સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું??

વર્ષોથી એક પ્રશ્ન મારા મનમાં ઘુમતો , ફરતો, અથડાતો આવ્યો છે , “લગ્ન પછી આપણાં સમાજ માં સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું?” આવો કાયદો કોણે ઘડ્યો હશે અને ક્યારે ઘડાયો હશે? ઘડ્યો તો ઘડ્યો પણ એને સર્વાનુમતે કે યેન કેન પ્રકારેણ આ સમાજ પર કોણે ઠોકી બેસાડ્યો હશે??

એક બાજુ જ્યારે સમાજ એકદમ મજબુતાઈથી કહે છે કે સ્ત્રી એક અબળા નારી છે અને બીજી બાજુ એ જ સમાજ કહે છે કે દરેક સ્ત્રીમાં એક ગજબની કોઠાસૂઝ હોય છે.એ દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને આસાનીથી ઢાળીને સંજોગો અનુસાર જીવી શકે છે.મને આ સમાજ ના બેવડા ધોરણો બહુ જ ગુંચવે છે.સમજાતા જ નથી.જ્યારે મન થયું ત્યારે સબળા ને જ્યારે સમય આવે અબળા..!!

ચાર આંગળીને પ્રકૃતિ (નારી)કહે છે અને અંગુઠાની પુરુષ ની સાથે સરખામણી..! એક અંગુઠા વગર ચારે ય આંગળી નકામી.!બસ..મારી મચડીને લોકો મન ફાવે તેમ ઉદાહરણો આપી આપીને સ્ત્રીઓને સમજાવે રાખે છે કે તમે ગમે તેટલી ટોચ પર જાઓ પણ રહેશો તો હંમેશા પુરુષોના પગની જૂતી જ…!!!નારીને રૂડા-રૂપાળા નામ ના આંચલ હેઠળ ડાહી ડાહી કહીને સમાજના અમુક બંધનોમાં બાંધી રાખવાની.શું ડાહી એટલે ખોટી વાતો ચલાવીને બધે કોમ્પ્રોમાઈઝ કરતા રહેવું એજ ડાહી આદર્શ ભારતીય નારીની જીંદગી..???એણે પરણીને પતિદેવ માટે બે-બે દાયકાના માવતરના સંબંધો પળવારમાં છોડીને એક ઝાટકે જાતને મૂળ સમેત ઉખેડીને સાસરાના ક્યારામાં રોપી દેવાની.ભલે ને ક્યારો ગમે તેવો હોય,હવામાન અનુકુળ આવે કે ના આવે.,કાળજીરુપી ખાતર એણે નંખાય કે ના નંખાય,એણે તો સદાય હાસ્ય સમેત મઘમઘતા જ રહેવાનું અને કાંટા વગરના ગુલાબના ફૂલો આપતા જ રહેવાનું.!!!કેમ….?

સમાજ હંમેશા સ્વીકારતો આવ્યો છે કે નારીઓની માનસિક મજબુતાઈ પુરુષોથી ક્યાંય વધુ હોય છે.તો પછી શારીરિક મજબુતાઈને મહત્વ આપીને કાયમ પ્રાધાન્ય કેમ અપાય છે?અમુક વાર તો સ્ત્રીઓ નાજુક ઘડામણ છતા શારીરિક રીતે પણ પુરુષોને પાછા પાડતી આવી છે.!!ચાલો માન્યું કે પુરુષો વધુ મજબુત તો એ કેમ લગ્ન કરીને સાસરે ના જાય? કેમ પોતાની જાતને સાસરીના વાતાવરણને અનુરૂપ ઢાળી ના શકે?આ ભેદ-ભાવ કેમ…?

ભગવાને ઉપરથી તો કઈ રિવાજોનું સૂચી-પત્ર બનાવી ને મોકલ્યું નથી ને? આ બધાનું ઉદ્ભવસ્થાન તો નીચે રહેલા મનુષ્યોનાં મગજ ની જ દેન છે ને? જો કે સમાજમાં એકાદ-બે રડ્યા ખડયા કિસ્સા અપવાદરૂપે નીકળી આવે છે , જેમાં સંતાનો પોતાની માની અટક પોતાના નામ સાથે સગર્વ જોડે છે.બાકી તો દીકરી પોતે જ પોતાની પિયરની મૂળ અટક ભૂલી ગઈ હોય છે. વળી પરણ્યા પછી પોતાના માબાપ વિષે એ સાસરીમાં વધુ પડતી ચર્ચા પણ ના કરી શકે કે લાયક હોવા છતા વખાણ પણ ના કરી શકે. કોણ જાણે કેમ પિયર હંમેશા સાસરીથી નીચું હોય તો જ સાસરીનું ગર્વ વધે.કેમ એમ..??? મા-બાપ વખાણવા યોગ્ય હોય તો તમે ગર્વથી કેમ એમના વિષે બોલી ના શકો? મા-બાપ પર ગર્વ કરવો  એ તો દરેક સંતાન નો હક છે તો એ હક દીકરીઓ પાસેથી ઝુંટવી લેવાય છે..!!કેમ…?

વળી મા-બાપ જો આર્થિક સંકડામણમાં હોય તો દીકરી પોતાની મરજીથી પોતાની કમાણીમાંથી એમને મદદરૂપ પણ ના થઇ શકે.એના માટે પણ એણે પતિ -સાસરી વાળાની મરજી અને રજામંદીને આધીન રહેવાનું.પતિદેવ કેટલું પૂછી પૂછી ને માબાપ ને પૈસા આપે છે? એ તો દીકરાના મા – બાપ નો હક કહેવાય…વાહ રે સમાજ…આવા ભેદ-ભાવ કેમ…?
સમાજમા થોડા ઘણા કેસ આનાથી વિરદ્ધ હશે ..પણ મોટાભાગે આપણા ભારતીય સમાજમાં સ્થિતિ તો આ જ રીતે જોવામાં આવી છે.વર્ષોથી શ્રી રામ ના સમય થી કે અત્યારના રેમ્બો કલ્ચર સુધી….કેમ…??


અહી પુરુષોને દુખ પહોંચાડવાનો કોઈ જ આશય નથી.આ તો સમાજમા જે ચીલો પડેલો છે એ રીવાજ પર ગુસ્સો છે. એ બાજુ ખાસ ધ્યાન દોરું છું…

સ્નેહા-અક્ષિતારક,
૨૨-૧૧-૦૯,બપોરના ૫.૦૦વાગ્યાનાં.

u can see more discussion at orkut community..

http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=40756757&tid=5416338963148496045&start=1

50 comments on “સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું??

  1. તમારો પ્રશ્ન બરાબર છે. ભગવાને ઉપરથી કોઇ શુચિપત્ર બનાવીને નથી મોકલ્યું. ..પુરૂષો દ્વારા વડે જ ઘડાયેલ છે આ બધા રિવાજો…

    અને જે સદીઓથી આપણે સૌ અનુસરતા આવ્યા છીએ.
    દીકરી, કે દીકરાના ઉછેરમાં જો માતા પિતાએ કોઇ ભેદભાવ નથી રાખ્યા..તો એમની ફરજમાં પણ ભેદભાવ શા માટે ? જેટલી ફરજ એક દીકરાની છે તેટલી જ દીકરીની પણ છે જ.
    આપણા સમાજના ઢાંચાને લીધે માતા પિતા પણ દીકરીની મદદ લેવા રાજી નથી હોતા. દીકરીને ફકત દેવાય જ.. લેવાય નહીં..પહેલાના સમયમાં સ્ત્રી જયારે સાસરે જરા પણ સ્વતંત્ર નહોતી ત્યારે અમલમાં લવાયેલ આવા અનેક રિવાજો આજે સમયની સાથે બદલાવા જોઇએ..જે જલદી નથી બદલાતા.

    મારા પોતાના મમ્મી પપ્પાને ખૂબ કહેવા છતાં વરસો સુધી મારે ઘેર પાણી સુધ્ધાં નહોતું પીધું.

    જોકે એક પ્રશ્ન પૂછવા જેવો ખરો કે આજે દીકરીને બદલે દીકરો સાસરે જાય તો જમાઇને કાયમ રાખવા કેટલા માબાપ તૈયાર થાય ? હાઆઆઆઆઅ

    હા, જમાઇ વહુની માફક રહેવા તૈયાર થાય તો બની શકે…..

    પ્રયોગ કરવા જેવો ખરો ?

    Like

  2. ડિયર અક્ષિતારક,

    તમારી સ્ત્રી જાતિ પ્રત્યેની વ્યથાને ખુબ સુંદર વાચા આપવા બદલ અભિનંદન. વાચવાની ખુબ મજા પડી. તમારો અક્ષરે-અક્ષર સત્યનો પડઘો લાગ્યો.

    વાત એકદમ વિચારપ્રેરક ખરી કે આવો રિવાજ કેમ?
    અને ભારતની જ નહી દુનિયાભરની દરેક સંસ્કૃતિમાં આ જ રિવાજ છે.
    તો વિચારતા વિચારતા પાછળ જઈને જોઈએ, પત્થરયુગમાં, ગુફાયુગમાં નજર નાખીએ તો કંઈક પગેરું આવુ મળે કે
    પુરુષો શરીરમાં પહેલેથી બળવાન અને હિંસક જ્યારે સ્ત્રીઓ આ બાબતોમાં થોડી નબળી. પુરુષ પહેલેથી જ ખોરાક અને ભરણ પોષણ પુરુ કરે એટલે એણે ચલાવી પોતાની મરજી. કદાચ આ જ બાબતે સ્ત્રીઓને મજબુર બનાવી હશે આવા રિવાજની શરુઆત માટે.
    આપણે પ્રકૃતિ તરફ નજર કરીએ તો એમાં પણ થોડું આવું જ સામ્ય જોવા મળે છે કે નર માદા માટે લડાઇ કરી એને જીતે છે અને બળિયો નર એ માદા જોડે અલગ સંસાર માંડે છે. અહિ પ્રકૃતિમાં ફરક એટલો કે માદાએ નરના માતા-પિતાને ભાગ્યે જ સાચવવા પડે છે. આપણી સમાજ રચનામાં અને લગ્નના આ રીતિરિવાજોમાં જો સ્ત્રીઓને પોતાના પતિ સાથે લગ્ન બાદ ફરજિયાતપણે અલગ રહેવા જવા દેવાનો વિકલ્પ મળી જાય તો? તો કદાચ આપણા સમાજની ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જાય.

    Like

  3. સ્નેહા, તે તો દુનિયાભરની સ્ત્રીઓના હૈયામાં રહેલી આ કોયડારૂપ અને અણગમતી વાત કહી દીધી… અમે પણ વાત વાતમાં હસતા હોઈએ ( હૈયું તો રડતું જ હોય હો..!! 🙂 ) કે કાશ .. એવો પણ સમય આવે કે અત્યારે જે ચક્ર ચાલે છે તે પલટી જાય..! પણ એ માટે યુગોના યુગો વીતી જશે તો પણ બદલાવ આવશે કે કેમ એ પણ ખબર નથી.. ઘણીવાર વિચાર આવે છે કે આપણે રિવાજ અને ધર્મ ને એવા જોડી દીધા છે કે રિવાજ ને ધર્મ માની ને અનુસરીએ છીએ..

    બાકી તે જે લખ્યું છે, તેમાં ખરેખર સ્ત્રીઓના છુપા-દર્દ ને વાચા આપી છે .. ! અભિનંદન.

    Like

  4. સોરી મેં આખો આર્ટીકલ હજી વાંચ્યો નથી પણ અત્યારે ખાલી જાણકારી માટે એટલું કહું છું કે નેપાળી લોકો માં કન્યા પક્ષ ને વધારે મહત્વ અપાય છે…

    જો કે કન્યા જ સાસરે જાય છે , પણ તેમના માં બનેવી કરતાં સાળા નું માન વધારે… અને એવી જ રિતે દરેક રિલેશન માં કન્યા પક્ષ નું પલડું ભારે….

    સમાજ જ બધું નક્કિ કરે છે, અહીં પણ એવું થવું અશક્ય નથી જ !

    Like

  5. મુંઝવણ ને સારી વાચા આપી છે, આખો લેખ સરસ છે.

    પણ અત્યાર ના સંજોગો માં સાસરે જવનુ રહેતુ નથી. હા, રિવાજો નીભાવવાના હોય છે અને તહેવારો સાસરે ઉજવવા પડે, તે સાચુ.

    હવે તો , માળા માં થી પંખી છુટા પડે તેમ છુટા જ પડી જવાનુ રહે છે.

    સરસ વિચાર રજુ કરવા બદલ તને અભિનંદન.

    Like

  6. નમન, સમાજ જ બધું નક્કિ કરે છે..!!

    .સમાજ એટલે કોણ? મારા ઘરમાં મારે કેટલા અનાજ પાણી ની જરૂર છે, એ નક્કી કરે એ સમાજ?

    .મારી પ્રાથમિક જરૂરિયાતો કઈ, એ જે નક્કી કરે એ સમાજ.?

    .મારા દિલના ઊંડાણમાં દુઝ્તો ઘાવ સતત રીસતો રહેતો હોય ,એની દવા દારૂ કરી શકવાને અસમર્થ એ સમાજ ?

    .દિલમાં અકથ્ય વાચાઓની ટ્રક ભરીને નવલકથાઓ લખાઈ શકે એટલી વાતો ભરેલી હોય અને એ પસ્તીનો ભાવ ગણીને ખુશ થાય, એ સમાજ??

    .આ સમાજ શબ્દ બહુ અઘરો અઘરો નથી નમન?? મને તો એ નથી સમજાતો. જરા વિસ્તારે સમજાવીશ?

    Like

  7. એક કામ કરો. તમે જ તમારાથી શરૂઆત કરો. પહેલ કરવાથી બીજાઓને પણ પ્રેરણા મળશે..

    Like

  8. આવી કોમેન્ટ આપીને આંખ આડા કાન કરવાનો પ્રયત્ન કેમ કરો છો કાર્તિકભાઈ??આમાં પણ નારીએ જ પહેલ કરવાની????

    તમે પણ તમારાથી શરુઆત કરી શકો છો જ ને… ઉપર નીલમદીદીની કોમેન્ટ જુવો,”એક પ્રશ્ન પૂછવા જેવો ખરો કે આજે દીકરીને બદલે દીકરો સાસરે જાય તો જમાઇને કાયમ રાખવા કેટલા માબાપ તૈયાર થાય ? જમાઇ વહુની માફક રહેવા તૈયાર થાય તો બની શકે…પ્રયોગ કરવા જેવો ખરો ?”

    ..બોલો, તમે તૈયાર છો???

    આ તો આડા પાટાની વાત થઈ કાર્તિકભાઈ..આમ કઈ એક બીજાને કહેવાથી આ દુષણનો અંત કયાં આવશે? પણ આ જે છે એ સમાજની વરવી વાસ્તવિકતા છે જ..એની તમે ના નહી જ પાડી શકો.

    Like

  9. સ્નેહાજી, સમાજ એટલે બિજા નહીં પણ સમાજ એટલે આપણે ખુદ…..

    જ્યારે આપણે દુનિયાને ખરાબ કહેતા હોઇએ છીએ ત્યારે હકીકત માં આપણે આપણ ને જ વગોવતાં હોઇએ છીએ….. ભલે એ દુષણ આપણા માં હોય કે ન હોય !

    –>–>–> “public is merely a multiplied of me”

    અને બદલાવ એટલે વિચારો માં ક્રાંતિ !

    સ્નેહાજી, બદલાવ એક ઝાટકામાં આવતો નથી, અને એમાં આવો બદલાવ તો પેઢીઓ વઇ જાય….!
    બની શકે કે આનું પરિણામ તમારી ૧૦મી, ૨૦મી કે ૫૦મી પેઢી માં જોવા મળે અથવા તો ન પણ મળે !!

    બિજું થોડી અમારા કુટુંબની વાત કરી લઉં… અમારા દાદા-પરદાદા નું આખું કુટુંબ જોઇએ તો ખૂબ જ મોટું થાય… એમાનાં જે સૌથી મોટા વડીલ અત્યારે હયાત છે એમનાં ઘરમાં એક છોકરાએ થોડા વર્ષો પહેલાં intercast લવ-મેરેજ કર્યા….. અમારાં કુટુંબ નો એ સૌથી પહેલો જ લવ-મેરેજ નો પ્રસંગ અને એ પણ intercast….! શરુઆત માં ઘણી વાતો થઇ… પણ પછી બધું એક્સેપ્ટ થઇ ગયું… મોટા ઘરના દિકરા એ જ ચીલો ચીતર્યો અને એ પછી એમના ઘરનાઓએ પણ એક્સેપ્ટ કર્યું…. એ પછી તો કુટુંબ નાં બિજા ચાર ભાઇઓ એ intercast લવ-મેરેજ કર્યા…. હવે એમાં કોઇ ને કાંઇ અજૂગતું લાગતું નથી !

    આ તો જોકે બહું નાની વાત થઇ અને તમે કહો છો એ પ્રથા બદલવાની, પ્રમાણ માં ખૂબ જ મોટી વાત છે પણ શક્ય છે….

    આજે સચીન boost પીએ છે તો આપણા બાળકો ને પણ boost જોઇએ છે, કાલે સચીન horlicks પીશે તો આપણા બાળકો ની demand પણ changed !! શાહરુખ ખાન airtel use કરે છે, આપણે પણ airtel ! અભિષેક idea તો આપણે પણ idea !!

    આ તો થઇ નાસમજ teenagers ની વાત;
    પણ માફ કરજો આપણા સમાજ નાં મોભીઓ પણ થોડા-ઘણાં આ નાસમજ teenagers જેવાં જ છે !
    .
    .
    .
    મોટો અને મજબૂત બદલાવ લાવવો હોય તો જેના ખભા પર બંદૂક ટેકવવાની છે એ ખભા પણ મોટા અને મજબૂત હોવા જોઇએ….!
    .
    .
    .

    આ વૈચારિક ક્રાંતિ પેઢી દર પેઢી પ્રસરે છે….
    આપણા એકલ-દોકલ નાં ઘરમાં આવા પ્રસંગો બનવાથી એમને અપવાદ ગણવામાં આવશે…. અથવા તો ગણવામાં જ નહીં આવે !!!

    પણ તમે તમારી social life વિષે જેની સલાહ લો છો,કે પછી તમારા આડોશ પાડોશ માં જે socially વધારે active હોય, કે પછી તમારા કુટુંબનાં કોઇ મોભી, કે પછી તમે અને તમારી આસ-પાસ નો બહોળો વર્ગ જેને social life માટે આદર્શ ગણતા હોય તેવા કોઇ નાં ઘરમાં જો આવો પ્રસંગ બને અને એવું નહીં કે પરાણે બને પણ જો તેને રાજી ખુશી થી એક્સેપ્ટ પણ કરવામાં આવે તો જરુરથી બધા વિચાર માં પડી જાશે…. હું જે આ વસ્તુ કહું છું એ કોઇ instant વસ્તુ નથી પણ એના માટે પૂરતાં જરુરી સંજોગો નું નિર્માણ પણ થવું જરુરી છે…….
    અને પછી થોડા સમયમાં જ જો બિજા કોઇ મોટા ઘર માં આવો પ્રસંગ બને તો ધિરે-ધિરે બધા માં એક નવી સમજ નું ઘડતર ચાલુ થઇ જાશે…….. અને જો એવું ન થયું તો પાછું થોડા વર્ષો કે સદી ઓ ની ધીરજ ધરવી પડશે….!!!

    સ્નેહાજી, મેં પહેલાં કહ્યું કે બદલાવ એક ઝાટકામાં આવતો નથી, પણ એક્ચ્યુઅલી બદલાવ હંમેશા અને નિરંતર ચાલુ જ હોય છે અને ચાલુ જ રહેવો જોઇએ…………

    —> chaNge is the law of Life
    —> Nothing is permanent except chaNge

    પણ બદલાવનું દેખાતું પરીણામ આવતાં વાર લાગે છે, તમારા મન માં એક નવો સ્ફૂરેલો વિચાર પણ બદલાવ છે, બસ એનું implimentation વાર લગાડે છે !

    તો be positive
    & think positive & smile 🙂
    .
    .
    .
    હજી એક વાર કહું છું કે આ process બહુ ધીમી છે પણ પરીણામ મેળવવા માટે સતત અને નિરંતર ચાલુ રહેવી જોઇએ….. એનો મતલબ એ નથી કે આપણે એ દિશા માં તડ ને ફડ નિર્ણયો લઇ લેવા પણ આપના અમુક decisions એ મુજબ નાં હોવા જોઇએ, આપણે આપણા વિચારો માં સ્પષ્ટ અને મક્કમ હોવાં જોઇએ….
    .
    .
    .
    હવે હું તમને એક સવાલ પૂછું…….

    માની લો આજે એ પ્રથા અમલ માં આવી ચૂકી છે કે છોકરો પોતાનું ઘર છોડી, મા-બાપ ને છોડી સાસરે જાય છે… ત્યાં નવા વાતાવરણ ને અનુરુપ થવાની ટ્રાય કરે છે, તેની પોતાની ઘરે તેને જવાની કે વાત કરવાની પણ છૂટ નથી; છોકરી નાં પક્ષનાં ને તેણે માન દેવાનું હોય છે………
    અને સદીઓ થી આ પ્રથા જ પડી ચૂકી છે,
    અને આવે સમયે કોઇ પુરુષ પોતાના બ્લોગ પર તેનાં મનની વ્યથા ઠાલવતો એક સળગતો સવાલ પૂછે કે છોકરો જ શું કામ સાસરે જાય ? છોકરી કેમ નહીં ??

    તો તમારો જવાબ શું હોય ???

    Like

  10. topic to bahu saras che n apne khoti charcha ma padvane badle sathe maline atle k man ……. n.woman solution lave to j possible bane……… aa samaj ne e badhu too apne ubhu karelu ek rekha chitra che…. baki kasu nathi atle sau koi jate pahel kare e vadhuuu yogya che……n ha sneha…..
    ek biji vat pan che k amuk striooo.. pan avi sharnagati atle purush ni….. svikarine jjj life jive che atleee.
    atle mane evu lage che k sikka na be baju ni jemm
    jivan rath na aa be chakra …..man n woman sathe mali ne vichare to e easy banse…butt ema toooooooooo bahu moto che….

    Like

  11. ***સૌથી પહેલા તો નમન તને ખુબ ખુબ અભિનંદન કે તું દરેક પોસ્ટ્નો ખુબ જ સમજી વિચારીને અને તટસ્થ જવાબ આપે છે..
    સ્નેહાજી, સમાજ એટલે બિજા નહીં પણ સમાજ એટલે આપણે ખુદ…..

    જ્યારે આપણે દુનિયાને ખરાબ કહેતા હોઇએ છીએ ત્યારે હકીકત માં આપણે આપણ ને જ વગોવતાં હોઇએ છીએ….. ભલે એ દુષણ આપણા માં હોય કે ન હોય !

    ***આ વાત હું મારા પૂરતી જ કહીશ એ ખાસ ધ્યાન રાખજે કે, મને જો કોઈ વાત માનવતા વિરુદ્ધ લાગશે,મારી સમજ્શક્તિ-દિલ એ માનવાની ના પાડશે તો હું એ સમાજ ને નથી માનતી.બાકી બોલવુ કંઈકને કરવુ કંઈક એ મને નથી ફાવ્તું.
    _______________________________________________–>–>–> “public is merely a multiplied of me”

    અને બદલાવ એટલે વિચારો માં ક્રાંતિ !

    સ્નેહાજી, બદલાવ એક ઝાટકામાં આવતો નથી, અને એમાં આવો બદલાવ તો પેઢીઓ વઇ જાય….!
    બની શકે કે આનું પરિણામ તમારી ૧૦મી, ૨૦મી કે ૫૦મી પેઢી માં જોવા મળે અથવા તો ન પણ મળે !!

    બિજું થોડી અમારા કુટુંબની વાત કરી લઉં… અમારા દાદા-પરદાદા નું આખું કુટુંબ જોઇએ તો ખૂબ જ મોટું થાય… એમાનાં જે સૌથી મોટા વડીલ અત્યારે હયાત છે એમનાં ઘરમાં એક છોકરાએ થોડા વર્ષો પહેલાં intercast લવ-મેરેજ કર્યા….. અમારાં કુટુંબ નો એ સૌથી પહેલો જ લવ-મેરેજ નો પ્રસંગ અને એ પણ intercast….! શરુઆત માં ઘણી વાતો થઇ… પણ પછી બધું એક્સેપ્ટ થઇ ગયું… મોટા ઘરના દિકરા એ જ ચીલો ચીતર્યો અને એ પછી એમના ઘરનાઓએ પણ એક્સેપ્ટ કર્યું…. એ પછી તો કુટુંબ નાં બિજા ચાર ભાઇઓ એ intercast લવ-મેરેજ કર્યા…. હવે એમાં કોઇ ને કાંઇ અજૂગતું લાગતું નથી !

    ***હા, આ વાતમાં હું તારી સાથે ૧૦૦% સહમત છું.
    _______________________________________________

    આ તો જોકે બહું નાની વાત થઇ અને તમે કહો છો એ પ્રથા બદલવાની, પ્રમાણ માં ખૂબ જ મોટી વાત છે પણ શક્ય છે….
    ***ના આ વાત (લવમેરેજ ની) એ કોઈ નાની વાત નથી.
    _______________________________________________
    આજે સચીન boost પીએ છે તો આપણા બાળકો ને પણ boost જોઇએ છે, કાલે સચીન horlicks પીશે તો આપણા બાળકો ની demand પણ changed !! શાહરુખ ખાન airtel use કરે છે, આપણે પણ airtel ! અભિષેક idea તો આપણે પણ idea !!

    આ તો થઇ નાસમજ teenagers ની વાત;
    પણ માફ કરજો આપણા સમાજ નાં મોભીઓ પણ થોડા-ઘણાં આ નાસમજ teenagers જેવાં જ છે !
    ***હા, એ તો છે જ.

    _______________________________________________.
    .
    મોટો અને મજબૂત બદલાવ લાવવો હોય તો જેના ખભા પર બંદૂક ટેકવવાની છે એ ખભા પણ મોટા અને મજબૂત હોવા જોઇએ….!
    .
    .
    .

    આ વૈચારિક ક્રાંતિ પેઢી દર પેઢી પ્રસરે છે….
    આપણા એકલ-દોકલ નાં ઘરમાં આવા પ્રસંગો બનવાથી એમને અપવાદ ગણવામાં આવશે…. અથવા તો ગણવામાં જ નહીં આવે !!!

    પણ તમે તમારી social life વિષે જેની સલાહ લો છો,કે પછી તમારા આડોશ પાડોશ માં જે socially વધારે active હોય, કે પછી તમારા કુટુંબનાં કોઇ મોભી, કે પછી તમે અને તમારી આસ-પાસ નો બહોળો વર્ગ જેને social life માટે આદર્શ ગણતા હોય તેવા કોઇ નાં ઘરમાં જો આવો પ્રસંગ બને અને એવું નહીં કે પરાણે બને પણ જો તેને રાજી ખુશી થી એક્સેપ્ટ પણ કરવામાં આવે તો જરુરથી બધા વિચાર માં પડી જાશે…. હું જે આ વસ્તુ કહું છું એ કોઇ instant વસ્તુ નથી પણ એના માટે પૂરતાં જરુરી સંજોગો નું નિર્માણ પણ થવું જરુરી છે…….
    અને પછી થોડા સમયમાં જ જો બિજા કોઇ મોટા ઘર માં આવો પ્રસંગ બને તો ધિરે-ધિરે બધા માં એક નવી સમજ નું ઘડતર ચાલુ થઇ જાશે…….. અને જો એવું ન થયું તો પાછું થોડા વર્ષો કે સદી ઓ ની ધીરજ ધરવી પડશે….!!!

    સ્નેહાજી, મેં પહેલાં કહ્યું કે બદલાવ એક ઝાટકામાં આવતો નથી, પણ એક્ચ્યુઅલી બદલાવ હંમેશા અને નિરંતર ચાલુ જ હોય છે અને ચાલુ જ રહેવો જોઇએ…………

    —> chaNge is the law of Life
    —> Nothing is permanent except chaNge

    પણ બદલાવનું દેખાતું પરીણામ આવતાં વાર લાગે છે, તમારા મન માં એક નવો સ્ફૂરેલો વિચાર પણ બદલાવ છે, બસ એનું implimentation વાર લગાડે છે !

    ***એકદમ સાચી વાત..પણ દરેક વાતની શરુઆત તો ક્યાંક થતી જ હોય છે ને..આ તો દરેક નારી ના મન મા આ સવાલ આવ્તો જ હશે..પણ મારી જેમ જાહેરમા બોલવાની હિંમત નહિ કરતી હોય..બસ..તારી આજુ-બાજુમાંથી જ ૧૦ સ્ત્રીઓને પૂછી જોજે.અભણ કે ભણેલી ગમે તે..પછી મને કહેજે .
    _______________________________________________
    તો be positive
    & think positive & smile
    .
    .
    .
    હજી એક વાર કહું છું કે આ process બહુ ધીમી છે પણ પરીણામ મેળવવા માટે સતત અને નિરંતર ચાલુ રહેવી જોઇએ….. એનો મતલબ એ નથી કે આપણે એ દિશા માં તડ ને ફડ નિર્ણયો લઇ લેવા પણ આપના અમુક decisions એ મુજબ નાં હોવા જોઇએ, આપણે આપણા વિચારો માં સ્પષ્ટ અને મક્કમ હોવાં જોઇએ….

    ***હું એક્દમ પોઝીટીવ જ છુ અને ખુશ ખુશ પણ..મેં હજી કોઈ જ નિર્ણયો ક્યાં લીધા છે ..!!!!!નિર્ણયો લેવાની વાત જ નથી.મારા મનમાં આ વિચાર કેટલા વર્ષોથી પનપે છે..નાની હતી ત્યારથી બસ એને ખાલી વાચા આપી છે બ્લોગ પર પોસ્ટ રુપે મૂકીને.
    _______________________________________________
    .
    .
    .
    હવે હું તમને એક સવાલ પૂછું…….

    માની લો આજે એ પ્રથા અમલ માં આવી ચૂકી છે કે છોકરો પોતાનું ઘર છોડી, મા-બાપ ને છોડી સાસરે જાય છે… ત્યાં નવા વાતાવરણ ને અનુરુપ થવાની ટ્રાય કરે છે, તેની પોતાની ઘરે તેને જવાની કે વાત કરવાની પણ છૂટ નથી; છોકરી નાં પક્ષનાં ને તેણે માન દેવાનું હોય છે………
    અને સદીઓ થી આ પ્રથા જ પડી ચૂકી છે,
    અને આવે સમયે કોઇ પુરુષ પોતાના બ્લોગ પર તેનાં મનની વ્યથા ઠાલવતો એક સળગતો સવાલ પૂછે કે છોકરો જ શું કામ સાસરે જાય ? છોકરી કેમ નહીં ??

    તો તમારો જવાબ શું હોય ???

    ****૧૦૦% તુ પૂછી શકે છે પ્રશ્ન..પણ પહેલા કેટલા પુરુષો તૈયાર થાય એ તો મને કહે..
    હવે એક સૌથી મહત્વ્ની વાત..મેં અહી કોઈ જ પુરુષ-વર્ગને દોષ નથી આપ્યો.. એક લાચારી અનુભવેલી છે સ્ત્રી તરીકે આ સમાજના રુડા રુપાળા બંધનો હેઠળ..ભણેલી ગણેલી સ્ત્રી ની જો આ દશા હોય તો એક અભણ નારીની શુ દશા હશે એની કલ્પના કરી જોજો..બસ એ જ એક આશય છે આ પોસ્ટ્નો મારો.
    HAVE A WONDERFUL DAY FRIENDS.

    Like

  12. @જહાન્વી…
    આ સમાજ ના વર્ષોથી પડેલા ચીલા છે..જો કે ધીમે ધીમે ક્રાંતિ આવી જ રહી છે…
    આજ કાલ નો પુરુષવર્ગ પણ સમજુ અને સહકાર આપ્તો થયો જ છે.ઘણા ઘરોમાં જમાઈને પુત્રસ્વરુપે ફરજો નિભાવતા જોયા જ છે મે..

    બસ આમ જ ધીરે ધીરે પતિ -પત્નિ એક બીજાને સમજી ને પોતાની મરજીનું થોડૂ આકાશ આપે ઊડવા માટે તો આ દુષણૉ એટલા અઘરા નહી પડે સમાજમા.એ પણ પછી સ્વિકારતો થઈ જશે આવા બદલાવ જેમ લવમેરેજ સ્વીકાર્ય થતા જ જાય છે ને..

    આમે સમાજ એટલે આપણા થકી ઘડાયેલ અને આપણા માટેના જ નિયમો ને..જે આપણે જ નિભાવવાના છે ને.

    ઉપર મેહુલભાઈ અને બિરજુભાઈએ પણ આ જ સંદભમાં વાત કરી છે ને..

    Like

  13. muddo kharekhar vicharva layak chhe..maru ama fakt ej kahevu chhe ke amuk vaato ke amu rivajo je apana mata-pita kare chhe e j aapne karta hoie chhie ene apane apani rite badli nahti shakta e pachhi mata-pita na maan khatar ke prem khatar bas emaj chalavi levi padti hoy chhe..

    Like

  14. hmmmmmmmmm maru ej kahevu che apna thi jj aa sharuaat thavi joiee n mans ma avela badlav ne aceept karvo joie…

    Like

  15. haa hume shaa cholariyo ne bichaari naari em j kahe vaay ?
    kem ?
    ane aa prathao…bus…aage se cha;li aarahi he…
    bus aamj chaaltu aavyu che ne,aam j chaalyaa karashe
    aapna jevaao ne kyaarek vichaaro na vantol maa khovaai jaie che..

    saras lekh che d.. 🙂

    Like

  16. હા, સ્નેહાજી, શરુઆત ક્યાંકથી તો થતી જ હોય છે…

    પણ મેં કહ્યું ને કે એના માટે પૂરતાં જરુરી સંજોગો નું નિર્માણ પણ થવું જરુરી છે…….
    .
    .
    .

    “આ સમાજ ના વર્ષોથી પડેલા ચીલા છે..જો કે ધીમે ધીમે ક્રાંતિ આવી જ રહી છે…
    આજ કાલ નો પુરુષવર્ગ પણ સમજુ અને સહકાર આપ્તો થયો જ છે.ઘણા ઘરોમાં જમાઈને પુત્રસ્વરુપે ફરજો નિભાવતા જોયા જ છે મે..

    બસ આમ જ ધીરે ધીરે પતિ -પત્નિ એક બીજાને સમજી ને પોતાની મરજીનું થોડૂ આકાશ આપે ઊડવા માટે તો આ દુષણૉ એટલા અઘરા નહી પડે સમાજમા.એ પણ પછી સ્વિકારતો થઈ જશે આવા બદલાવ જેમ લવમેરેજ સ્વીકાર્ય થતા જ જાય છે ને..

    આમે સમાજ એટલે આપણા થકી ઘડાયેલ અને આપણા માટેના જ નિયમો ને..જે આપણે જ નિભાવવાના છે ને.”

    ‌‌^^ તમારો જાહ્નવીજી ને આપેલો reply ઘણું કહી જાય છે સ્નેહાજી…!

    Like

  17. આ ચર્ચા ની મજા પડી . પણ આ ચર્ચા પાછળ મારા અમુક મુદ્દાઓ છે –
    ૧) વર્ષોથી ચાલતી સમાજવ્યવસ્થા એ આ કાયદો અલિખિત લખીને ઘડી દીધો હશે. પણ અત્યાર ના આપણા ભારતીય સમાજ અને સંસ્કૃતિનું ગૌરવ લઈએ છીએ ત્યારે આ વાત અગત્યનો ભાગ નથી ભજવતી? કે સ્ત્રીએ સાસરે જવાનું- કારણ કે સ્ત્રીમાં સમર્પણ, સહનશીલતા ના નૈસર્ગીક ગુણો છે, જેથી તે પુરુષ ના બળ અને શૌર્ય ને પ્રેમ થી સમર્પિત થઇ. [એ વાત અલગ છે કે આજની આધુનિક નારીમા આ ગુણો બહુ રહ્યા નહિ હોય] જો ગમે તેમ ગમે તેને જવાનું હોત તો શું આ સરળ સમાજ વ્યવસ્થા હોતા? કેટકેટલા પ્રશ્નો હોત? દા.ત. એક છોકરીનો પતિ તૈયાર થયો સાસરે જવા, પણ તેનો ભાઈ ના થયો તો? બધા જોડે રહેશે બાથંબાથી કરતા? -આવા તો અનેક પ્રશ્નો ઉદ્ભવે,

    ૨) ” મારી મચડીને લોકો મન ફાવે તેમ ઉદાહરણો આપી આપીને સ્ત્રીઓને સમજાવે રાખે છે કે તમે ગમે તેટલી ટોચ પર જાઓ પણ રહેશો તો હંમેશા પુરુષોના પગની જૂતી જ…!!! ” – ના, સ્ત્રીને દિલ જીતતા આવડશે તો પુરુષ તેને માનથી માથે ચડાવશે. તે સ્ત્રી પર આધાર છે.

    ૩) ” એણે પરણીને પતિદેવ માટે બે-બે દાયકાના માવતરના સંબંધો પળવારમાં છોડીને એક ઝાટકે જાતને મૂળ સમેત ઉખેડીને સાસરાના ક્યારામાં રોપી દેવાની. ” – કોને કહ્યું આવું? હું તો કહીશ કે તેને એકસાથે બે ઘર મળશે. એક પોતાનું અને માબાપ સાથે મૂળ ઉખેડી થોડા દેવાના છે! માબાપ ની લાડકવાયી તો રહેવાનું જ છે ને આખી જીંદગી .

    ૪) રહી વાત માબાપ ને આર્થીક , સામાજીક મદદ કરવાની તો મને નથી લાગતું કે હવે એ જમાનો છે કે દીકરી માબાપ ને મદદ ના કરી શકે! વહુ આર્થીક રીતે પગભર હશે, અને સાસરી પક્ષે જો પોતાની જવાબદારીઓ નિભાવતી હશે, અને પતિ- પત્ની વચ્ચે જો સુમેળ અને સમજદારી હશે તો ચોક્કસ દીકરી પણ માબાપ ને મદદ કરી શકે જ. મારા પોતાના મમ્મી પપ્પા અને મારો પોતાનો દાખલો છે આ બાબતમા. ભાઈ હોવા છતાં મારા નાના નાની ની પડખે કાયામાં મારી મમ્મી ઉભી રહી છે [મારા પપ્પા અને મારા દાદા,કાકા બધાની પ્રસન્ન સહમતી થી] અને હું એકની એક દીકરી છુ, પણ મને વિશ્વાસ છે કે મને મારા સાસરી પક્ષ અને મારા પતિ તરફથી ચોક્કસ મારા માબાપ ને જરૂર હશે ત્યારે તેમની પડખે ઉભા રહેવા સહમતી મળશે જ. તમારે તમારું સ્થાન અને જવાબદારીઓ નિભાવીને દિલ જીતવાનું છે, તો તમારી પરિસ્થિતિ પ્રમાણે તમારા ઘરના તમને સાથ અપાશે જ.

    નહીતર પશ્ચિમી સંસ્કૃતિ ની જેમ – કોઈ બંધન વગર, કોઈ વ્યવસ્થા વગર જીવવા તરફ આપણો સમાજ દોરવાઈ જ રહ્યો છે, પણ મને મગજ માં નથી ઉતરતું.

    Like

  18. સરસ મુદ્દો રજુ કર્યો ખ્યાતિજી…

    અને તમારી આ વાત તો દિલ માં ઘર કરી ગઇ:
    “હું તો કહીશ કે તેને એકસાથે બે ઘર મળશે. એક પોતાનું અને માબાપ સાથે મૂળ ઉખેડી થોડા દેવાના છે! માબાપ ની લાડકવાયી તો રહેવાનું જ છે ને આખી જીંદગી .”

    that’s perfect…

    Like

  19. આ ચર્ચા ની મજા પડી . પણ આ ચર્ચા પાછળ મારા અમુક મુદ્દાઓ છે –
    વર્ષોથી ચાલતી સમાજવ્યવસ્થા એ આ કાયદો અલિખિત લખીને ઘડી દીધો હશે. પણ અત્યાર ના આપણા ભારતીય સમાજ અને સંસ્કૃતિનું ગૌરવ લઈએ છીએ ત્યારે આ વાત અગત્યનો ભાગ નથી ભજવતી? કે સ્ત્રીએ સાસરે જવાનું- કારણ કે સ્ત્રીમાં સમર્પણ, સહનશીલતા ના નૈસર્ગીક ગુણો છે, જેથી તે પુરુષ ના બળ અને શૌર્ય ને પ્રેમ થી સમર્પિત થઇ. [એ વાત અલગ છે કે આજની આધુનિક નારીમા આ ગુણો બહુ રહ્યા નહિ હોય] જો ગમે તેમ ગમે તેને જવાનું હોત તો શું આ સરળ સમાજ વ્યવસ્થા હોતા? કેટકેટલા પ્રશ્નો હોત? દા.ત. એક છોકરીનો પતિ તૈયાર થયો સાસરે જવા, પણ તેનો ભાઈ ના થયો તો? બધા જોડે રહેશે બાથંબાથી કરતા? -આવા તો અનેક પ્રશ્નો ઉદ્ભવે,
    [૧]

    તારી સાથે હંમેશા મને ચર્ચા કરવાની મજા આવે છે..એક વાત કહું..તું જે ભારતીય સમાજના ગૌરવની વાતો કરે છે ત્યાં જ દહેજ,સ્ત્રી પર હાથ ઉપાડવો,સ્ત્રીને વૈચારીક સ્વતન્ત્રતા ના મળે જેવા દુષણો પણ ભરપૂર છે. બધા આપ્ણી જેમ બ્લોગ પર નથી લખતા..મેજોરીટી સ્ત્રીઓ આમા જ આવે છે…ભલે ને ભણેલી ગણેલી સ્ત્રીઓ હોય પણ પોતાના વિચાર પ્રમાણે ચાલે તો ઘરમાં ઝઘડા જ થાય છે.
    ______________________________________________

    [એ વાત અલગ છે કે આજની આધુનિક નારીમા આ ગુણો બહુ રહ્યા નહિ હોય]
    [૨]
    આનું કારણ એજ કે આજ-કાલની નારી પોતાના હક માટે સજાગ થઈ રહી છે.એથી એને જરુર નથી લાગતી કે દર વખતે પતિદેવના ફ઼્અરમાનો જ સાંભળે…હા..આનો એક રસ્તો એ ખરો કે સ્ત્રી શિક્ષણ પ્રથા બંધ કરાવી દો…અમુક વાર નોલેજ હોય એ જ અભિશ્રાપ થઈ પડે છે.
    ______________________________________________

    દા.ત. એક છોકરીનો પતિ તૈયાર થયો સાસરે જવા, પણ તેનો ભાઈ ના થયો તો? બધા જોડે રહેશે બાથંબાથી કરતા? –
    [૩]હવે આધુનિક સમાજ છે જ તો આ સ્વત્રન્તા સ્ત્રીઓ માટે કેમ નહી …..?????????????
    ————————————————————————–
    ” મારી મચડીને લોકો મન ફાવે તેમ ઉદાહરણો આપી આપીને સ્ત્રીઓને સમજાવે રાખે છે કે તમે ગમે તેટલી ટોચ પર જાઓ પણ રહેશો તો હંમેશા પુરુષોના પગની જૂતી જ…!!! ” – ના, સ્ત્રીને દિલ જીતતા આવડશે તો પુરુષ તેને માનથી માથે ચડાવશે. તે સ્ત્રી પર આધાર છે.

    [૪]
    હા…સંસારને સુખરુપ ચલાવવાની બધી જ જવાબદારી નારીની એક્લીની જ ને….એણે પોતાનું અસ્તિત્વ પણ એક હદ સુધી ભુલાવી દેવું પડે છે…આ બધું બોલવામાં જેટલુ રુડુ રુપાળુ લાગે છે એટ્લું જ દર્દનાક હોય છે ડિયર.આ જ પુરુષો કેમ ના કરી શકે?..કેમ એની કોઈ જ ફરજ નહી સંસારરથ નું સમતોલન જાળવવાની? પત્નીના વર્તેનને આધારીત જ કેમ એનું વર્તન? એના વર્તન ને આધારીત પત્નીનું વર્તન કેમ નહી??
    ————————————————————————-
    ” એણે પરણીને પતિદેવ માટે બે-બે દાયકાના માવતરના સંબંધો પળવારમાં છોડીને એક ઝાટકે જાતને મૂળ સમેત ઉખેડીને સાસરાના ક્યારામાં રોપી દેવાની. ” – કોને કહ્યું આવું? હું તો કહીશ કે તેને એકસાથે બે ઘર મળશે. એક પોતાનું અને માબાપ સાથે મૂળ ઉખેડી થોડા દેવાના છે! માબાપ ની લાડકવાયી તો રહેવાનું જ છે ને આખી જીંદગી .
    [૫]
    હા, કાલે જ મેં મારી બાજુમાં એક પિયરે આવેલી દિકરીને ભાભીની ઓશીયાળી થઈને રહેતી જોઈ..પૂછ્યું તો કહે..હવે આપણો થોડો હક કહેવાય આ ઘર પર…ભાભી રાખે તેમ રહી લેવાનું નહી તો હુ જઊ પછી મા-બાપ ને હેરાન કરશે.અને ભાઈ પણ ભાભી નું જ સાંભળે છે……આમ જોઈએ તો આ વખતે મને એમ થયૂં કે નારી જેવી જ નારીની દુશ્મન બીજી કોઈ નથી…મા-બાપની લાડકી પોતાના જ ઘરમાં મહેમાન….!!!
    ————————————————————————–
    રહી વાત માબાપ ને આર્થીક , સામાજીક મદદ કરવાની તો મને નથી લાગતું કે હવે એ જમાનો છે કે દીકરી માબાપ ને મદદ ના કરી શકે! વહુ આર્થીક રીતે પગભર હશે, અને સાસરી પક્ષે જો પોતાની જવાબદારીઓ નિભાવતી હશે, અને પતિ- પત્ની વચ્ચે જો સુમેળ અને સમજદારી હશે તો ચોક્કસ દીકરી પણ માબાપ ને મદદ કરી શકે જ. મારા પોતાના મમ્મી પપ્પા અને મારો પોતાનો દાખલો છે આ બાબતમા. ભાઈ હોવા છતાં મારા નાના નાની ની પડખે કાયામાં મારી મમ્મી ઉભી રહી છે [મારા પપ્પા અને મારા દાદા,કાકા બધાની પ્રસન્ન સહમતી થી] અને હું એકની એક દીકરી છુ, પણ મને વિશ્વાસ છે કે મને મારા સાસરી પક્ષ અને મારા પતિ તરફથી ચોક્કસ મારા માબાપ ને જરૂર હશે ત્યારે તેમની પડખે ઉભા રહેવા સહમતી મળશે જ. તમારે તમારું સ્થાન અને જવાબદારીઓ નિભાવીને દિલ જીતવાનું છે, તો તમારી પરિસ્થિતિ પ્રમાણે તમારા ઘરના તમને સાથ અપાશે જ.

    [૬]
    આ બધું બોલવાનુ અલગ અને કરવાનું અલગ….હાથી ના દાંત …જો કે લખતી જા તું આમ..ગમે છે આવું વાંચવુ …બાકી તો હકીકતની ધરતી પરઆનો રેસિયો બહુ જ ઓછો છે..અને એ પણ પૂરે પૂરો સંમતિભરેલો તો નથી જ હોતો..એ લોકો બહુ મહાન છે એવી ફીલીંગ સાથે જ આવુ વર્તન કરતા હોય છે….હું નેગેટીવ નથી બોલતી પણ હકીકત જે નજર સામે હોય તેને હું ભૂલી કઈ રીતે શકુ????મારી પાસે જથ્થાબંધ ઉદાહરણો છે નામ સાથે….પણ અહી મૂકી ન શકું એ બધા હું…
    —————————————————————————————–
    નહીતર પશ્ચિમી સંસ્કૃતિ ની જેમ – કોઈ બંધન વગર, કોઈ વ્યવસ્થા વગર જીવવા તરફ આપણો સમાજ દોરવાઈ જ રહ્યો છે, પણ મને મગજ માં નથી ઉતરતું.

    [૭]
    તારા કે મારા મગજમાં ના ઉતરે પણ જે થઈ રહ્યું છે એ હકીકત છે..અને દરેક પરિવર્તન થોડુ તો આકરા પરિણામો લઈને જ આવે છે.હવે એ પરિવર્તનનો આપણે કઈ રીતે અને કેટલો ફાયદો ઉઠાવી શકીએ છીએ…એ આપણા પર છે…

    હકીકતની દુનિયામાં જીવતી સ્નેહાની કલ્પનાની દુનિયામાં રાચતી મારી મીઠડી ખ્યાતીને સ-સ્નેહ યાદ.

    Like

  20. પુરૂષ પ્રાધાન્ય દેશ હોય ત્યાં શું થાય? રામાયણ લખનાર એક પુરૂસ, સીતાને પવિત્રતા સાબિત કરવા બધી પરીક્ષામાંથી પાસ થવું પડ્યું(વિના વાંકે!)..મહાભારતમાં દૌપદીને અર્જુનને પરણી પરંતુ ..વસ્તું હોય તેમ..મા કુંતી એ સરખા ભાગે વેંચી લેવાની વાત કરી પાંચ, પાંચ પતિ સાથે જીવન જીવવું પડ્યું..એ સિવાય દરેક પતિની બે-કે ત્રણ, ત્રણ પત્નિઓ! સ્ત્રી માટેજ બધા નીતિ-નિયમો લખાય છે..પુરૂષ માટે નહી!!! પુરાણો માત્ર પુરૂષ ઋષીઓ લખી સ્ત્રી-વર્ગને નર્યો અન્યાય..વિષ્નુભગવાનના ચરણ પાસે બેસી લક્ષ્મીને કાયમ ચરણ દાબતા રહેવાના!! આ હજારો વર્ષ પહેલાં લખાયેલા પુસ્તકોની અસર સમાજ પર આજ પણ છે અને ક્યાય સુધી રહેશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે…યુરોપ જેવા દેશોમાં..અસર ઘણીજ બદલાઈ ગઈ છે..પણ..મુશ્લીમ દેશો અને એસીયામાં સ્ત્રીની પરિસ્થીતી ક્યારે બદલાશે એતો માત્ર સમયજ કહી શકશે…

    Like

  21. સ્નેહાબહેને ખૂબ જ ગહન અને ક્રાંતિકારી પ્રશ્ન ઉઠાવ્યો છે. સ્નેહાબેન, ચિનગારી તો ભડકી જ છે. હવે આને અવારનવાર હવા નાખીને ધીમે ધીમે આગમાં પલટી નાખવાની છે. “સહુ ચલો જીતવા જંગ .. .” બ્યુગલતો તમે ફૂંક્યું જ છે ! આપને સહુને પ્રશ્ન કરું, લાજ કાઢવાનો રિવાજ આજે ગુજરાતમાંથી લુપ્ત થઇ રહ્યો છે કે નહિ ? મારી પેઢીના પુરુષોએ અને સ્ત્રીઓએ આ કુરિવાજ ને દૂર કરવાની પહેલ કરી એમ કહું તો ખોટું નથી. ( જશ ખાટવાનો કોઇ ઇરાદો નથી. ) મારાં માતુશ્રી લાજ કાઢતાં હતાં. પરન્તુ અમારા ભાઇઓની ઇચ્છા આગળ નમતું જોખી પુત્રવધુ પાસે લાજ કઢાવવાનો આગ્રહ ન રાખ્યો. હું માનું છું 1940-45 ની સાલ પછી આ પવન ફૂંકાવાની શરુઆત થઇ હશે. ગુજરાતનાં શહેરોમાંથી હવે ઘણે અંશે લાજ નાબુદ થઇ છે. 2010માં તમોએ ફૂંક મારી છે. 2040 માં આનું પરિણામ જોવા મળે પણ ખરું !
    ઉપરની ચર્ચામાં એક પ્રશ્ન થયો, કોણ પહેલ કરે ? કોઇએ પહેલ કરવા માટે કોઇની રાહ જોવાની જરુર નથી. આ ફેરફાર સ્વયંભુ પ્રસ્થાપિત થશે. આખી એક પેઢી આ ફેરફાર લાવશે.
    એક વાત ની નોંધ લેવી જ રહી. જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધે છે, તેમ તેમ સમાજમાં ફેરફાર –પરિવર્તન- આવે છે. અથવા તો એમ કહેવું જોઇએ કે શિક્ષિત સમાજ પરિવર્તનને વધારે સરળતાથી અપનાવી શકે છે. So, let us see !

    Like

  22. aa topic ek samsya nathi ek chilo che je chalto aavyo che badalva mate koi ek vayakti ke be vayakti kam nahi lage ……

    biju te pan che ke sawal che aatma samarpan no je purusho na bus ni vaat nathi ane atar – atma samarpan te strij kari shake ….

    samaj parivartan karva mate khud strioe jagvu pde aane atlo time che koni pase …..

    sneha mem kadach hu aavu kahu ke jayare lagna sabandho bane kutub na prem thi jodase tayare aavu nahi rahe ke dikri sasre jay ke dikro kone kona ghare valave tena karta parasper feelings rakhi ne jo purusho potani wife na ma-baap ne jo potana mata pita jevu stan aapta sikhse to kadach aa parshna thodak gunak halko thase pachi joisu ke jaan kaya lai ne javi

    -mehendi

    Like

  23. Dear Sneha
    Good Question.

    Tari sathe maro ek question chhe.

    dikrino bap bicharo chem ?

    Like

  24. @ મેહદી…

    [:)]

    @ કમલ…તમારા પ્ર્શ્ન માં મારો પ્ર્શ્ન જ ઉત્તર છે.ધ્યાન થી જોજો…

    @bhajmanji..
    શિક્ષિત સમાજ પરિવર્તનને વધારે સરળતાથી અપનાવી શકે છે.

    આ જ વાત મેં પણ આગળ ખ્યાતીની કોમેન્ટના જવાબ માં કહી છે…
    આ એની કોમેન્ટ:-
    એ વાત અલગ છે કે આજની આધુનિક નારીમા આ ગુણો બહુ રહ્યા નહિ હોય

    આ મારો જવાબ…

    આનું કારણ એજ કે આજ-કાલની નારી પોતાના હક માટે સજાગ થઈ રહી છે.એથી એને જરુર નથી લાગતી કે દર વખતે પતિદેવના ફ઼્અરમાનો જ સાંભળે…હા..આનો એક રસ્તો એ ખરો કે સ્ત્રી શિક્ષણ પ્રથા બંધ કરાવી દો…અમુક વાર નોલેજ હોય એ જ અભિશ્રાપ થઈ પડે છે.

    એવી જ એક બીજી કોમેન્ટ એની…

    નહીતર પશ્ચિમી સંસ્કૃતિ ની જેમ – કોઈ બંધન વગર, કોઈ વ્યવસ્થા વગર જીવવા તરફ આપણો સમાજ દોરવાઈ જ રહ્યો છે, પણ મને મગજ માં નથી ઉતરતું.

    આ મારો જવાબ:-

    તારા કે મારા મગજમાં ના ઉતરે પણ જે થઈ રહ્યું છે એ હકીકત છે..અને દરેક પરિવર્તન થોડુ તો આકરા પરિણામો લઈને જ આવે છે.હવે એ પરિવર્તનનો આપણે કઈ રીતે અને કેટલો ફાયદો ઉઠાવી શકીએ છીએ…એ આપણા પર છે…
    મિત્રો..આપ્નો ખુબ ખુબ આભાર..આપનો દિવસ કુશળ મંગળ રહે.

    Like

  25. r u married. yes. then w u stay at yoyr sasra? dear feriend only coments. dont take ill

    Like

  26. dear mr. kapil…comments na pan aatla badha prakar hoy e to aaje j kahabr padi..!!!!

    Like

  27. sneha evo koi purush duniya ma janmyo nathi dear ke je parka mata pita ne potana kari shake..etli udar stri j hoy sake..ane etle j stri o e j heran thavanu lakhyuhoy che…ane etle j stri o e sasre javu pade che…

    Like

  28. @neeta ben
    ketlu ajb laage che jyaare aavi waat koi stri kare che..
    k stree o a j heraan thavaanu…

    shaa maate aawu kaho cho..stree to bhagwan ni anmol bhet che aa duniyaa ne..
    ek dikri thi maandi ne…ek ben,ek nanand,ek maasi,fui,wahu, patni,saasu thi maa sudhi naa sambandho ne potanaa nankda smit maa jivi naakhe che..bus bijaa naa smit maate..
    a ne heraan thvaanu naa kehwaay..jivyaa howaanu kehwaay…
    baaki duniya na motaa bhaag naa loko potaana mate jivtaa hoy che…stree ni baabat me evu kadi joyu nathi…

    Like

  29. @neeta ben
    ketlu ajb laage che jyaare aavi waat koi stri kare che..
    k stree o a j heraan thavaanu…

    shaa maate aawu kaho cho..stree to bhagwan ni anmol bhet che aa duniyaa ne..
    ek dikri thi maandi ne…ek ben,ek nanand,ek maasi,fui,wahu, patni,saasu thi maa sudhi naa sambandho ne potanaa nankda smit maa jivi naakhe che..bus bijaa naa smit maate..
    a ne heraan thvaanu naa kehwaay..jivyaa howaanu kehwaay…
    ..

    Like

  30. snehaa didi..

    muddo saro che.

    purusho em kehshe k..ame nahi tame..
    ane stree o em kaheshe k ame nahi tame..

    aa “streeo a j kem saasre javaanu”
    a na prshn ma purusho raju kari shake
    “purusho a j kem kamaw’waa jawaanu”

    aavi adh’lak dalilo thay shake..
    pan uddesh dalil no nahi..argument no nahi..
    samjan no che…

    aapne ek bijaa taraf ahi aangli nathi chindhwaani..
    bus swikaarwaanu che k..haa,a haki kat che..

    to hu stree o ne j puchu chu k..
    k stree o a j saasre javaanu?
    naa javaab maa jo naa hoy to..?
    shu karwaanu a to kaho koik..

    —————————————
    (hu haal MBA karu chu,delhi thi..
    etle kamaa’wwa jawaano mane koi experience nathi k nathi saasre javaano)
    taibanisarfaraz@gmail.com

    Like

  31. Hi, Sneha

    I came to know about this discussion from Chetu (through Nilam auntie’s blog)http://paramujas.wordpress.com/2009/11/20/%e0%aa%b8%e0%aa%82%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7%e0%aa%b8%e0%ab%87%e0%aa%a4%e0%ab%81-5/

    You can read my comments there on the same topic.

    I am 29 years old girl and from my childhood I committed my self for certain things when I get married.
    Things like If we daughters give something to our parents or younger brother and sister then It is our DUTY (Not Help or Gift from daughters).

    I faced many problems. but at the end Now I win (I can say in 2 years of married life). I am same Hiral what I was before my marriage. (freedom of my thoughts, action and deed)

    I learn to do that by heart …My husband is very supportive in this matter….That was the main struggle for me to find a life -partner who can understand my views and thoughts to do some change in society…

    This days I am not getting much time. But I think I must write something about my own experience that How much clarity and how many small-small incidents we face in routine life. (before marriage and after marriage and marriage ceremony also which is also expensive for middle-class family).

    For me money was not a matter…..but I wanted to have changes on such rediculous traditions from my own family itself.

    Also, I will make a list where in I can say: Yes those are the duty’s one good daughter can dfinetely do for her parents just as a duty…….

    I appreciate yr comments on Nilam auntie’s blog too on that perticular article….

    Many Thanks,
    Hiral

    Like

  32. @Neeta ben,

    Etlo udar purush hoi shake…my husband is one of them…
    He takes care of all small matters for my paretns the same way I take care for his parents….Infact I never ever need to demand…It was all I had to made clear what all things I consider as a DUTY for my parents even after marriage.

    And he said in professional way: This all is our role and responsibilities as a new generation husband and wife.
    Our is a love-marriage. (May be that is a reason: But we can not denie that such gentle men are also there in our society who give same respect to wife’s parents and wife’s emotions)
    But as a wife, we also have to do lot more for such changes in society.

    Like

  33. @Bhajn Uncle,

    Nice comment..
    I agree with you that we as a duaghters have to do this kranti for next generation..

    from your comment:
    મારાં માતુશ્રી લાજ કાઢતાં હતાં. પરન્તુ અમારા ભાઇઓની ઇચ્છા આગળ નમતું જોખી પુત્રવધુ પાસે લાજ કઢાવવાનો આગ્રહ ન રાખ્યો. હું માનું છું 1940-45 ની સાલ પછી આ પવન ફૂંકાવાની શરુઆત થઇ હશે.
    Appreciate to you, your brothers and your parents who made contribution to remove this old tradition.
    Our generation is benefited by that.

    Thanks,
    Hiral

    Like

  34. ખૂબ ખૂબ આભાર .મને સ્વપ્ને પણ વિચાર નહતો કે આટલા સારા ઉત્તરો કોમેન્ટ્ના રુપે અહીં મળશે..અહીં બધા મિત્રોને એક વાત કહુ..???
    .
    .
    .
    આ લેખ સૌથી પહેલાં વાંચનાર વ્યક્તિ હતા મારા પતિદેવજી..જેમના સપોર્ટ વગર આ લેખ હું અહીં મૂકવાની હિંમત જ ના કરી શકત.એમણે જ મારી હિંમત વધારી.મને કહ્યું કે,” હા..લેખ આમ તો બરાબર જ લાગે છે.તને એક નારી તરીકે તારી આ મનોદશા બ્લોગ પર મૂકવાનો પૂરો હક છે.”

    .
    .
    THNX A LOT TO MY DEAR HUSBAND…
    .
    .
    હું ખુબ ભાગ્યશાળી છું કે મને પૂરે પૂરી સમજી શકે એવો જીવનસાથી મળ્યો છે.પૂરેપૂરું ઊડવા માટે આખા જગનું આકાશ મારા માટે ખુલ્લુ….એમનું કહેવું છે કે પ્રેમ,વિસ્વાસથી બાંધેલા ને બીજા શેનાથી બંધાય વળી???
    -SNEHA

    Like

  35. સ્નેહાજી, આ સવાલ મેં પહેલાં પણ પૂછ્યો’તો અને ફરી પૂછું છું:
    .
    .
    .
    હવે હું તમને એક સવાલ પૂછું…….

    માની લો આજે એ પ્રથા અમલ માં આવી ચૂકી છે કે છોકરો પોતાનું ઘર છોડી, મા-બાપ ને છોડી સાસરે જાય છે… ત્યાં નવા વાતાવરણ ને અનુરુપ થવાની ટ્રાય કરે છે, તેની પોતાની ઘરે તેને જવાની કે વાત કરવાની પણ છૂટ નથી; છોકરી નાં પક્ષનાં ને તેણે માન દેવાનું હોય છે………
    અને સદીઓ થી આ પ્રથા જ પડી ચૂકી છે,
    અને આવે સમયે કોઇ પુરુષ પોતાના બ્લોગ પર તેનાં મનની વ્યથા ઠાલવતો એક સળગતો સવાલ પૂછે કે છોકરો જ શું કામ સાસરે જાય ? છોકરી કેમ નહીં ??

    તો તમારો જવાબ શું હોય ???
    .
    .
    .
    (તમારો જવાબ):

    ****૧૦૦% તુ પૂછી શકે છે પ્રશ્ન..પણ પહેલા કેટલા પુરુષો તૈયાર થાય એ તો મને કહે..
    હવે એક સૌથી મહત્વ્ની વાત..મેં અહી કોઈ જ પુરુષ-વર્ગને દોષ નથી આપ્યો.. એક લાચારી અનુભવેલી છે સ્ત્રી તરીકે આ સમાજના રુડા રુપાળા બંધનો હેઠળ..ભણેલી ગણેલી સ્ત્રી ની જો આ દશા હોય તો એક અભણ નારીની શુ દશા હશે એની કલ્પના કરી જોજો..બસ એ જ એક આશય છે આ પોસ્ટ્નો મારો.
    HAVE A WONDERFUL DAY FRIENDS.
    .
    .
    .
    સ્નેહાજી, આ મારા પ્રશ્ન નો યોગ્ય જવાબ નથી, કેટલાં પુરષો તૈયાર થાય એ પ્રશ્નમાં પડ્યા વગર મારા પ્રશ્ન નો ઉત્તર આપવાનો છે…
    .
    .
    .
    કે છોકરો જ શું કામ સાસરે જાય ? છોકરી કેમ નહીં ??
    .
    .
    .
    I will be waiting…….
    .
    .
    .

    Like

  36. @નમન…મને જ્યારે મારા પ્ર્શ્ન નો જવાબ મળશે..ત્યારે તારા સવાલનો જવાબ પણ શોધવા પ્રયત્ન કરીશ.

    Like

  37. બેન,

    બધાં દેશોની તો ખબર નથી પણ અહિયાં ઈજીપ્તમાં (અને તેની આજુબાજુના બીજા અમૂક ઇસ્લામિક દેશોમાં પણ) ખાસ દીકરાઓ ને પણ શાદી બાદ અલગ થવું પડતું હોય છે. મા-બાપ અને દીકરો (મંગેતરને પણ સાથે રાખીને) સગાઈના વખતમાં ઘર-સરસામાન બધું નવું લઇ લે તે બાદ જ શાદી કરવામાં માને છે. વિદાય વખતે બંને પક્ષના પેરેન્ટ્સની આંખો ભરાયેલી હોય છે.

    મુર્તઝા અલી.
    -ઈન્ટરનેટ પર વેપારને લગતો બ્લોગ ગુજરાતીમાં લખનાર

    Like

  38. મુર્તઝાભાઈ..આ રિવાજ વિશે થોડું વધારે જણાવશો પ્લીઝ…

    Like

  39. હીરલજી, તમારી વાત share કરવા બદલ ધન્યવાદ…..આનંદ થયો….
    .
    .
    .
    “દીકરી મારી દોસ્ત” માં નીલમજી દોશી એમની દીકરી ઝીલને ઉદ્દેશીને લખે છે:

    “બેટા, સ્ત્રી પુરુષ સમાનતાનો આ યુગ છે. એ વાત જોકે સાચી છે. આજે સ્ત્રી શિક્ષિત બની છે, ઘરની બહાર કામ કરતી થઇ છે. પણ તેથી નારીવાદનો ઝંડો લઇને ફરવાની કોઇ જરૂર નથી. સદીઓનાં ઊંડાં ઉતરેલ મૂળ અચાનક સાવ જ મૂળિયાથી ઊખડી નહીં જ શકે. એને સમય લાગશે જ. એનો સ્વીકાર કરવો જ રહ્યો. એને ચર્ચાનો કે સ્વતંત્રતાનો મુદ્દો બનાવવાથી જીવનનાવ વમળમાં ફસાઇ શકે છે. હા, પત્ની બહાર કામ કરતી હોય ત્યારે પતિ ઘરના કાર્યમાં મદદરૂપ થાય એ ઇચ્છનીય જરૂર છે. અને કરાવવું પણ જોઇએ. સ્ત્રી બહાર કામ કરે એ જેમ આજે સહજ બની ગયું છે તેમ ઘરમાં કામ કરાવવું પણ પતિ માટે સહજ હોવું જોઇએ. પણ એ સ્નેહથી થાય તો જ… ક્યારેય એનો દુરાગ્રહ રાખીશ નહીં. એ મેન્ટાલિટી પરિપક્વ થતા સમાજને… પુરુષને સમય લાગશે જ. ત્યાં સુધી વિરોધ કરવાને બદલે જરૂર પડે તો સ્નેહથી સમજાવવાનો પ્રયત્ન જરૂર કરી શકાય. હકીકતે આજે દરેક માતા જો નાનપણથી જ પુત્રને પણ ઘરના નાનામોટા કામની આદત પાડે તો ભવિષ્યમાં આ પ્રશ્ન જ ઊભો ન થાય. અને ધીમે ધીમે સમાજમાં આમૂલ પરિવર્તન આવી શકે. બાકી ત્યાં સુધી જે પરિસ્થિતિ હોય તેનો હસીને સ્વીકાર કરવો એ જ ઉત્તમ ઉપાય છે.”

    Like

  40. જે વાત શક્ય ન હોય તે વાત વિશે નકામી ચર્ચાઓ કરવી એ મુર્ખામી સિવાય કશુ નથી. તમે બધા અહી ગમે તેટલી ચર્ચા કરો પણ સ્ત્રીઓએ સાસરે જવુ જ પડશે… બોલો… શુ કરવુ છે હવે ?? તમારા કોઇના કહેવાથી આખો સમાજ બદલી નહી જ શકે… જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે તેને બદલવી એ લગભગ અશક્ય જેવુ છે. તેથી આવી નકામી ચર્ચાઓ કરવી જ ના જોઇએ. સ્નેહાદીદીએ જે લખ્યુ તેનો ફક્ત આનંદ માણો બસ..

    કઇ ખોટુ કહ્યુ હોય તો બોલજો સ્નેહાદીદી..!

    Like

  41. ચાર આંગળીને પ્રકૃતિ (નારી)કહે છે અને અંગુઠાની પુરુષ ની સાથે સરખામણી..! એક અંગુઠા વગર ચારે ય આંગળી નકામી.!બસ..મારી મચડીને લોકો મન ફાવે તેમ ઉદાહરણો આપી આપીને સ્ત્રીઓને સમજાવે રાખે છે કે તમે ગમે તેટલી ટોચ પર જાઓ પણ રહેશો તો હંમેશા પુરુષોના પગની જૂતી જ??
    heart touching

    Like

  42. aa bdhu to strione game che etle kare che, purushone karvu gamtu nthi em nthi pan. biju strionu vartman j batave che ke dilhi bahu dur nthi, e.g. aajni pedhi, aa badhthi chuti shakay che jo satyane jane to, pan strione to fakt JR. K.G THI aagal pragti gamtij nthi

    Like

  43. This Indian tradition will change as woman achieves financial freedom as seen in western countries.

    અમેરિકામાં કેટલા બિન ભારતિય કે અમેરિકન ભારતીય છોકરા છોકરીઓ સાસરે જાયછે ? કેમ?

    Why bride go to the grooms home after wedding……….Forum

    http://www.indusladies.com/forums/festivals-functions-and-rituals/59718-why-bride-go-grooms-home.html

    http://en.wikipedia.org/wiki/Marriage
    આ અંગ્રેજી-ગુજરાતી અનુવાદ વાંચો અને તપાસો.
    http://translate.google.com/translate?hl=en&sl=en&tl=gu&u=http%3A%2F%2Fen.wikipedia.org%2Fwiki%2FMarriage&sandbox=1

    saralhindi.wordpress.com

    Like

  44. તમે ઉત્તર પૂર્વ ના આદિવાસી સમાજ મા કે કેરળ મા જન્મ લીધો હોત તો ત્યાં સ્થિતી જુદી છે.
    જો સંસાર સ્ત્રીઓ ચલાવે તો એ સમાજ આદિવાસી જ રહી જાય એ સ્વીકારો

    Like

  45. તમારા શબ્દો તમારી સમજણનો આઇનો બતાવે..હું કોઈ નારીવાદી નથી..બ્લોગના બીજા લેખો
    પણ વાંચજો.

    Like

Leave a comment