રેઈનકોટી સંબંધ

રેઈનકોટી સંબંધે
તું
લાગણી-વર્ષા
શીદ કરે…!!!!!

મિત્રો,ઘણી વાર એવું થાય છે કે ઈરછવા છતાંય આપણે અમુક સંબંધોથી દૂર નથી થઈ શકતા.આપણને ખબર હોય છે કે તમે ગમે તેટલા જાતને ઓવારીને વરસી પડો તો પણ સામે પક્ષે તો મીણીયું કવચ જ ઓઢીને બેઠેલ સંબંધ છે.સૌથી કરુણાજનક વાત એ છે કે જાણીને પણ આપણે ત્યાં આપણી લાગણી વરસાવતા જ રહીએ છીએ..આપણું હૈયું આપણા કંટ્રોલમાં જ નથી હોતું.ના..ના કહેતા રહીએ તો પણ એ સંબંધનું આકર્ષણ કહો કે એની એક લત કે ટેવ પડી ગઈ છે જેનું વળગણ આપણે છોડી નથી શકતા.કેવી કેવી મોહ-માયાથી ભરેલું છે આ જીવન? હાથે કરીને છેતરાવામાં પણ એક આનંદ મળે છે.સામેનો પક્ષ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લે તો પણ આપણે એના માટેનો આપણો પ્રેમ ઓછો નથી કરી શકતા.આ પરીસ્થિતિથી વધુ ખરાબ કઈ? લાગણીશીલ સ્વભાવ એક ગુનો લાગે છે જાણે.કોઈ આ બધી સંવેદના લઈ લે અને દિલની ધડકનોને કાબૂમાં રાખવા એક નકેલ નાંખી આપે એવું કહેવાનું મન થઈ જાય છે.ત્યારે ઉપર મુજબના થોડાક શબ્દો કાગળ પર ઊતરી આવે છે..સમજીને પણ નાસમજ્તું આ દિલ…આહ…ક્યાં લઈ જશે આપણને? એની યાત્રા કયાં અટકશે? કેવા કેવા રંગો બતાવશે હજી જીન્દગીના..કોને ખબર…!!!!!!

એક સંબંધનું વળગણ મને એવું,
શ્વાસના બંધારણમાં કોઈ
હવા જ ના રાખે
એ કેવું…??

નવું વર્ષ મુબારક મિત્રો.

સ્નેહા- અક્ષિતારક
31-12-09

 

12 comments on “રેઈનકોટી સંબંધ

 1. A Perfect tont….

  પણ દિલની કુમાશ મજબૂર કરે છે……

  ડંખ દેવો તો વિંછી નો સ્વભાવ છે…….! લાગણીવાળા માણસો તો લાગણીની જ વર્ષા કરશે…………
  .
  .
  .
  પણ આ અમુક શબ્દો માં ભારોભાર કટાક્ષ ભર્યો છે તમે……. છતાં પણ સામેવાળા તરફ ની લાગણી કળાય આવે છે….!
  .
  .
  .
  અબ તો ઇસ દિલ કો સમઝાના ના-મુમકિન સા લગતાં હૈ !
  .
  .
  .
  બહુ જ સરસ લખ્યું છે….

  Like

 2. રેઈનકોટી સંબંધે
  તું
  લાગણી-વર્ષા
  શીદ કરે…!!!!!
  u r gr8888888888… D
  KHOOB THODA SHBDO MA GHANU KAHI GAYAA.
  KHOTA DEKHADA NA PREM KARTA TO SAACHI NAFARAT SAARI..
  🙂

  Like

 3. બવ શરશ લયખુ સ શનેહાબેન્ય..
  પણ થોડું વિસારતા ખ્યાલ યાવે કે યા હંધાયમા વાંક “સંબંધો” નો સ..
  પિલાશ્ટિકના ફુઈલ ઝેવા “સંબંધો” ના મુળીયા છીછરી ભોં મા ય માઈંડ માઈંડ ગ્યા સ..

  હમઝાણુ યેવુ કીધુ સ બુન.. ભુઈલચુઈક લેવીદેવી..

  -હકોભાભો રબારી

  Like

 4. લાગણીશીલ સ્વભાવ એક ગુનો લાગે છે જાણે.
  hmmm ekdam sachuu kahyu te……….

  રેઈનકોટી સંબંધે
  તું
  લાગણી-વર્ષા
  શીદ કરે…!!!!!

  sambandh……. ketlu badhu lakhai sake
  e shabd mate……. pan te thoda ma ghanu vyakta karyu n e pan sachot…………..

  એક સંબંધનું વળગણ મને એવું,
  શ્વાસના બંધારણમાં કોઈ
  હવા જ ના રાખે
  એ કેવું…??
  sachej pan tem chhatayeee e valgan kem chutatu nathi!!!!

  bahu j lagnisabhar samvedna…….nice gamyu

  Like

 5. ટૂંકમાં કહું તો-
  સ્પર્શ દઇને જળ વહી જતું હશે,
  પથ્થરોને કંઇક તો થતું હશે?
  -Unknown
  .
  કેટલા બધા અનુભવોમાંથી પસાર થયા બાદ માણસને સ્વભાવ મળે છે, તો તેને શીદને બદલવો જ્યારે એ સારો હોય?
  સંબંધ વિશે પન્ના નાયકનો એક શેર-
  પાંખો કાપીને તમે આભ અકબંધ રાખ્યું,
  ને એનું તે નામ તમે સંબંધ રાખ્યુ.

  નાના પણ ધારદાર બન્ને કાવ્યો ગમ્યા.

  Like

 6. કેવા કેવા રંગો બતાવશે હજી જીન્દગીના..કોને ખબર…!!!!!!

  આમાં બધુ જ આવી જાય છે, સરસ લખાણ છે.

  Like

 7. એકદમ સાચી વાત કહી તમે દીદી મને ખરેખર ગમી
  સાચું કહું તો આવું જ થાય છે હમણાં થી હું અનુભવું છું આ બધું એટલે આ તો મારા દિલ થી નીકળેલો અવાજ લાગે છે મને….
  જાણે તમે તમારા શબ્દો માં મારા દિલ ની વાત કહી દીધી.
  ખુબ જ સરસ……
  દિલ ખુશી થી ભરાઈ જાય છે જયારે આવા શબ્દો નો સાથ મળે છે…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s