મન-પંગુતા

 

એક કોફી-શોપનો
રુપકડી ડીઝાઈનવાળો કાચનો દરવાજો,
હું આગળ અને તું પાછળ,
મેં દરવાજો છોડ્યો,
તેં પાછળથી પકડ્યો.
એ સમયગાળામાં આંગળીના ટેરવે ટેરવાં અથડાયા,
સ્પર્શની દુનિયા રચાઈ ગઈ.
ઊફ્ફ……
ના મારાથી દરવાજો છૂટી શકયો,
ના તું મારો હાથ પક્ડી શક્યો..
મારી વ્હીલચેરનું પૈડું વચ્ચે આવી ગયું ને.
  
આમ
           જ
                એક પ્રેમ-કહાની અધૂરી…

સ્નેહા-અક્ષિતારક,
એપ્રિલ,૨૦૦૯.

 
   

13 comments on “મન-પંગુતા

 1. areeee….. hriday dhabkaro chuki gayu…… aa wheelchair.. kem avi!! n aavi eni same joyu j na hot to….but manav chie ne
  pela e jove che…… pachi sparsh anubhave che…..!!! atyare atlu j fari man thase aane cmt apvanu atle fari kris….

  Like

 2. એક ક્ષણના વિચ્છેદની સરસ અભિવ્યક્તિ.”એ સમયગાળામાં આંગળીના ટેરવે ટેરવાં અથડાયા,
  સ્પર્શની દુનિયા રચાઈ ગઈ.”ઊફ્ફ……
  પછી ટપકામાં ખોટકાઈ આવતો અણસારો જ ગુમાવ્યાની વેદના છે.
  http://himanshupatel555.wordpress.com

  Like

 3. prem kahani kadach adhuri rehvaj sarjay chhe..!!

  baki darek vaat ke vastu ma apvad hoy chhe..em ema pan hoi shake…!!!

  khub sundar abhivyakti chhe..!!

  Like

 4. એ સમયગાળામાં આંગળીના ટેરવે ટેરવાં અથડાયા,
  સ્પર્શની દુનિયા રચાઈ ગઈ.
  ઊફ્ફ……
  ના મારાથી દરવાજો છૂટી શકયો,
  ના તું મારો હાથ પક્ડી શક્યો..
  મારી વ્હીલચેરનું પૈડું વચ્ચે આવી ગયું ને.
  waah didi..:)
  ketali sahaj ta thi aap koini man ni manodahs vyaakt kari shako cho..!u r gr8…!prem aam pan kya badhane male che,ne uparthi aa વ્હીલચેરનું પૈડું hoy to to pachi bahooj ochi sanbhaavna o rahi jaay…!

  Like

 5. જેની પ્રેમ કહાની અધુરી રહી ગઈ હોય એ વાંચતા ની સાથે જ મનન ભરી ને રડી પડે
  દિલ એક ધડકન ચુકી જાય છે જયારે પ્રથમ વખત આવો એહસાસ થાય છે
  પ્રથમ સ્પર્શ થાય અને દુનિયા ભૂલી જાય એક મેક માં ખોવાઈ જાય અને દિલ જોડાઈ જાય
  આ એક પળ માં પણ….
  પણ આ પણ બહુ અઘરું છે પણ વાસ્તવિક પણ એટલું જ છે
  દુઃખ છે એક પ્રેમ કહાની અધુરી રહી જવાનો
  પણ વધુ દુઃખ એક જીવન ની વાસ્તવિકતા નું છે…..
  ખુબ સુંદર રચના છે

  aakanksha

  Like

 6. દિદિ..
  દિલ ચિરીને અને ચોરી ને મુકી દિધુ તમે…

  તમારાથી વધુ આ વાત કોણ સમ્જિ શક્શે મને..

  દિદિ..
  આ વાંચિને એમ થયુ.. HOW LUCKY I M!!

  URS KUNJAL D LITTLE ANGEL

  Like

 7. ના મારાથી દરવાજો છૂટી શકયો,
  ના તું મારો હાથ પક્ડી શક્યો…..
  આમ … એક પ્રેમ-કહાની અધૂરી…

  WAHH WAHH ખુબ સુંદર
  પ્રથમ સ્પર્શ થાય , એક મેક માં ખોવાઈ જાય અને દિલ જોડાઈ જાય…અને પ્રેમ કહાની અધુરી અધુરી રહી …….. NICE ONE

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s