સાવ અચાનક ….

સાવ અચાનક તું શુભ-સવાર કહી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક તું પ્રેમ વરસાવી દે,
એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક ઝાકળિયા સ્પંદનો મનમાં ફૂટી નીકળે
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક દિલના ખૂણે તું ધડકી ઊઠે,
એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક તારું અતરીયું સ્મરણ મન ભરી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક વાદળોની પેલે પાર તારી સાથે ઉડવા માંડું,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક તારા પગલાં પર પગ ગોઠવી પગલાં માંડું,
એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક રેતીમાં આપણા શમણાનું ઘર ઉપસી આવે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક જ હું તું અને તું હું થઇ જાઉં,
એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક જ બધું જ ધારણાની સીમાઓ તોડીને
એકદમ અચાનક થઇ જાય-
એની મજા જ કંઈક અલગ છે…

એક અનાયાસ જ ખુશીઓનો ખજાનો હાથ લાગી જાય
અને તમારો જીવન-બાગ અચાનક જ મહોરી ઊઠે.
એવી શુભેચ્છા સહ તમને દિલ થી શુભ સવાર….

સ્નેહા-અક્ષિતારક,
૨૫-૧૧-૦૯.સવારના ૧૦.૩૦ મીનીટે

Advertisements

11 comments on “સાવ અચાનક ….

 1. સાવ અચાનક તું શુભ-સવાર કહી દે,
  એની મજા જ કંઈક અલગ છે.
  સાવ અચાનક તું પ્રેમ વરસાવી દે,
  એની મજા જ કંઈક અલગ છે.

  બધુ સાવ અચાનક હોય તે તો ગમે જ ને….

  અને સ્નેહાનુ પણ આમ સવાર સવારમા, સાવ અચાનક જ રચી દેવું એતો વળિ ખુબ જ ગમે….

  તને લાખ લાખ સલામ એટલા માટે કે હજી ગઈ કાલ્ની પોસ્ટ્માં તુ સાસરે જતી છોકરી બનીને ધડક્તી હતી અને રિવાજો ઉપર અકળાયેલી હતી…અને આજે આ બ્લોગ મા રેતીમા સમણાનુ ઘર જોઈને હરખાતી અંદરથી ભરપુર જીવતી એક પ્રેમાળ સ્ત્રી….

  સાચે આ બધુ કંઈ એટલું સરળ નથી..પણ અમને તો એ બધુંયે બહુ ગમે છે..

  થેન્ક્સ ફોર ગિવિન્ગ…”સાવ અચાનક..”…

  Like

 2. સાવ અચાનક તમારો મેઈલ કે ફોન આવી જાય

  તેની મજા જ કાંઈ ઓર છે….

  વાહ , સ્નેહા સરસ .

  મજા આવી. આભાર

  Like

 3. wah wah khub saras rachna………….

  સાવ અચાનક રેતીમાં આપણા શમણાનું ઘર ઉપસી આવે,
  એની મજા જ કંઈક અલગ છે.
  સાવ અચાનક જ હું તું અને તું હું થઇ જાઉં,
  એની મજા જ કંઈક અલગ છે

  khub saras……….
  keep write

  God Bless You

  Like

 4. સાવ અચાનક વાદળોની પેલે પાર તારી સાથે ઉડવા માંડું,
  એની મજા જ કંઈક અલગ છે…
  🙂
  achaanak thaiyeli vaat ni majaa j or hye..
  hummm..majaa aavi achaanak vaanchi ne.. 🙂

  Like

 5. સાવ અચાનક તારો બ્લોગ મળે અને તુ મનની વાત કહે એની મજા કઈઅ ઔર છે
  સપના

  Like

 6. extremely superb…….

  એક એક વિશેષણ – એક એક વિચાર મસ્ત છે; આક્લાદ્ક છે…….

  ઝાકળિયા સ્પંદનો

  દિલના ખૂણે તું ધડકી ઊઠે

  અતરીયું સ્મરણ મન ભરી દે

  તારા પગલાં પર પગ ગોઠવી પગલાં માંડું

  રેતીમાં આપણા શમણાનું ઘર ઉપસી આવે

  and the most lovable is
  હું તું અને તું હું થઇ જાઉં

  the best….
  so simple yet so perfect….
  too good…..

  કાંઇક અલગ જ મજા છે જી……..
  Morning is always good…….
  N Joy 🙂

  Like

 7. … બ્લોગ ખુબ જ સરસ છે.
  અને
  બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
  હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
  હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ]
  http://palji.wordpress.com

  Like

 8. સાવ અચાનક રેતીમાં આપણા શમણાનું ઘર ઉપસી આવે,
  એની મજા જ કંઈક અલગ છે.
  સાવ અચાનક જ હું તું અને તું હું થઇ જાઉં,
  એની મજા જ કંઈક અલગ છે.

  saras rachana chhe.. khub gami

  Like

 9. Dear Friend Sneha

  Today I read yours poem Saav Achanak. It’s very wonderful and I like very much. I am also Instant Poet. If you sharing with me yours writing experience, Please send me email.

  With Love and Many Greetings
  Yours Poet Friend
  Pradeep Vyas

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s