પ્રભુ તારી હાજરી…

આ જગના લોકો કેટલાં મૂર્ખ છે. માને છે કે હું સાવ એક્લી છું,અટુલી છું..!!!
એમને ક્યાં ખબર પડે છે કે મારી સાથે નિત્ય હરહંમેશ નો મારો સાથી-સંગાથી તું છું.જે પરમ સત્ય છે.ક્યારેય તું મારો સાથ છોડવાનો નથી.આ આપણો સંબંધ-સંબંધોના આપ-લે ના ગણિતથી ક્યાંય ઉપરનો છે .જ્યાં કોઈ જ કડવાશ નથી,છે તો ફ્ક્ત એક મીઠાશ, એક અવર્ણનીય હળવાશ, જ્યાં એક બીજાને કોઈ જ લાગણી બતાવવાની કે સમજાવવાની જરૂર નથી.ગમે ત્યાં ગમે ત્યારે હું બસ તને અનિમેષ નયને નિહાળી શકુ છું અને પલક્વારમાં એક શૂન્યાવકાશ સર્જાઈ જાય છે અને એમાંથી તારી અદ્વિતીય ખુશ્બુ ચોતરફ છવાઈ જાય છે.બસ આમ જ તું હંમેશા મારી એકલતાને તારા સ્મરણ માત્રથી હરી-ભરી કરી દઉં છું.મારી એકલતામાં તારી હાજઈની રંગોળી પૂરી દઉં છું.તું ચોતરફ તારા તેજની ચાંદની પ્રસરાવી દે છે અને હું એ રંગોમાં તારી ચાંદનીનું અજવાળું ગટ-ગટ પીવું છું.આકંઠ છલકાઈ જવું છુ તારા એ અમ્રુતપાનથી..

મારું એકાંત મને બહું ગમે છે.કારણ..હું તને ત્યાં સર્વાગપણે કોઈની હાજરીની રોક-ટોક વગર ધરાઈ જઉં ,છલકાઈ જઉં એ હદ સુધી પામી શકુ છું.

સ્નેહા-અક્ષિતારક,
૪થી જુલાઈ,૨૦૦૯
સવારના ૯.૧૫ વાગ્યાનાં

8 comments on “પ્રભુ તારી હાજરી…

  1. મારું એકાંત મને બહું ગમે છે.કારણ..હું તને ત્યાં સર્વાગપણે કોઈની હાજરીની રોક-ટોક વગર ધરાઈ જઉં ,છલકાઈ જઉં એ હદ સુધી પામી શકુ છું…

    gr8 d…
    kahrekhar..d mane aa pankti khoooob gami..its..nice..!
    maru pan kai aavuj manavu che.. 🙂

    Like

  2. :મારી એકલતામાં તારી હાજઈની રંગોળી પૂરી દઉં છું.તું ચોતરફ તારા તેજની ચાંદની પ્રસરાવી દે છે અને હું એ રંગોમાં તારી ચાંદનીનું અજવાળું ગટ-ગટ પીવું છું.આકંઠ છલકાઈ જવું છુ તારા એ અમ્રુતપાનથી..

    a line gami saras che…keep it…

    Like

  3. chheli lines…..
    ati adbhut…

    padhya sathe gadhya panchalu rakhjo..
    ghanu j saras lako chho.

    Like

  4. મને તો ગદ્ય પહેલેથી વધુ જ ગમે છે, અને તું માને કે ના માને – તારી આમાં વધુ mastery છે .. આ વાત તો માનવી જ રહી..
    ખુબ જ અંતરંગ એવી આ વાત, પણ સાવ સાચી વાત, સાચું એકાંત…સરસ વાત કહી.

    Like

  5. સ્નેહાજી
    અચાનક જ આપનુ લખાણ વાન્ચી ગયો અને વિચારુ છુ કે શુ લખવુ?
    આધ્યત્મવાદ મા સગુણ અને નિર્ગુણ બેસ્વ્રુપો ની અનુભૂતી ભાગ્યેજ જોવા મળે છે મને અહીયા જોવા મળી જો આતમારા અન્તર ની અનુભૂતી હોય તો નમસ્કાર

    Like

  6. mahshji…hu j anubahvu chu te lakhu chu..bas biju badhu mane bahu nathi khabar padati gujarati sahitya k Aadhyatmavaad ma..

    Like

  7. વાહ ! દિવ્ય અનુભૂતિ ! ચાલ, હવે વિદાય લઉં છું પ્રભુ ! પાતઃકાળ થવા આવ્યો છે ને મારે ફરીથી ગુંથાવાનું છે આ નિર્દોષ દુનિયાનાં અનેક ભૌતિક કામોમાં. બસ મને એક વાર ઊંડો શ્વાસ લઇ તારા અસ્તિત્વને ગાઢ રીતે ફરી એક વાર અનુભવી લેવા દે. અને અનંતને પામેલા મને તદ્દન સામાન્ય બનીને મારાં ઘરે પાછો ફરવા દે. મારે કોઈને કશી સાબિતી નથી આપવી. મને ખબર છે કે તું મારો છે આટલું જ મારે માટે તો બસ છે. આપી શકે તો આટલું વરદાન આપ પ્રિયતમ ! કે તારી પાસે આવું ત્યારે પણ હંમેશની જેમ શાંત, ગંભીર અને એકલો જ હોઉં.

    Like

Leave a comment