લાગણી છે તો છે,
ઢંઢેરો એનો પીટો મા.
દુનિયા કદી સમજી નથી,
અને સમજશે નહીં.
આમ છૂટ્ટા વેરો મા…
સ્નેહા-અક્ષિતારક,
૨૭-૦૧-૧૦
સવારના ૧૨.૨૦ વાગ્યાના
લાગણી છે તો છે,
ઢંઢેરો એનો પીટો મા.
દુનિયા કદી સમજી નથી,
અને સમજશે નહીં.
સ્નેહા-અક્ષિતારક,
૨૭-૦૧-૧૦
સવારના ૧૨.૨૦ વાગ્યાના
ઉત્તરાયણની સવારની ધમાલ,
મિત્રોના ઘરે ભેગા થવાના કોલ,
પૂરજોશમાં ભાગતી બાઈક,
અને….
એક્દમ બ્રેક લગાવવી પડી…
એક દેઢ-પસલી છોકરો
રસ્તામાં પતંગ લૂંટવા દોડતો હતો.
અરે,આ તે કોઈ રીત છે?
આમ ને આમ જીવ ખોઈ દઈશ તું.
અને અમને હેરાન કરીશ નાહકમાં.
લાચાર લેંટાળીયું ગરીબડું મુખ
ઘડી-બેઘડી મારી સામે તાકી રહ્યું.
અને બોલ્યું,
“મેડમ,૨૫ રૂપિયામાં ૨૦ નંગ,વેચાતા લેશો…?!!!!”
સ્નેહા-અક્ષિતારક,
૧૮ જાન્યુઆરી,૨૦૧૦
સાંજના ૬.૪૫ વાગ્યાને
વાદળોની ઓલી પારનો ભેદ મારે જાણવો છે,
રૂપેરી ચમકતો એનો રંગ મુઠ્ઠીમાં બાંધવો છે,
પતંગ અને દોરીનો સથવારો લઈને,
નભના ગરૂર ને આજે માપવો છે..
સ્નેહા-અક્ષિતારક,
૧૪ જાન્યુઆરી,૨૦૧૦.
સવારના ૯.૩૦વાગ્યાનાં
તારી આંગળીના ટેરવે જીવનનાં ઝરણાં વહે છે,
હું અહલ્યા બની ને જરા અસર માણી લઉ એની..
સ્નેહા-અક્ષિતારક
૨૩-૧૨-૦૮
એક કોફી-શોપનો
રુપકડી ડીઝાઈનવાળો કાચનો દરવાજો, હું આગળ અને તું પાછળ, મેં દરવાજો છોડ્યો, તેં પાછળથી પકડ્યો. એ સમયગાળામાં આંગળીના ટેરવે ટેરવાં અથડાયા, સ્પર્શની દુનિયા રચાઈ ગઈ. ઊફ્ફ…… ના મારાથી દરવાજો છૂટી શકયો, ના તું મારો હાથ પક્ડી શક્યો.. મારી વ્હીલચેરનું પૈડું વચ્ચે આવી ગયું ને. આમ
જ
એક પ્રેમ-કહાની અધૂરી… સ્નેહા-અક્ષિતારક, |
|
મિત્રો.આ બ્લોગ જગત નિરાળું છે..કોઈ જ જાણ-પહેચાન વગર આ એક વડીલ મિત્રએ કેટલી સરસ સહિયારી રચના બનાવી કાઢી.(જોકે સહિયારીમાં મારું યોગ-દાન તો ફક્ત એક શેર પૂરતું જ છે)એ તો આ વડીલશ્રીની ખેલદીલી કે એમણે સામેથી ઈમેઈલ કરીને મને જાણ પણ કરી અને મારું નામ આ રચનામાં લખ્યું અને પૂરે પૂરો શ્રેય મને આપ્યો..બાકી મારો તો એક ઘડીનો વિચાર અને એમણે કેટલી મહેનત કરી નાખી આના માટે..ખૂબ ખૂબ આભાર ભજમનજી..કંઈ જ ના ઉમેરતા એ પોસ્ટ એમ ની એમ જ અહીં મારા બ્લોગ પર મૂકુ છું.આવી નાની નાની વાતો લખવા માટે એક પ્રેરણા પૂરી પાડે છે.બસ એ જ તો મજા છે આ બ્લોગ જગતની.
ઉદાસીના સૂરજ આથમે એવી,
આથમણી કોર ક્યાંથી લાવું..??”
મન મોતી ને કાચ સંધાય એવી
પતંગની દોર ક્યાંથી લાવું ??
સૂની છે યમુના, સૂનું વૃંદાવન
માખણનો ચોર ક્યાંથી લાવું ??
-ભજમન (21/12/2009)
( આ ગઝલનું સંપૂર્ણ શ્રેય સ્નેહાબહેન-અક્ષિતારકને જાય છે. તેઓએ અક્ષિતારક પર ગઝલ એટેક
શિર્ષક પોસ્ટ નીચે એક શેર લખ્યો. આ પછી તેઓએ પોતાની લાગણીઓ ગદ્યમાં વ્યક્ત કરી. કોણ જાણે કેમ આ પંક્તિઓ મારા મનઃપટ પર એવી છવાઇ ગઇ કે ત્રણ ચાર દિવસ સુધી સતત ઘુમરાયા કરે. મારા મનમાં આ શેર ઘર કરીને બેસી ગયો ! ખોતરીને બહાર તો કાઢ્યો સાથે બીજા બે-ત્રણ શેર નીકળી પડ્યા કોઇની પંક્તિઓ ધાપીને લખાય તો નહિ પણ સ્નેહાબહેનની ક્ષમાયાચના સાથે આ રચના તેમને અર્પણ. -ભજમન )
તારી અને મારી વચ્ચે આ કેવો સંબંધ છે??
હું આ કિનારે અને તું છેક સામ્મ્મ્મે….ના છેડે..!!!બે કિનારાનો સંબંધ છે આપણી વચ્ચે.!! કિનારા શેના છે એ તને ખબર છે? તને ના મળી શકું ત્યારે મન એક તલસાટ અનુભવે છે.કેટલીયે ખાલી ક્ષણો સમયના વચગાળામાં પસાર થઈ જાય છે.એ તલસાટના ગરમાવાથી ઘેરાતી ઉષ્ણતા આંખના રસ્તે ટપકી પડે છે.એક અકથનીય વાચાનો ખોબલે ખોબલા ભરેલો તલસાટ એક વિરાટ નદીમાં ફેરવાઈ જાય છે.
હવે સમજાયું તને? એ નદીના બે કિનારા એટલે હું અને તું.
જ્યાં સુધી આ રુદન છે ત્યાં સુધીનો આ સંબંધ કે જ્યાં સુધી આ સંબંધ છે ત્યાં સુધી આ રુદન?ખબર નથી પડતી આની મને.કારણ,નદીનું વહેવું તો જરુરી છે આપણી વચ્ચે.નહીંતો આપણે બે કિનારાઓ સુકાઈ જઈશું એના વગર.ઓહ..મતલબ,સામે કાંઠે રહીને એક-બીજાને જોયા કરો આમજ..બસ દૂર સુદૂર …ક્ષિતિજ સુધી,અનંત સુધી …આ જ છે આપણા સંબંધની સચ્ચાઈ..!!
સ્નેહા-અક્ષિતારક.
૬-૭-૨૦૦૯
૨૩.૧૦ વાગ્યે.
કોઈ યાદ ગુલાબ થઈને
અંતરમાં મહેંકી ઊઠે.
બંધ આંખે ગાલ પર
ગુલમહોર ખીલી ઊઠે.
સાથે વિતાવેલ પળો
હોઠની હસીમાં છલકી ઊઠે,
બે હાથ ઊચકવાની
જરુર જ કયાં રહી વ્હાલમ,
તારે માટે તો આપમેળે જ
અંતરમાંથી દુવાઓ સરી ઊઠે..
સ્નેહા-અક્ષિતારક,
૨૩-સપ્ટેમ્બર,૨૦૦૯.