વિચારોની મૌલિકતા અજાણ્યા વાચકોને પણ પોતાના કરી દે એવી અદભુત છે.

  Ramesh Soni

  Like

 8. બહુ જ સરસ સ્નેહા બેન્ય

  Like

 9. છલકતી અને નીતરતી અભિવ્યક્તિ..વાંચીને ખુબ ખુશી થઇ.તારા શબ્દોમાં
  “મારે તારી સાથે મારી ખુશી વહેંચવી છે. નહીં વહેચું તો મારે મન જાણે એનું કંઈ મૂલ્ય જ નથી..!!મારે તને હું કેટલી ખુશ છું એ બતાવવું છે” તેથી તરત જ પ્રતિભાવ લખવાનું શરુ કર્યું !!!!!!
  પાગલપણનો સંબંધ ? ના,ના..હું તો એને સાચી સમજણનો જ સંબંધ કહીશ..સમજણમાં પણ થોડું પાગલ થવાય !!!!

  Like

 10. તારી અને મારી વચ્ચે શું સંબંધ છે? હું તને બહુ પ્રેમ નથી કરતી કે નથી નફરત કરતી…! મને તારા માટે બહુ આસક્તિ નથી કે બહુ વિરક્તતા પણ નથી. એ બધુ હોવું- ના હોવાપણાની,બહુ બહુપણાની લાગણીઓની ભારેખમ અપેક્ષાઓમાં મારે તને જકડવો નથી, બાંધવો નથી.પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો સંબંધ.સો ટચના સોના જેવો સંબંધ…!
  khubaj saras snehaben

  Like

 11. Lagni maa undan hova ni saathe thodu lakhan maa pan undaan hovu joiye Snehaben……….

  Khotu naa lagadta pan mane evu lagyu ke this one cud be much better in terms of the usage of the language……..

  Tame tamari lagnio no perfectly express naa kari shkya hou ne evu lagyu…… but this cud be my personal opinion….

  Like

 12. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

  Like

 13. લજામણી શું શરમાય છે.
  વિચારોના વાદળા બંધાય છે,
  ત્યારે શબ્દરૂપી ગઝલ રચાય છે.

  રદીફને ક્યાં વાંધો હોય છે,
  કાફિયા ગમે તેટલા બદલાય છે.

  સંસારમાં બધા સંબંધો સમજાય છે,
  તો’યે માણસજાત ક્યાં ઓળખાય છે.

  મક્કમ મનના માનવીની પણ,
  દુ:ખમાં જ કસોટી થાય છે.

  અમારા સ્પર્શની નજાકત તો જુઓ,
  હાથ લગાડું ત્યાં લજામણી શું શરમાય છે.

  વાત નીકળી છે તો દૂર સુધી જશે,
  આખરે તો વિચારોનો જ `વિજય’ થાય છે.

  Like

 14. લજામણી શું શરમાય છે.

  વિચારોના વાદળા બંધાય છે,
  ત્યારે શબ્દરૂપી ગઝલ રચાય છે.

  રદીફને
  ક્યાં વાંધો હોય છે,
  કાફિયા ગમે તેટલા બદલાય છે.

  સંસારમાં બધા
  સંબંધો સમજાય છે,
  તો’યે માણસજાત ક્યાં ઓળખાય છે.

  મક્કમ મનના
  માનવીની પણ,
  દુ:ખમાં જ કસોટી થાય છે.

  અમારા સ્પર્શની નજાકત તો
  જુઓ,
  હાથ લગાડું ત્યાં લજામણી શું શરમાય છે.

  વાત નીકળી છે તો દૂર
  સુધી જશે,
  આખરે તો વિચારોનો જ `વિજય’ થાય છે.

  Like

 15. Namaste,
  Tamaro lekh vanchyo sukh ane dukh ne mitro-snehi sathe vechvathi man halvu rahe. Kudrat no sidho niyam chhe k dukh vechvathi gate ane sukh vechvathi vadhe. ante etluj kahis k “KOINA SUKH NA NIMITT BANO BHGIDAR NAHI ANE KOINA DUKH NA BHAGIDAR BANO PAN NIMITT NAHI”.

  Abhar,
  Tamara lekh samayantare mokalta rahso to hu apno abhari rahis.
  Jay Gujarat, Jay Hind.

  -mitesh

  Like

 16. સ્નેહાજી,
  આજે શનિવાર એટલે અહિં રજાને થોડો સમય ચોરી આપના બ્લોગને આંગણે આવ્યો. મજા પડી. સરસ લખો છો. લખતા રહો. વહેંચતા રહો.
  આપની સબંધની માયાજાળ વાંચતા મને મારી રચના યાદ આવી એ અહિં રજુ કરૂં છું તો ગુસ્તાખી માફ કરશો.

  તારી અને મારી વચ્ચે ઓ સનમ
  આ તે કેવો સુંવાળો સંબંધ છે ?

  જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
  ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.

  તું તો નથી રહી આસપાસ મારી
  મારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.

  જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
  કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?

  આપણા આ પ્રેમનું છેક એવું છે
  કામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.

  લખી ભલે ‘નટવરે’ આ કવિતા
  દિલથી વાંચો,પ્રેમનો નિબંધ છે.

  Like

 17. .પ્રેમ અને નફરત સિવાયનો જે સંબંધ એ તારો અને મારો સંબંધ.સો ટચના સોના જેવો સંબંધ…!
  આ મારો એક માત્ર સંબંધ કે જયાં હું સમજણની બધી હદ ભૂલીને મારું અંગત પાગલપણ તારી સાથે વહેંચી શકું છું..આ તો મારો પાગલપણનો એક માત્ર સંબંધ.

  સંબંધ……3 akshar no sabda pun jivan ma aenu mahatav aneru 6e…kharekhar khoob j sundar feeling vaktya kari 6e..

  Like

 18. v. nice snehaben….hu to tane sada prem karu chhu.me tane kyarey nafarth kari nathi.parntu tane sacho prem karu chhu.

  Like

 19. સ્નેહા તારા લખાણના વખાણ કરવાને બદલે તને અભિનંદન આપું છું….આવો સંબંધ મેળવવા માટે.

  Like

 20. ખુબ જ સરસ …!
  લાગણીઓને ખુબજ સુંદર રીતે વ્યક્ત કરી છે દરેક શબ્દમાં…!
  સાચ્ચેજ , જીવનમાં કોઇક સંબંધ એવા હોય છે , કે જેને આપણે કોઇ નામ નથી આપી શકતા…!!
  દુનિયા ના દરેક સંબંધ થી નિરાળા, વેગળા,અનોખા હોય છે આ સંબંધ…..
  જેમાં બે વ્યક્તિઓ વચ્ચે ના તાર એક્બીજાનાં મન સાથે જોડાએલા હોય છે…..
  દુનિયાદારી ને વ્યવ્હાર થી વેગળા હોય છે એ સંબંધ….
  અને એટલે જ ઇશ્વરની ખુબ જ નજદિક હોય છે …..
  કદાચ એને જ આપણે “રુણાનુબંધ” કહીયે છીયે…..
  ખુબ, ખુબ, ખુબ જ સરસ અભિવ્યક્તી…..!!!

  Like

 21. અમુક સંબંધ એવા હોય છે જેનું કોઈ નામ નથી હોતુ, તેમ છતા તે સંબંધ પોતીકો લાગે છે, તે વ્યક્તિ સાથે તમે સુખ-દુઃખની વાતો કરીને મન હળવું કરી શકો છો………………………………………………………………

  હર રીસ્તે કા કોઈ નામ નહીં હોતા,
  ફિર ભી વો રીસ્તા આમ નહીં હોતા… આ સંબંધને શું કહેવાય એટલી સમજણ તો મુજ પામરજીવને નથી. પણ હા, એક વાત નક્કી. મારું શાણપણ હું ગમે તેની સાથે વહેંચી શકું છું, પણ મારું પાગલપણ ફક્ત ……………

  Like

 22. ખુબ જ સરસ …!
  લાગણીઓને ખુબજ સુંદર રીતે વ્યક્ત કરી છે દરેક શબ્દમાં…!
  સાચ્ચેજ , જીવનમાં કોઇક સંબંધ એવા હોય છે , કે જેને આપણે કોઇ નામ નથી આપી શકતા…!!
  દુનિયા ના દરેક સંબંધ થી નિરાળા, વેગળા,અનોખા હોય છે આ સંબંધ…..
  જેમાં બે વ્યક્તિઓ વચ્ચે ના તાર એક્બીજાનાં મન સાથે જોડાએલા હોય છે…..
  દુનિયાદારી ને વ્યવ્હાર થી વેગળા હોય છે એ સંબંધ….
  અને એટલે જ ઇશ્વરની ખુબ જ નજદિક હોય છે …..
  કદાચ એને જ આપણે “રુણાનુબંધ” કહીયે છીયે…..
  ખુબ, ખુબ, ખુબ જ સરસ અભિવ્યક્તી…..!!!
  સ્નેહાજી,
  આજે MONDAY થોડો સમય ચોરી આપના બ્લોગને આંગણે આવ્યો. મજા પડી. સરસ લખો છો. લખતા રહો. વહેંચતા રહો………BEST LUCK……..

  Like

 23. really snehaben very touchy, it has narrated the very fact of relation in life….there are certain anonymous relation which are more beautiful than real relation

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s