“મિલન-હત્યાનું” પાપ

આ હવા હજી હુંફાળી છે,
આ ધડકન હજી તોફાની છે,
આ આંખે શરમની લાલી છે,
તું હજી જાગે છે,
એની આ નિશાની છે…

અહીં પ્રિયતમા એના પ્રેમીને યાદ કરે છે અને દિલ પોકારી પોકારીને જાણે ફરિયાદ કરે છે.એનો પ્રિયતમ એનાથી દૂર દૂર જઈને બેઠો છે.દિવસ તો જેમ તેમ કરીને એણે કાઢી નાખ્યો, પણ આ કાળી રાત..હાય રે..કેમ કરીને વીતે..?બસ અંદર અંદરથી અંતર એક સાદ પોકારે છે.આકાશમાં ખાલી કોરી ધાકોર આંખે એકીટશે નિહાળે છે,તારાઓની ગોઠ્વણીથી એના પિયુજીનો ચેહરો દેખાઈ જાય રખેને..!!ક્યાં તો કોઈ તારો તૂટી પડે ને એ પળે વ્હાલાના મિલનની ક્ષણ યાચી લે પ્રભુ પાસે..!!

તારાઓની રોશનીમાં ચાંદ સાથે મીઠડા ચાંદને એક સંદેશો મોકલે છે.. પાગલ વહેતી હવાને થોડી વીનવી લે છે કે મારો ચાંદ સૂવાની તૈયારીમાં છે,જરા ધીરેથી એના ઘુંઘરાળા કાળા વાળને સહેલાવજો અને એના કાનમાં મેં મોકલેલું પ્રણય ગીત સંભળાવજો.કહેજો,તું હજી જાગે છે એ મને ખબર છે હું તારી આપણા મીઠા સપનાઓની દુનિયામાં બેકરારીથી તારી રાહ જોવુ છું.અને હા…જોજો… સંભાળીને…તમારા પગરવના અવાજથી પાછી એની નાજુક,સંવેદનશીલ નીંદર ઊડી ના જાય..ધ્યાન રાખજો.નહીંતર મારા મીઠા સોણલાં એના આગમનની રાહ જોતા જ રહી જશે. એ નીલા સપનાઓની દુનિયા…જ્યાં એ મને એના અનરાધાર સ્નેહથી ભીંજવી દે છે.એના પ્રેમથી આકંઠ છલકાવી દે છે.જ્યાં એનું ધૈર્ય બધા બંધનો ફગાવીને મને એ બેફિકરાઈથી મને મળે છે.એ મિલન અધુરું રહી જશે અને તને “મિલન-હત્યાનું” પાપ લાગશે.

મહેરબાની કરીને મારું આટલું કામ કરી દે ઓ વહેતી હવા..ભગવાન તને સો વરસની કરે,તારા બધા અરમાનો પૂરા કરશે,તું ચીર-યૌવન પામે..બસ હું ઈશ્વર પાસે તારા માટે એવી પ્રાર્થના જ કરી શકું…

સ્નેહા-અક્ષિતારક,
૧૫-૧૨-૦૯,રાતના ૧૦.૩૦ વાગ્યે

Advertisements

11 comments on ““મિલન-હત્યાનું” પાપ

 1. very good ….!!! keep it up Sneha … !! લાગણીઓનાં નીર ને નિ:ખાલસ શબ્દો દ્વારા આમ જ છલકાવતી રહે … વહાવતી રહે …

  Like

 2. આ માટે જ કવિઓ પ્રત્યે મને માન છે (અને ઈર્ષા પણ!) આટલી બધી ઊર્મિઓના ધોધને હથેળીના સંપૂટમાં સમાવવાની શક્તિ કવિ પાસે જ હોય છે.
  સાદર સલામ !

  Like

 3. આ હવા હજી હુંફાળી છે,
  આ ધડકન હજી તોફાની છે,
  આ આંખે શરમની લાલી છે,
  તું હજી જાગે છે,
  એની આ નિશાની છે…
  હવા હુંફાળી હોય, ધડકન તોફાની હોય,આંખે શરમની લાલી હોય, ત્યાં નિંદ્રાને ક્યાં કોઈ સ્થાન હોય!
  સુંદર અભિવ્યક્તિ!!

  Like

 4. આ હવા હજી હુંફાળી છે,
  આ ધડકન હજી તોફાની છે,
  આ આંખે શરમની લાલી છે,
  તું હજી જાગે છે,
  એની આ નિશાની છે…KHUBAJ SUNDER RACHANA

  Like

 5. તમારા પગરવના અવાજથી પાછી એની નાજુક,સંવેદનશીલ નીંદર ઊડી ના જાય..ધ્યાન રાખજો.નહીંતર મારા મીઠા સોણલાં એના આગમનની રાહ જોતા જ રહી જશે. એ નીલા સપનાઓની દુનિયા…જ્યાં એ મને એના અનરાધાર સ્નેહથી ભીંજવી દે છે.એના પ્રેમથી આકંઠ છલકાવી દે છે.જ્યાં એનું ધૈર્ય બધા બંધનો ફગાવીને મને એ બેફિકરાઈથી મને મળે છે.એ મિલન અધુરું રહી જશે અને તને “મિલન-હત્યાનું” પાપ લાગશે.

  su kahu have tamara vakhan maa…
  bas sabdo ne viram aapvo j rahyo..
  just feel upspokan words..

  Like

 6. સ્નેહા…તમારૂ પ્રિયતમાની વિરહ વેદનાની રચનાં વાંચીને મને મેઘદૂતની યક્ષની યાદ આવી ગઇ….ખુબ જ સરસ…..
  ————————————————————–

  બરકત વિરાણી ‘બેફામ’…

  બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઇમાં,
  કે નહોતી રાત જુલ્ફોની, વદનની ચાંદની નહોતી.

  તમારું સ્વપ્ન એ રીતે નયનનો ભાર લાગે છે,
  વિરહમાં જાણે કે છૂપા મિલનનો ભાર લાગે છે.

  શીશ પટકીને તમારું આંગણું મૂકી ગયા,
  રક્તથી રંગેલ એક સંભારણું મૂકી ગયા.

  તમે એક વાર જેને રાત દઇ જાઓ છો જીવનમાં,
  દિવસ મળતો નથી એને સૂરજની રોશનીમાંથી

  Like

 7. આ હવા હજી હુંફાળી છે,
  આ ધડકન હજી તોફાની છે,
  આ આંખે શરમની લાલી છે,
  તું હજી જાગે છે,
  એની આ નિશાની છે…

  ‘milan hatya nu pap ‘ saras e tooooooo ochu che kahevuu…….. tu kahe che k amara jeva vachak ne karne lakhai jay che….. pan hu kahu chuame avu na vanchie to amne ek sara vichar hatya nu pap lagi jay……… saras really mai pase shabdo nathi aa lagni ne vyakta karva mate…..

  Like

 8. ખુબજ હૂંફાળી પંક્તિઓ.
  પાંચ પંક્તિમાં આખી વસંત ભરી દીધી તમે.

  સ્નેહાદીદી, આ પંક્તિઓ વિઝ્યુઅલાઇઝેશન છે કે પછી ડાઇરેક્ટ હ્રદયની જવાબવહીમાંથી કોપી મારી?? હ્મ્મ!!!!

  keep it up.

  Like

 9. આ હવા હજી હુંફાળી છે,
  આ ધડકન હજી તોફાની છે,

  ekdam saras..thandi na divaso maa jem taapnii mithi laage tevi j che aa rachana.. 🙂

  Like

 10. આ હવા હજી હુંફાળી છે,
  આ ધડકન હજી તોફાની છે,
  આ આંખે શરમની લાલી છે,
  તું હજી જાગે છે,
  એની આ નિશાની છે…

  સુન્દર દૃશ્ય કવનની પંક્તિ પૂર્તિ કર્યા વિના નહિ રહેવાય

  આ પર્ણૉ મર્મર થથરે છે.
  ને ઓસ બિન્દુઓ ફુટે છે
  આ દિપક પણ સુસ્તાયો છે
  તું હજી જાગે છે,
  એની આ નિશાની છે…

  Like

 11. આ હવા હજી હુંફાળી છે,
  આ ધડકન હજી તોફાની છે,
  આ આંખે શરમની લાલી છે,
  તું હજી જાગે છે,
  એની આ નિશાની છે…

  ‘milan hatya nu pap ‘ saras e tooooooo ochu che kahevuu…….. tu kahe che k amara jeva vachak ne karne lakhai jay che….. pan hu kahu chuame avu na vanchie to amne ek sara vichar hatya nu pap lagi jay……… saras really mai pase shabdo nathi aa lagni ne vyakta karva mate…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s