મારો ચાંદ વધુ સુંદર અને વહાલો છે મને

બારીમાંથી હું આકાશી રૂપેરી ચાંદ જોઉં છુ,
મારા ચાંદ,તું પણ એ જ ચાંદ જોતો હોઈશ ને…?
મારી પ્રીતની છાંટ એના પર પાડીને
એક નેહ-ભર્યો પત્ર લખુ છું.
મારા દિલના હાલ-હવાલ લખું છું એમાં.
મારે એને એટલું જ કહેવું છે કે,
મારો ચાંદ તો બહું રૂપાળો અને પ્રેમાળ છે.
એકદમ માસૂમ-દેવના અવતાર જેવો.
મારા શ્વાસની હુંફ થી એ નકરો લથપથ,
નર્યા વ્હાલથી નીતરતો,
લાગણીની અદકેરી ભીનાશ એના ખોબામાં ભરીને,
એ હંમેશા મારા પર ઠાલવે છે.
એના પ્રેમનાં અક્ષયપાત્રને પ્રભુ આમ જ અક્બંધ રાખે.
તારા કરતાં મારો ચાંદ વધુ સુંદર અને વહાલો છે મને,
મહેરબાની કરીને તું એની ઇર્ષ્યા ના કર હવે…

સ્નેહા-અક્ષિતારક.
૨૭-૧૦-૦૮
રાતનાં ૧૦.૦૦વાગ્યે.

12 comments on “મારો ચાંદ વધુ સુંદર અને વહાલો છે મને

 1. ખુબ સરસ રચના છે સ્નેહાબેન,

  પોતાના વહાલા પ્રેમી ને પોતાની લાગણીઓ બતાવવા માટે

  ચાંદ નો સહારો લઇ ને ખુબ સરસ વીચારો પંકતિ ઓ મા ઢાળ્યા છે

  Like

 2. સ્નેહા નો સ્નેહ ભર્યો સરસ પત્ર છે, બહુ જ સરસ રચના.
  વાંચવી અને માણવી ગમે તેવી સરસ રચના છે.

  મહેરબાની કરીને તું એની ઇર્ષ્યા ના કર હવે…

  Like

 3. yaaaaaaaa dear…….. its very nice n lovable rachna………. sneha ni rachna sneh thi bharpur j hoy ne!!!!!!
  બારીમાંથી હું આકાશી રૂપેરી ચાંદ જોઉં છુ,
  મારા ચાંદ,તું પણ એ જ ચાંદ જોતો હોઈશ ને…?
  hmmmmm ketlu saras……..

  મારો ચાંદ તો બહું રૂપાળો અને પ્રેમાળ છે.
  fantastic…..

  તારા કરતાં મારો ચાંદ વધુ સુંદર અને વહાલો છે મને,
  મહેરબાની કરીને તું એની ઇર્ષ્યા ના કર હવે…
  ekdam gami aa line to……… najar na lage tamara chand ne………. ane tamara sneh ne!!!!!!!!!!!!!!
  very nice poem ………..

  Like

 4. કવિઓ શા માટે કલ્પનાની દુનિયામાં જિવે છે?ગઝલના રચયતાઓને લોકો શા માટે પાગલ કહે છે?,આ એક એવી દુનિયા છે જેની જમીન પર કદમ રાખવાં સ્ત્રી નામનાં પાસપોર્ટની જરુર પડે છે.આ દુનિયામાં તમને હવાઇજહાજ નહી પહોચાડે!શારીરિક તાકાતની જરુર પડે છે.આખો પ્રેમસાગર પાર કરો ત્યારે અને જયારે તમાંમ અંગો તમારી પાસે જવાબ માંગે છે અને આંખો ઘેરાય છે ત્યારે આ પ્રેમની સરજંમી પહેલું કદમ રાખી શકો છો..
  (ઓહ!નયનતારા..નરેશ ડોડીયા)

  Like

 5. ખુબ મજા આવેી ગઈ.

  “મહેરબાની કરીને તું એની ઇર્ષ્યા ના કર હવે…”

  સ્નેહાજી, તમારી એ કવિતા બહુ જ સુંદર રચના છે
  ધન્યવાદ , આભાર તમારો…..બસ..આમ જ લખાતા રહેજો.

  Like

 6. ખુબ મજા આવેી ગઈ.

  “મહેરબાની કરીને તું એની ઇર્ષ્યા ના કર હવે…”

  સ્નેહાજી, તમારી એ કવિતા બહુ જ સુંદર રચના છે
  ધન્યવાદ , આભાર તમારો…..બસ..આમ જ લખાતા રહેજો.

  Like

 7. snehaben tame kamaal lakho cho,mara dil na badhaj vicharo tame chori lo cho.apni vacche pan koi bluetooth kam kartu lage che.fantastic keep it up.

  Like

 8. એકદમ માસૂમ-દેવના અવતાર જેવો. –
  હોય જ ને? તારો ચાંદ બેદાગ છે ને – નિર્દોષ , નાનકડો મસ્ત :))
  ખરેખર, ખુબ જ સરસ છે – આ રચના :))

  Like

 9. લાગણીની અદકેરી ભીનાશ એના ખોબામાં ભરીને,
  એ હંમેશા મારા પર ઠાલવે છે.
  એના પ્રેમનાં અક્ષયપાત્રને પ્રભુ આમ જ અક્બંધ રાખે…

  aap ni pase shabd bhandol khoob saras che d..
  mane aap nu lakhan khoob game..
  kharekhar dil thi kahu chu..[:)]

  Like

 10. તમારો ચાંદ છે જ એવો કે પરાણે ઈર્ષા થઈ જ જાય. ક્યારેક ચાંદ પણ ધરતીની કોઇ ચાંદનીથી શરમાતો હોય છે. કોણ ઓળઘોળ ન થાય તેમના પર જેઓના રુપનું બયાન કરવા સૌંદર્યને પણ શબ્દો નથી જડતા ! હું કંઇક લખું ?

  સૂર્ય પોતાનાં સહસ્ત્ર કિરણો વડે પેલા તરણાઓને જગાડે છે…ને હવામાં ઝૂલતા ઓ કોમળ ફૂલ, તારી માટે તો જોનેં તે ઝાકળ બનીને ઝરી રહ્યો છે !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s