કે પછી એ જ …!!!

તને કંઈક લખુ તો
રુંવાડે-રુંવાડા ચીરીને
લાગણીના ટશિયા ફૂટી નીકળે છે.

તને વિચારુ તો
ધડકનોને મદહોશ કરી દેતાં
નાજુક સ્પંદનો મહેંકી ઊઠે છે.

તારા મિલનની આશ ભાળું તો
ઈચ્છાઓ આંખના કાળા વાદળો ચીરીને
પૂરપાટ વહી નીકળે છે.

તારું નામ સાંભળુ તો
કર્ણ-પટલ સૂરીલા તરંગોથી
રણઝણી ઊઠે છે.

આને શું કહેવાય?
સાવ અઢી અક્ષરનો શબ્દ”પ્રેમ”
નાનો ના પડે..?
કે
પછી એ જ …!!!

સ્નેહા-અક્ષિતારક,
૨૧-૧૨-૨૦૦૯
રાતના ૧૦.૧૬ મિનિટે


Advertisements

25 comments on “કે પછી એ જ …!!!

 1. સારી કાયનાત મને તાન ચડાવે છે.એક અદ્ર્શ્ય શકિત મને ધક્કા મારે છે.પ્રેમ આંધળૉ છે,પ્રેમ પાગલ છે,પ્રેમમાં પડવા ઊમરનો બાધ નથી,પ્રેમ આવારા છે,પ્રેમમાં અફિણી નશો છે,પ્રેમમાં કેશુડાનો રંગ છે,પ્રેમમાં વતનની ભીની માટીની ખુશ્બુ છે,પ્રેમ વર્ષારાણીના આગમનનો છડીદાર છે,પ્રેમ પાનખરનો દુશ્મન છે,પ્રેમ વંસતનો વિહારી છે,પ્રેમ એ મેઘદૂત,શૃંગારસતક અને કામશાસ્ત્રનો રચયતા છે,પ્રેમ એ શીતલહરનો શાંતિદૂત છે….

  (ઓહ!નયનતારા…નરેશ ડૉડીયા)

  Like

 2. રુંવાડે-રુંવાડા ચીરીને
  મારી લાગણી ફૂટી નીકળે છે.

  jakkkas…..
  tane kaik lakhu to
  tane hatasa thai.

  tane kaik vicru to
  mari dahdkano ne taklif.

  shilpa…..

  Like

 3. તને વિચારુ તો
  ધડકનોને મદહોશ કરી દેતાં
  નાજુક સ્પંદનો મહેંકી ઊઠે છે.

  —————————————————————————

  वाह क्या बात हे
  पोस्ट करने के लिए घन्यवाद .

  Like

 4. રુંવાડે-રુંવાડા ચીરીને
  મારી લાગણી ફૂટી નીકળે છે.

  તને મળવાની શક્યતા જોવું તો
  ઈરછાઓ પૂરજોશમાં બાંધ તોડીને
  વહી નીકળે છે.

  wah wah khub saras…….. nice one.

  Like

 5. ખુબ સુંદર …!! સ્નેહાજી….!! સરળ શબ્દો ..!! માં પુર્ણ અભીવ્યક્તી….!!:)

  good one di..!!:)

  Like

 6. આને શું કહેવાય?
  સાવ અઢી અક્ષરનો શબ્દ”પ્રેમ”
  નાનો ના પડે..?
  કે
  પછી એ જ …!!!

  waah !
  haa e j prem ni niswaarth laagani…
  kyaa baat he..sundar rachana didi.. 🙂

  Like

 7. જ્યારે આન્ખ મા તમારી, ચકચુર થઈ ગયો,
  બસ એક્દમ અચાનક, મશહુર થઈ ગયો.
  – paulin shah

  Like

 8. બહુ વજનદાર શબ્દો પણ લાગણિ તેની તેજ….આને જ કવિ કહેવાતા હશે નય,…….

  Like

 9. aatla bdha e lakhyu pachiiiiiii

  સાવ અઢી અક્ષરનો શબ્દ”પ્રેમ”
  નાનો ના પડે..?
  કે
  પછી એ જ …!!!

  સ્નેહા-અક્ષિતારક,

  lage che k che to ejjjjjjjj…….hriday ne chiri nakhe evi ek j vastu che….. prem .. prem…. n prem….

  nice.

  Like

 10. યે સ્નેહાઝી.. હાસુ કવ.. આવી યીમોસનલ પોયમ વાંસતી વખતે થોડી વાર આ દુનીયા થી સંપર્ક કપાઈ ગ્યો હોય યેવું લાઈગુ.. મેં વાંસેલી બેશ્ટ પોયમ કે લાઈન્શ માં ની યેક તમારી સે.. યે કોન્ગ્રેટશ.. તમને મારો વાલો ભગવાન આવુ અતીશુંદર શાહિત્ય લખવાની પ્રેરણા આપે યેવી પ્રાર્થના..

  – હકોભાભો રબારી

  Like

 11. તારું નામ સાંભળુ તો
  કર્ણ-પટલ મધુરા સૂરોની
  હારમાળાથી છલકાઈ ઊઠે છે.

  aa line khub gami

  Like

 12. Believe me, your poem is the one,
  Whom my heart finds,
  Whom my mind reminds me of,
  Whom my destiny wants,
  Whom I love the most.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s