મમ્મી તને શું ખબર પડે?

 

ઘરનાં ડ્રોઈંગરુમમાં ક્રિકેટ રમવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

પલંગ ઉપર બેસીને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

ચારે બાજુ રમકડાં પાથરવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

ઘરની દિવાલો ‘ક્રેયોન’થી સજાવવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

કોમ્પ્યુટરમાં આડેઘડ ગેમ રમવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

દોસ્તારોને ઘરે બોલાવી તકિયા-લડાઈની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

પપ્પાનું ‘શેવિંગ ક્રીમ’મોઢે લગાવવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

કાદવ-કીચડમાં છપ-છપ-છપાકની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

રેતીમાં સપનાંના ઘર બાંધવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

મેલા-ઘેલાં હાથે જમવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

એક વાત કહું….
જ્યારે આમ કરું ને તું મને વઢે છે ને….
એની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

સ્નેહા-અક્ષિતારક
૧૦ જુલાઈ,૨૦૦૯.


20 comments on “મમ્મી તને શું ખબર પડે?

 1. હા દીદી,,,મારો દિકરો મને આમ જ કહે છે..આજે મેં એની જગ્યાએ મને મૂકીને એની મનની વાત લખી છે.

  Like

 2. બસ,
  આ જ મજા બચપણની કંઇક અલગ હોય છે…..

  Superb & keep it up.,

  Like

 3. એક્દમ સરસ રચના છે. એક બાળકના મનની વાત સરસ રીતે રજુ કરી છે. ઘણી વાર આપણે બાળમાનસને આપણા માનસથી માપીએ અને પછી મમ્મીની ટકટક ચાલુ થઇ જાય, ત્યારે આવું જ કહેતા હશે બધા. ખરેખર આપણા બાળકો જેટલી પ્રેરણા આપણને કોઇ ના આપી શકે. સાચે જ તેમની પ્રેરણાથી થયેલી રચના ની સુગંધ જ કંઇક ઓર હોય છે. બચપણના મઘમઘતા બગીચાની જેમ જ. આની credit તારા દીકરાને પણ જશે ને?

  Like

 4. આ વાંચીને મને મારું બાળપણ યાદ આવી ગયું.
  ખુબ સારો પ્રયત્ન છે.

  Like

 5. કવિ માધવ રામાનુજ ના મુખે મે સાભંડ્યુ હતુ કે અલંકાર કે સમાસ લઈ ને જો હુ કવિતા લખવા બેસુ તો કદાચ તે મુશ્કેલ બને….કવિતા તો રદય ના કોઇ અગોચર પ્રદેશ માંથી સ્વયભુ પ્રગટ થતુ તત્વ છે……સમજી શકાય તે મહત્વ નુ છે…ખુબ સુંદર રચના

  Like

 6. કવિ રામાનુજની તો ખબર નથી પણ મને બહુ અઘરું પડે છે અલંકાર,સમાસ અન છંદમાં લખવું.જો કે હું પ્રયત્ન કરીશ જ એનો, પણ દિલમાં જે ભાવ જન્મે એના માટે જો હું શીખ્યા પછી લખવા બેસું તો એ ભાવ જતો રહે..એ તો ના પોષાય ને..ત્યાં સુધી લખવાનું બંધ તો ના જ થાય ને મારી કલમ તો ના જ અટકાવી શકું હું.

  Like

 7. હસ્વાનો પણ અભિનય હોય,જનેતા તારી આંખમાં મારા આસું ના દેખાય,
  તે મારા હસ્તા ચહેરાની તને શું ખબર?
  like this way..
  very nice sneha keep it….

  Like

 8. રેતીમાં સપનાંના ઘર બાંધવાની મજા જ કંઈક અલગ છે,
  મમ્મી તને શું ખબર પડે ?

  bachapan ma dubijaiye tyare aavirachana lakhay..
  balmanas mo mano bhaav khub sudar rite varnvyo che..
  goood ha..!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s