જીવ-જોખમી કમાણી..

ઉત્તરાયણની સવારની ધમાલ,
મિત્રોના ઘરે ભેગા થવાના કોલ,
પૂરજોશમાં ભાગતી બાઈક,
અને….
એક્દમ બ્રેક લગાવવી પડી…
એક દેઢ-પસલી છોકરો
રસ્તામાં પતંગ લૂંટવા દોડતો હતો.
અરે,આ તે કોઈ રીત છે?
આમ ને આમ જીવ ખોઈ દઈશ તું.
અને અમને હેરાન કરીશ નાહકમાં.
લાચાર લેંટાળીયું ગરીબડું મુખ
ઘડી-બેઘડી મારી સામે તાકી રહ્યું.
અને બોલ્યું,
“મેડમ,૨૫ રૂપિયામાં ૨૦ નંગ,વેચાતા લેશો…?!!!!”

સ્નેહા-અક્ષિતારક,
૧૮ જાન્યુઆરી,૨૦૧૦
સાંજના ૬.૪૫ વાગ્યાને

Advertisements

16 comments on “જીવ-જોખમી કમાણી..

 1. લાચાર લેંટાળીયું ગરીબડું મુખ
  ઘડી-બેઘડી મારી સામે તાકી રહ્યું.
  અને બોલ્યું,
  “મેડમ,૨૫ રૂપિયામાં ૨૦ નંગ,વેચાતા લેશો…?!!!!”
  hummm,sarass rite vythaa vyakt kari che d…!
  didi wastvikta ketali kharaab che ne ?
  e chokara ni umar patang chagaavvaani che ne kudarte teni saathe kevi krur majaak kari che k tene patang vechavaano vaaro aavyo..!

  Like

 2. આદિત્ય મેં લઈ લીધા એ પતંગ…ખબર હતી કે અંદર થોડા ફાટેલા પણ હશે. કારણ…આ પૂનમે કહ્યું એજ મને પણ વિચાર આવ્યો કે મારા દીકરાની ઉંમરનો આ છોકરો,ઉંમર પતંગ ચગાવવાની,રમવાની..આગળ નથી લખવું હવે..બસ…

  Like

 3. લાચાર લેંટાળીયું ગરીબડું મુખ
  ઘડી-બેઘડી મારી સામે તાકી રહ્યું.

  hmmmm….. i hve no words to express my feeling….

  Like

 4. માસુમિયતનો ઇજારો માત્ર સાફ સુથરો જ નથી હોતો એ ક્યારેક ચીંથરેહાલ -લાચાર કે લેંટારી પણ હોઇ શકે.

  Like

 5. હ્રદયસ્પર્શી આલેખન.
  પ્રસંગનું હૂબહૂ વર્ણન.
  કવિતા વાંચી હ્રદયના એક ખૂણામાં થોડું દુઃખ ચોક્ક્સ થયું એ બાળકના બાળપણ માટે.

  Like

 6. લાચાર લેંટાળીયું ગરીબડું મુખ
  ઘડી-બેઘડી મારી સામે તાકી રહ્યું.

  khub j sundar haday sparci jai tevu
  kadach mara sabdo aa feelings ne vyakta nai kari sake tevu che

  Like

 7. sneha ben tamaru aa kavya vanchi ne bahuj aanand thayo tenathi vadhare aanad e thayo ke tame tena patang lai lidha hui tamane tena vati thankas kahu 6u

  Like

 8. ફ્રેન્ડ ગ્રુપ બોમ્બે વતી એના વિશે કંઈક પ્રકાશ પાડશો….

  Like

 9. khub saras abhivyakti chhe…game tevo manas vanche to at least 5 minute mate vicharto thai j jay..
  mane pan emaj thayu pan fakt 2minute mate karan bhagwan darek ne darek na praman ma ape j chhe..
  thts it..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s