શું ઓનલાઈન વાંચન પુસ્તકોનું સ્થાન લઈ શકશે?

પ્રિય સમજુ અને વિચારશીલ નેટમિત્રો,

ગઈકાલે એક મિટિંગમાં મને એક વિચારવા લાયક મુદ્દો મળ્યો ..અને આપણું મગજ તો તમને ખબર જ ને લખતા હોઈએ એટલે વિચારોની હારમાળા ચાલુ જ રહે. હા, તો વાત એમ છે કે એ ગુજરાતીભાષાના ચાહકોની મીટીંગ હતી.એમાં એક મુદ્દો એવો આવ્યો જેના ઉપરથી એ વાત ફલિત થઈ કે આજ કાલ નેટ પર એટલે કે ઓનલાઈન વાંચનનો ક્રેઝ વધી ગયો છે.આજકાલ લોકો હાથમાં ચોપડી પકડવા કરતાં આરામદાયક ખુરશીમાં બેસીને પોતાના લેપટોપ પર માઉસથી કલીક કરીને નેટની પી.ડી.એફ. ફાઈલ વાંચવાનું વધુ પસંદ કરે છે.વળી એનાથી પણ વધુ કે આવતી પેઢી તો લાઈબ્રેરી એટલે શું એ વાતથી જ અનજાણ હશે..!!!

હવે હું પણ એક આધુનિક નારી છું.નેટ, ચેટીંગ કમ ચીંટીગ,બ્લોગ,વેબ પેજ,પી.ડી.એફ ફાઈલો, ઓન્લાઈન મિત્રોનું ગ્રુપ,નવી નવી આસાનીથી મળતી તકો…આ બધું મને પણ ખબર છે.મોબાઈલ હોય કે એક્સ બોક્સ્..બધું યે આસાનીથી વાપરી શકું છું. તો પણ મારામાં વાંચન માટે હાથમાં ચોપડી હોય અને હે ય ને નિરાંતે મારી પસંદીદા ખુરશી પર બેસીને વાંચ્તી હોઉ અને પાના ફેરવતી હોઉ..[ઘણીવાર તો રસોડે રજા પડી જાય એવા પુસ્તકો પણ હાથમાં આવી જાય છે]તો  એ પ્રક્રિયામાં જે મજા આવે છે તે કોમ્પ્યુટર ખોલી એના ભૂરા રંગના પ્રકાશમાં ઓનલાઈન  વાંચનની મજા નથી આવતી.હજુ પણ હું મારી પસંદના લેખકો કે કવિઓનાં વર્ષો પહેલાંના પુસ્તકો મારી બચતમાંથી ભેગા થયેલાં પૈસાથી ઘરમાં વસાવું છું.

 પહેલાં જ્યારે મોબાઈલ નહતો ત્યારે હું એય ને પેલાં કાળા ડબલાંનાં ચકરડાં ફેરવતી હતી ત્યારે ભલભલાં અટપટાં ફોન નં. યાદ રહી જતાં હતાં.જ્યારે આજે તો જેની સાથે રોજ વાત કરું છું એ લોકોનાં નંબર પણ યાદ નથી રહેતાં.એ જ રીતે કોમ્પ્યુટર પર વાંચેલ ફાઈલો પણ એટલી જલ્દી યાદ નથી રહેતી.મગજનાં વિચારોની ગતિ વધારી દે છે આ જાતનું વાંચન.મન વાંચનથી શાંત થવાના બદલે ઉતેજિત જ રહે છે…કેમ એમ્??????કોઈ જવાબ ખરો?

to be continued..

મિત્રો, આજે વળી મને એક નવો અનુભવ થયો.મેં સીધે સીધું કી-બોર્ડ પર ટાઈપ કરવાનો ટ્રાય કર્યો તો મજા જ ના આવી.કંઈક ઊણપ – અસંતોષ જેવી લાગણી જ દિલમાં ફૂટી..એ પછી મેં કમસે કમ ૧૦ મિત્રો કે જે લખતા હોય તેમને પૂછ્યું તો એ બધા મારી આ વાત સાથે સહમત થયા કે, કાગળ પેન થી લખવાની મજા છે એ ઓન લાઈન ટાઈપીંગમાં નથી.અહીંની રજે રજ માહિતી જાતે અનુભવાયેલીછે..કોઈ જ કલ્પના કે કપોળકથિત વાત નથી.

update:

એક મિત્ર સાથે વાત થઈને એમણે કહ્યું,” સ્નેહાબેન, તમે તમારી રચનાઓની બુક બહાર પાડો ને. મેં કહ્યું કે,”અહી નેટ પર બહુ બધા વાચનારા મિત્રો છે જ ને,” તો એમને કહ્યું કે,’દીદી, તમારી ભૂલ થાય છે આ તો સોફ્ટ કોપી થાય.આની કોઈ જ કીમત નહિ. હાર્ડ કોપી હોય તો તમારી રચનાઓની તમારા નામે કોપી રાઇટ થઇ  જાય ને.ત્યારે મને થયું કે હા આ એક વાત પણ મારા આ ટોપિક માં ઉમેરી શકાય જ ને.ઓનલાઈન વાંચન સાથે રોજબરોજ આપણે આ વિનયભાઈ જેવા નેટ ના ખૂણે ખાચરે થી કચરો શોધનારા લોકોની કેટલી બધી પોસ્ટ અને ટોપિક વાંચીએ જ છીએ ને..કોણ કોનું લખાણ કોપી પેસ્ટ કરે અને કોના લખાણની ક્રેડીટ કોણ લઇ જાય..!!આમાં ને આમાં તો કેટલા લોકો સાચે સાચ પોતે લખે છે અને કેટલા ઉઠાંતરી કરે છે કઈ ખ્યાલ જ ના આવે.વળી આપણી રચના આપણી  છે એના માટે આપને કેટલી બધી માથા પચ્ચી કરવી પડે..!! હવે તો કોઈના બ્લોગ પર કોમેન્ટ આપતા પહેલા પણ વિચારવું પડે કે આ સાચે સાચ એમની જ રચના છે ને? 
સાથે બીજી એક વાત પણ એટલી  જ ખરી  કે નેટનાં માધ્યમથી જ તો મને આટલા નેટ મિત્રો ઓળખતા થયાને..બાકી તો કોણ મને જાણવાનું હતું અને મારું લખેલું કોણ વાંચવાનું હતું.?પહેલાના જમાનામાં તો તમે કવિતા લખો, છાપા ની ઓફિસો માં ધક્કા ખાઓ ત્યારે તમારી રચના માંડ માંડ છપાય અને એ પણ નક્કી નહી કે તમારા નામે જ છપાય ..તો એ રીતે આ એક ઓન લાઈન લખવાનો ફાયદો પણ ખરો.
 
જેમ દરેક સારી વસ્તુ ની બે બાજુ હોય છે , એમ આ નેટ પર વાંચન અને લખાણ ની પણ બે બાજુ..બરાબર ને?
-સ્નેહા-અક્ષિતારક
18-11-09.
u can see discussion abt this topic  in my orkut community also.
Advertisements

38 comments on “શું ઓનલાઈન વાંચન પુસ્તકોનું સ્થાન લઈ શકશે?

 1. adhuri chhe vaat pan ek vaat jarur lakhish ke ha je haath ma book lai vanchan ma maja ave e on screen nathi malti…

  Like

 2. સ્નેહા,

  તમારી વાત બિલકુલ સાચી છે. અત્યારે આવા તો કેટલાય પ્રશ્નો છે કે જે આપને કર્યું છે પણ આ બાળકોએ જોયું પણ નહિ હોય.જેમકે ખેતી, અમુક પ્રકાર ની રમતો, વગેરે આવી તો કેટલીય પ્રવૃત્તિ છે જે આપણે પહેલા કરતા અત્યાર ના છોકરાવ તેનાથી આજન છે. આપણેજ તેના જવાબદાર છીએ. આપણેજ તેને આપની સંસ્કૃતિ થી વિમુખ કરીએ છીએ. માટે જો આપને આપની સંસ્કૃતિ ટકાવવા માટે કૈક કરવાની જરૂર છે નહીતર આવતા બે દાયકા માં ગુજરાતી સંસ્કૃતિ નું નામ પણ નહિ રહે.

  બસ આટલુંજ કઈ વધારે બોલી ગયું હોય તો માફી ચાહું છું.

  તેજશ કંટારિયા

  Like

 3. well the question has few aspects to be answered on various grounds:
  1.COST factor
  Online books majority free of cost if you can bear the download cost. hence they are cheaper. As indian its our mentality of using FREE resources to max …!!
  2. AVAILABILITY
  Many books available on net are often not available in INDIA at times. Some times the newer editions are not available for quite some time and they do matter to some special academic books eg. MEDICAL books
  3. SPECIAL FEATURES
  Many of these books do have at times some special attractive features eg. videos etc. to share on line. or you have some illustrations which may be interactive.
  4. NO WEIGHT Bearing
  on screen books do not have physical weight but not sure about mental ones…!!!
  5. EASY TO COPY – PASTE – SHARE
  these is something which all of us do frequently and create our own new EDITION !! They can be easily gifted too !!!
  6. PROBLEMS
  a. they are difficult to find at times.
  b. reading for prolonged period of time is difficult.
  c. you have to read in specific position and place and can not be carried to bed or bathroom !!
  d. some of them do carry virus threats too!
  e. can not be helpful to use for other use like paper weight,
  self protection bar, flying weapon etc….

  oops! SORRY I forgot i am writting a comment and not the BLOG POST!!!

  Like

 4. I do not know/ dare to ask about your age. But I am 66 young.
  So my opinion may differ with young genaration.

  But kindly note …
  The days of books are over OR will be over pretty soon.
  Facilities that IT has generated is newest revolution for human race after invention of written lan guage and that of printing press. We are just on the threshold of that new age.Your doubts originate becuse you too belong to a generation that was book savvy. But the facilities a blog/ group/ e-Book give are too obvious.
  There will be no going back.
  Read my 3 e-Books and enjoy …

  http://gadyasoor.wordpress.com/download/

  I am sorry I can’t type in Gujarati as I am at a friend’s place.

  Like

 5. Dear All,

  For me it is compulsory. I have compute at office and my bedroom with easy internet access. And I need to use this at least 14 hours a day. I like to read good books online if available. No matter it is chargeable or not.

  Happy Online Reading.

  Hemen Shah

  Like

 6. darek generation ni aagavi olakha hoy Che tema ja aapedhini aa olakha chhe.

  pahela balad gadu..pachi bus train ane pachhi aeroplane…ni jem pahelaa kamal patr pahhi hastalikhit prato..pachi printed books ane have net…
  jem jindagi aagal vadhe tem aagal vadhiye…

  Like

 7. ઓન લાઈન વાંચનનો એક સિમિત વર્ગ જ રહેશે. ભલે એ સમૃધ્ધ હોય પણ ઓનલાઈન વાંચન માટે હજુ દિલ્હી દુર છે.
  મારો ય બ્લોગ છે- ટુંકી વાર્તાનો. પણ સહેજ લાં…બી વાર્તા હોય તો મિત્રોની એકાદ તો કોમેંટ હોય કે નટવરભાઈ ખેચે છે. એટલે મારૂં અંગત મંતવ્ય એવું છે કે ગુજરાતી સાહિત્યના બ્લોગ પર ટુંકી કવિતાઓ સંક્ષિપ્ત વાર્તાઓ અને ટ્ચકાઓ વધારે ચાલશે અને ચાલે છે.
  સ્ક્રોલ કરતાં પાના ફેરવવાનુ સરળ હોય છે. પુસ્તકોને સુતા સુતા નિરાંતે વંચાય.
  વળી દેશમાં હજુ ય હાઈસ્પિડ ઈંટરનેટ સરળતાથી લભ્ય નથી. કલાકના ત્રીસથી ચાલીસ રૂપિયામાં ય ધીમી સ્પિડનું બ્રાઉઝિંગ સાયબર કાફૅમાં થાય અને એમાં જો લાંબી વાર્તા વાંચવાની હોય એના કરતા દશ-પંદર રૂપિયાનું માસિક કે અઠવાડિક લેવું શું ખોટું!

  Like

 8. pustak jo tame pote vasavyu hoy ! sanjoganusar jo pru vanchi na shakya hoie ane pachi jo fari var tame ene hathma lo —–
  bhutkalni ane vartmanni e palone je tame mano cho e tame
  online mani shakso?

  Like

 9. તમારી આ વાત સાથે હું સહમત છું, સ્નેહાજ !!
  કે ચોપડી વાંચવામાં જે મજા છે તે ખરેખર ઓનલાઇન વાંચનમાં મજા નથી આવતી અને તેમાં પણ જો લાયબ્રેરી માં પુસ્તકો નો અઢળક ખજાનો પડયો હોય અને તેમાંથી વાંચવાની જે મજા પડે તે નેટ પર કયાં ?!

  હું તો હાલ પણ હપ્તામાં એકવાર પુસ્તકાલયમાં જઈને અચૂક વાંચું છું. પુસ્તકાલય વાંચન અને જ્ઞાન નો ભંડાર છે તેની ગરજ તો આપણ ને હંમેશા રહેશે !! શું કહો છો ?…

  http://paravinshrimali.wordpress.com
  http://kalamprasadi.wordpress.com

  Like

 10. કદાચ આ વિષય પર વધુ વિચાર કરવાની જરૂર નથી,
  મનુષ્યની આદત પ્રમાણે “જે સરળ પડશે તે અપનાવશે.

  કોમ્પ્યુટરના પડદાને બદલે વાંચવાની ખરી મજા તો કાગળનાં પાનાં જ છે,
  કાગળથી પહેલા તાડપત્ર હતા ત્યારે પણ કદાચ આ જ ચર્ચા ચાલી હશે..

  Like

 11. મારા મતે તો જેને ખરેખર કંઇક જ્ઞાન જ મેળવવું છે તેમને તો પુસ્તકો જ વધારે માફક આવે.નેટ ઉપર બધું સરળતાથી મળી રહે છે પણ આને ફક્ત સંદર્ભ સાહિત્ય્ના રૂપે જ ઉપયોગ ક્રરી શકાય.
  હું તો કહીશ કે પુસ્તકોનું મહત્વ ક્યારેય પણ નહિં ઘટે. ધોરણ 10 માટેનો નવનીત પ્રકાશનનો નવો એક સોફ્ટવેર હમણાં જોયો.સરસ છે.પણ તેનાથી કંઇ પાઠ્યપુસ્તકોનું મહત્વ થોડું કંઇ ઘટી જવાનું?

  Like

 12. gr8

  બહુ જ સરસ આર્ટીકલ છે…

  બધી comments પણ વાંચી

  અને ગમી પણ ખાસ કરી ને Dr Maulik Shah & Mr Suresh Jani ની comments પર મે વધારે ભાર મુક્યો….

  online reading એ ભવિષ્ય છે જ; સુખ-સગવડ , સુવિધાઓ જેમ વધતી જાશે તેમ internet surfing કે પછી heavy weight computer જેવા કોઇ પણ berriers તેને નડશે નહી…. બધું જ flexible થઇ જાશે….

  હા, એ ખરું છે કે આ online reading માં પુસ્તકો જેવી મજા નથી, પણ એ ભવિષ્યની જરુરીયાત બનશે; જા છૂટકે માણ્શે એ જ અપનાવવું પડશે….! so be ready for e-books……

  Like

 13. mitro maari pase ghani books je easly mane ebook ma mali jay ane evn i have also downloaded it from some sites but till not open yet coz je vanchan ni maja hard copy ma hoy chhe e soft copy ma nathi..ane ha haju india ni life etli pan fast nathi thai ke ppls ne ebook reader sathe laine farvu pade..evn sat & sun mari pase ekad book hoyj chhe je hu game tyare game tya free padu ne vanchi shaku..!!:P so hu to book prefer karish ebook prefer nahi karu..

  Like

 14. વાચક માટે વાંચન એ વાંચન જ છે. જેમ ખાવાનો શોખ હોય અને સરસ વાનગી મળી જાય તો આનંદ આવે, તેમ વાંચનની ભુખ માટે જરૂરી છે સરસ મજાની સામગ્રી. પછી એ ઓનલાઇન હોય કે પુસ્તક.
  actually, પુસ્તકો નું સ્થાન તો ઓનલાઇન વાંચન ના જ લઇ શકે, પણ વાંચનભુખ્યા વાચકની ભુખ તો સંતોષી શકે છે. ખાસ કરીને જ્યારે પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ ના હોય ત્યારે ઓનલાઇન વાંચનની ખરેખર મજા માણી શકાય છે. વિદેશમાં વસતા ઘણા મારા જેવા વાચકો મારી સાથે સહમત થશે જ. પણ original print અને particular writer કે book ની મજા તે પુસ્તક વસાવીને , નિરાંતે વાંચવામાં જ છે. કારણે કે ગુજરાતી સાહિત્ય એટલા પ્રમાણમાં ebook કે ઓનલાઇન ઉપલબ્ધ પણ નથી, અને કોમ્પ્યુટર સામે બેસીને વાંચવા કરતાં શાંતિથી હાથમાં પુસ્તક લઇને, લજ્જાએ કીધું તેમ cup of coffee, અને ટેસથી બાલ્કનીમાં આરામખુરશી નાંખીને , બેસીને વાંચન કરવું તેની મજા અલગ જ છે. પણ તેવી મજા લઇ શકવા જેટલા સદનસીબ તમે હો તો, [એટલી નિરાંત અને એવા પુસ્તકની ઉપલબ્ધિ હોય તો]

  Like

 15. અહીં મોટા ભાગના લોકો સાથે સહમત છું. દરેક વસ્તુની બે બાજુ હોય છે, એક સારી અને એક નરસી. સમય સાથે પરિવર્તિત થઇએ તો જ જીવી શકીએ. 🙂

  Like

 16. First things first,

  તમે તમારા હાથમાં પુસ્તક પકડ્યું હશે એ એવી અનુભુતિ છે જેના માટે તમારું મગજ “પ્રોગ્રામ્ડ” છે, આંગળીઓના ચેતાતંતુઓના છેડાઓ મગજને “હેન્ડ – આઇ કો-ઓર્ડીનેશન” નો સંદેશો પહોન્ચાડે છે. જેમ તમે તમારું કાઇનેટિક ચલાવતા હશો એમ. પછી બીજો તબક્કો છે – જે અનુભૂતિ છે એનો અર્થ કાઢવો – વાંચવું – સેકંડ્ની ૧૬ ફ્રેમની ઝ્ડ્પે – જો તમારૂ કોમ્પયુટર – જૂની ઢબનૂં હોય તો આંખો જે ઝડ્પે મગજ ને માહિતી ટ્રાન્સ્ફર કરે છે તે ઝડ્પે ટેવાયેલા જ્ઞાનતંતૂઓ – એ જ “અનુભવ” ને ફરીથી અનુભવવા મથે છે. જેમ તમે કોઇ “રિપિટિટીવ” પ્રવ્રુત્તિઓ કરો અને એમાં સ્પીડ આવી જાય તેમ, પરન્તુ મગજ એ ઝ્ડપે સંદેશાઓ પ્રોસેસ નથી કરી શકતૂં – ઉંમર વધવા સાથે નવા જ્ઞાનતંતુઓના ઇલેકટ્રિક કનેક્શન બનવાની પ્રક્રિયા ધીમી પડે છે – એટ્લે પરિચિત પ્રવ્રૂતિઓ કરવાની ઇઝી પડે છે પણ નવી કરવા જતાં વધુ સમય લાગે છે – પાકા ઘડે કાંઠલા ન ચડે – એ કહેવત કદાચ આ અનુભવ ઉપરથી આવી હશે.

  એટ્લે કે મગજ ડેટા પ્રોસેસ કરવા ઉત્તેજિત તો થાય છે પરન્તૂ તેનું કો -ઓર્ડિનેશન નથી થતું. બાળકોમાં તમે નોંધ્શો, આ વસ્તુ જોવા નહિ મળે. નવા જ્ઞાનતંતુઓના ઇલેકટ્રિક કનેક્શન બનવાની પ્રક્રિયા એમનામાં ૧૮-૨૦ વર્ષે ધીમી પડવાનું ચાલુ થાય છે.કદાચ આને તમે “કલ્ચરલ ગેપ” તરિકે ઓળ્ખાવશો અને સંસ્ક્રુતી નો વિનાશ થઈ રહ્યો છે એમ પણ માનશો – પણ એમનું મગજ આ બન્ને પ્ર્વ્રૂત્તિ આસાનીથી “અડેપ્ટ” કરી લે છે, અને “ફાસ્ટ” મગજ સાથે નેચરલી તેમને “ફાસ્ટ” એક્ટિવિટીમાં વધુ રસ પડે છે. જો તમારો સ્ક્રીન ફ્લિકર વગરનો હશે તો તમે થોડા વખતમાં આ તફાવત અનુભવી શક્શો અને કોમ્પયુટર પર આ જ વાંચન પ્રવૄત્તિ આરામથી કરી શકશો.

  I know it’s bit hard for a person who isn’t a brain surgeon – but that’s how I think the brain works and that’s how your experiences are moulded.

  Like

 17. લિનક્સ વાપરો એમાં તમને પુસ્તક વાંચવાની વધુ મજા આવશે 😉 ઓકે મજાક કરુ છું. હજી પણ, એટલાં જ પુસ્તકો ખરીદુ છું જ્યારે લેપટોપ નહોતું. ઉલ્ટું છે, ૨૪ કલાક ઓનલાઇન હોવા છતાં, વાંચવાની મજા અને ફાવટ મરેલા ઝાડમાંથી બનેલા કાગળનાં પાનાંઓમાં જ આવે છે..

  Like

 18. dear sneha
  Koi koinee jagya lai shaktu nathi,pan practical thai ne potano anand je rasto male te par chhali ne malvi levo joiee. i preffered book but i also enjoy net reading.
  sa-sneh ila

  Like

 19. કાગળ પેન થી લખવાની મજા છે એ ઓન લાઈન ટાઈપીંગમાં નથી.

  હું છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતીમાં બ્લોગ પર લખું છું. હવે કદીક દેશમાં કાગળ લખવાનો હોય તો અડવું લાગે છે.
  બધી ટેવની વાત છે. સાયકલ, સ્કુટર, ગાડી કે તરવાનું શીખતાં ન આવડતું હોય ત્યારે આવી જ મુશ્ક્લી અનુભવાય. ન ગમે .
  પણ પછી?
  બાળક ચાલતાં શીખતું હોય ત્યારે ગમે તેટલી વાર પડે એ પ્રયત્ન છોડી દેતું નથી.

  માફ કરજો …. પણ આપણે નીત નવું શીખતા રહેવાનું, એ અલ્લડ બાળપણ ગુમાવી દીધું છે. આપણે બહુ મોટાં થઈ ગયાં છીએ.

  Like

 20. તમે જે મુદ્દો ઉઠાવ્યો છે તેની ચર્ચા ગુજરાતી અખબાર જગતમાં પણ ચાલી રહી છે. શું આવનારાં વર્ષોમાં છાપાંનું સ્થાન ન્યુઝ વેબસાઇટ્સ લઇ લેશે ? હવેની ફાસ્ટલાઇફમાં કોઇને નિરાંતે બેસીને છાપું ઉથલાવવાની ફુરસદ નથી. વાંચકોની એક આખી એવી પેઢી તૈયાર થઇ રહી છે જે માત્ર હેડિંગ પર નજર ફેરવીને છાપું મૂકી દે છે. હવે લગભગ તમામ છાપાંઓએ પોતાની ઓનલાઇન એડિશન શરૂ કરી છે અને તેના વાંચકો વધતા જાય છે. લોકોને હવે ચેનલો પર મિનીટે મિનીટે મળતા બ્રેકીંગ ન્યુઝમાં વધારે રસ પડે છે તે હકીકત છે. છાપું 24 કલાકમાં એક વખત વાંચક પાસે પહોંચે છે અને ત્યારે દુનિયામાં ઘણી ઉથલપાથલ થઇ ગઇ હોય છે. કદાચ આવતીકાલનું છાપું ઇલેકટ્રોનિક રીડરમાં સમાઇ જશે. લોકો ઇચ્છશે ત્યારે તે સમાચાર કે લેખ સર્ફ કરી લેશે. હજુ ઘરે ઘરે ઇન્ટરનેટ નથી એ સાચું છે પણ એમ તો પાંચ વર્ષ પહેલાં આ દેશમાં કેટલા લોકો પાસે મોબાઇલ હતા ? આ મુદ્દે મેં મારા બ્લોગ પર એક પોસ્ટ અગાઉ મૂકી હતી. આ રહી લીન્ક
  http://hirenantani.wordpress.com/2009/04/22/છાપાંનું-ભાવિ/

  Like

 21. “online reading એ ભવિષ્ય છે જ; સુખ-સગવડ , સુવિધાઓ જેમ વધતી જાશે તેમ internet surfing કે પછી heavy weight computer જેવા કોઇ પણ berriers તેને નડશે નહી…. બધું જ flexible થઇ જાશે….

  હા, એ ખરું છે કે આ online reading માં પુસ્તકો જેવી મજા નથી, પણ એ ભવિષ્યની જરુરીયાત બનશે; જા છૂટકે માણ્શે એ જ અપનાવવું પડશે….! so be ready for e-books……”
  .
  .
  .

  આ મેં પહેલાં લખ્યું હતું…..

  છતાં એક હકિકત એ છે કે છેલ્લ અમુક વર્ષોમાં દુનિયા માં કાગળ નો વપરાશ પહેલાં કરતાં ૪ ગણો વધી ગયો છે !
  .
  .
  .

  મારો પહેલો પ્રેમ
  વૃક્ષ
  અને બીજો
  પુસ્તક
  પણ
  કઠણાઇ એવી કે
  એક વૃક્ષ છેદાય
  ત્યારે
  એક પુસ્તક પેદા થાય છે…

  ભલાં કોને ચહું કોને મૂકું…?

  -નગીન મોદી.

  Like

 22. કો’કે કહ્યુ:

  “તમારી ભૂલ થાય છે આ તો સોફ્ટ કોપી થાય.આની કોઈ જ કીમત નહિ. હાર્ડ કોપી હોય તો તમારી રચનાઓની તમારા નામે કોપી રાઇટ થઇ જાય ને.”

  એ સાચું કે આ સોફ્ટ કોપિ છે, એ પણ સાચું કે હાર્ડ કોપિ ની લેખક ને બજાર કિંમત મળી રહે ! પણ શું સોફ્ટ કોપી ની કોઇ જ કિંમત નહિં ???? હા, બજાર કિંમત તો નથી જ !!!!

  એ જ સોફ્ટ કોપી નો +point છે ને ! લેખક ની દ્રષ્ટી એ નહીં પણ વાચક ની દ્રષ્ટી એ ! અત્યારે જ્યાં એક જ ટોપિક પર હઝારો બુક્સ નાં ઓપ્સન્સ અવેલેબલ છે ત્યાં કઇ બુક ખરીદવી ? એના કરતાં સારું છે ને કે એક કરતાં વધારે બુક્સ વાંચો એ પણ મફત માં !!!

  લેખક ની દ્રષ્ટિ એ ફાયદો એ કે એને બહોળો વાચક વર્ગ મળી રહે છે કે જેઓ ને બુકસ ખરીદવી નથી….

  અને બુક ની content માં જ્યારે chaNge કરવાં નું થાય ત્યારે સોફટ કોપી હોય તો સરળ પણ રહે ને !

  અને વિચારો નો કોપી રાઇટ થોડો હોય ???? આ knowledge sharing નો ઝમાનો છે ; કોપી રાઇટ ? એ તો તમે તમારી આવડત ને સંકુચિત કરો છો !!! એને પાંખ નહીં મળે તો ????

  આ વેબ ની દુનિયાએ તમારા વિચારો ને ઉડવા માટે પાંખો આપી છે અને તમે તેની ઉપર ક્વેશ્ચન માર્ક મુકો છો ? !!
  તમારે તમારો વાચક વર્ગ વધારવો છે કે ઘટાડવો છે ???

  અત્યારે નેટ પર wikipedia જેવી websites અને હજારો ની સંખ્યા માં ઉપલબ્ધ બ્લોગ્સ પર એટલું બધું knowledge available છે કે તમારા શહેર ની લાયબ્રેરીઝ ટૂંકી પડે ! શું આ બધા પર કોઇ કોપી રાઇટ છે ?!!!
  નથી અને હોવો પણ ન જોઇએ !!! એ તો અધોગતી કહેવાય !!! લેખક માટે પણ અને વાચક માટે પણ !!!

  So N joy Free OnLine E-books & Smile

  Like

 23. mari vinanti ne maan aapi ne aa commnet ahi mukva badal khub khub aabhar Naman tamaro…thnx for ur lvly commnts..

  Like

 24. {slightly contradictory/duality from my above Openion}
  .
  .
  .
  સ્નેહાજી, જો તમારો પ્રશ્ન એમ હોત કે તમારે તમારી રચનાઓની બુક બહાર પાડવી જોઇએ કે નહી, તો એ બાબત માં મારું મંતવ્ય હકાર માં હોત ….

  દરેક લેખક/કવિ એવું ઇચ્છતો હોય છે કે એમની રચનાઓ ને પુસ્તક નું સ્વરુપ મળે….

  એ એનાં શબ્દો/વિચારો નું physical સ્વરુપ હોય છે; કે જેને તે હંમેશા પોતાની સાથે સાચવી શકે છે….

  Openions can be differ according to implimentations !

  હું તમને ક્યાંય પણ તમારાં વિચારો માં અટકાવવા નથી માંગતો અને અટકાવી શકું પણ નહીં…

  હું માત્ર તમારા વિચારો માં વૃદ્ધિ કરી શકું છું….
  .
  .
  .
  મેં પહેલાં જે કહ્યું હતું તે knowledge globalization ઉપર ભાર મુકવા નાં પ્રયાસ રુપે હતું.

  અને જે મેં અત્યારે કહ્યું છે તે એક કવિ/લેખક ની લાગણીઓ ને ધ્યાન માં લઇ ને કહ્યું છે.
  .
  .
  .
  So Trust on Your Self
  N Joy 🙂

  ~નમન.
  .
  .
  .
  અને હા, Thanx (બસ, કહેવાનું મન થયું)

  Like

 25. બિજું હું એ કહેવા માગુ છું કે,

  આપણા ગુજરાતીઓ માં મોટે ભાગે પુસ્તક છપવવાં પાછળ નું કારણ Proffessionalizm હોય છે !
  (જેઓ ખોટું લગાડવા માંગતા હોય તેઓ પ્રેમ થી લગાડી શકે છે.)

  જો Proffessional કવિ/લેખક નું બિરુદ જોઇતું હોય તો કેટલાં પુસ્તક લખ્યાં ?? કેટલાં વેચાણાં ??? તેનાં જવાબ આપવાં પડતાં હોય છે !
  બાકિ અહીં એવા ઘણા બધા લેખકો/કવિઓ છે કે જેઓ જેમણે બુક્સ બહાર પાડી હોય એમાનાં મોટા ભાગનાં કરતાં ઘણું સારું – ઉચ્ચ કોટિ નું લખતાં હોય છે…

  અહીં ઓર્કુટ પર ની જ હિન્દી અને ઉર્દુ કોમ્યુનિટી માં મારા એવાં ઘણા મીત્રો છે જેઓ વાત વાત માં ઉત્તમ કોટિ ની શાયરી/કવિતા/ગઝલ સર્જી લેતાં હોય છે જાણે એ જ એમની ભાષા હોય ! આ રિતે તો તેઓ રોજ ની સેંકડો નાં હિસાબે કવિતાઓ નું સર્જન કરતાં હોય છે, એ પણ બસ એમ જ વાત વાત માં જ તેઓ કાંઇક બોલે એમાં પણ શાયરી જ ઝરતી હોય છે અને એવું નહીં કે ઢગલાં-બંધ શાયરી બનાવી લિધિ પણ બધી જ ઉચ્ચતમ શૈલી ની રચનાઓ, સરસ લઢણ, શૈલી અને પ્રેકાર… કે જેવું મેં આપણા ગુજરાતીઓ માં બહુ ઓછું જોયું છે ! (જેનું કારણ મારું ઓછું વાંચન પણ હોય શકે છે), પણ તેઓ જો આ બધી કવિતાઓ નો સંગ્રહ કરે તો તો ગ્રંથાલયો ના ગ્રંથાલયો ભરાય જાય !!!

  જ્યારે આપણામાં જો કવિ કે લેખક નું બિરુદ પામવું હોય તો બુક તો બહાર પાડેલી હોવી જ જોઇએ !!

  જો કે જેમ જેમ નેટ-વાંચન નું ચલણ વધતું જાય છે તેમ તેમ આવું ઓછું થાતું જાય છે.

  જ્યારે નેટ-જગત માં હું વાંચતો થયો ત્યાર પછી થી મને એટલી ખબર પડતી થઇ કે મને કાંઇ જ ખબર પડતી નથી !

  બધા કવિઓ/લેખકો પુસ્તક થોડી બહાર પાડી શકવાનાં છે ?
  અહીં તમે એવાં કવિઓ/લેખકો ની કૃતિ માણી શકો છો કે જેઓ પુસ્તક બહાર નથી પાડી શકવાનાં અથવા તો જેમના પુસ્તકો એક લિમિટેડ વાચક વર્ગ પૂંરતાં જ પહોંચી શકવાનાં છે,

  એક બાજું અહીં બેઠા-બેઠા હું અમદાવાદ, સુરત, રાજકોટ, બોમ્બે, પુના તથા વિદેશ માં બેઠેલાં મારા ગુજરાતી મીત્રો ની ગઇકાલે જ લખેલી ગુજરાતી કૃતિ આજે માણી શકું છું
  તો બિજી બાજું પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ માં વસેલાં મારા મીત્રો ની હિન્દી, ઉર્દુ કે પંજાબી કૃતિઓ પણ માણી શકું છું…

  હું મારું study material પણ વાંચી શકું છું; dictionary પણ refer કરી શકું છું; OnLine Cricket Score કે News પણ જોઇ શકું છું….

  Study માં કોઇ problem પડે તો નેટ-મીત્ર ને પુછી પણ શકું છું અને ગરવી ગુજરાત નાં મીત્રો સાથે discussion કે debate પણ કરી શકું છું !

  મારા આંટી નેટ પર થી રસોઇ ની રેસિપી શીખતાં હોય છે તો મારા ભત્રીજા નું નામ પણ નેટ પર થી સર્ચ કરવા માં આવે છે !!!

  રહી વાત Novels ની તો એક વાર handy થઇ જવાય એટલે બધું easy-easy જ છે…

  .
  .
  .
  ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ~સ્વામી વિવેકાનંદ.

  સુબહ સિર્ફ ઊઠો મત; જાગો રે…….

  Like

 26. તારી દરેક વાત સાથે સહમત નમન..પણ હું તો મારી પર્સનલ પસંદગી કહું છુ. આજ કાલ જે રીતે વાંચન સરળ બન્યું છે એટલું જ લોકો પ્રેમથી માણી શકે છે ખરું ? પહેલાં ઓરકુટ નહોતુ તો લોકો શુ વાંચતા નહોતા ?અરે,બીજા મિત્રો પાસેથી ચોપડીઓ લઈ લઈ ને વાંચતા હતા અને તેમની ગ્યાન-પિપાષા સંતોષતા હતા. એ રીતે મેળવેલ બુક નો આખે આખો સાર એ તને ગમે ત્યારે આરામથી કહી શકતા હતા.જ્યારે આજે બધુ વાંચન એટલુ સરળતાથી મળેછે કે લોકો ફટાફટ વાંચી લે છે અને એનાથી પણ ૧૦ગણી સ્પીડે ભૂલી જાય છે.આ જ વસ્તુ તમને આજકાલ ના સંગીતમાં પણ તું અનુભવી શકીશ..આજ કાલ ના કોઈ પણ ગીત તું જો..જેટલા જલ્દી પ્રસિદ્ધ થાય છે એટલ જ જલ્દી બહાર..સ્પીડ્ને આપણે એટ્લી હદ સુધી વણી લીધી છે જિવનમાં કે જેટલી જલ્દી આવ્યું એટલું જ જલ્દી ગયું એની અસર આપણા સામાજીક વાતાવરણ માં પણ તું અનુભવી શકીશ..થોડી આંખો ખોલી ને જોજે…!!!બધી વાત માં જીવન એટ્લું સરળ બની ગયું છે કે એ સરળતા આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ જ લઈએ છીએ.તું ક્વોન્ટીટીને મહત્વ આપ્વા માંગતો ય તો તારી વાત બરાબર છે..બાકી ક્વોલીટી ની રીતે તો હું સ્ટ્રીક્ટ્લી માનું છું કે નેટ પુસ્તકો નો પર્યાય ના જ બની શકે…જેટ્લી શાયરિઓ વાંચે છે એટ્લી બધી યાદ રહે છે? જ્યારે કોઈ પણ સારા કવિનું એક ગીત હજી પણ લોકો યાદ કરે જ છે ને..(અરે,મરીઝ જેવાના તો એક-એક શેર પણ હજી મુહ-જુબાની હોય છે)હા,એમણે સંઘર્ષ કરેલો હશે એના માટે જે આપણને સરળતાથી મળી જાય છે.પણ આધુનિક્તાનો ફાયદો લેવામાં આપણે જરા વધુ પડતા જ હક્ભાવ જતાવી દઈએ છીએ અને એના માઠા પરિણામો ભોગવવામાં હંમેશા આધુનિક બીમારીઓ ડીપ્રેશન જેવી બીમારીઑ નોંતરી દઈએ છીએ.આધુનિક્તાનો (નેટને)ફાયદો જો આપણે સમજ્ણપૂર્વક ઉઠાવી શકીએ તો જ કામનું..બાકી તો હરિ હરિ….

  Like

 27. હા, નેટ પર હું જે વાંચું છું એમાનું ઘણુ-ખરું ભૂલી જાવ છું…..

  અને હું ક્વોન્ટિટી ને નહીં પણ ક્વોલિટી ને જ મહત્વ આપું છું, અને મેં જે ક્વોન્ટિટી ની વાત કરી હતી એ હું example આપવા માગતો હતો……… કહેવા નું એમ હતું કે ઓનલાઇન રીડીંગ ન હોત તો અત્યારે આપણે કેટલાં કવિઓ ની રચના માણી હોત ??? જેટલા એ બુક નથી લખી એમની તો ન જ માણી હોત !!!

  નેટ વાચકે એમને એક માન આપ્યું છે; એક હોદ્દો આપ્યો છે….

  અહીં વાત યાદ રાખવાની નથી, વિવિધ કવિઓ/લેખકો ની વિવિધ રચનાઓ વાંચવાની – માણવાની – સમજવાની અને તેનો સાર આત્મસાત કરવાની વાત હું કરું છું………….

  કારણ કે જેમ જેમ વાંચન માં વૃદ્ધિ થાય છે તેમ તેમ વિચારો માં પણ વૃદ્ધિ થાય છે.

  .
  .
  .
  તમે example આપ્યું ’મરીઝ’ નું……

  તો આજે મરીઝ ને જેટલાં ઓળખે છે એની પાછળ નેટ નો ફાળો પણ નાનો-સૂનો નથી જ.
  ચોક્કસ તેઓ પેહલે થી જ ગઝલ નાં બદશાહ છે પણ નેટે તેમના વાચક-વર્ગ માં જબરદસ્ત વૃદ્ધિ કરી છે.

  જો મરીઝ ની ગઝલો ને પુસ્તક નું સ્વરુપ ન મળ્યું હોત તો ચોક્કસ તેઓ ગુમનામ હોત !

  પણ આવે સમયે જો તેમની રચનાઓ ને નેટ પર વાચક વર્ગ મળે તો ……. તો એમની કદર થાય કે નહીં……??? એક લેખક ને પણ ન્યાય મળે અને વાચક ને તો મજા મજા !!!

  તમે તમારુંજ example લો ને ……….. જો તમે નેટ પર લખતાં ન હોત તો તમારી આટલી સુંદર રચનાઓ ને હું કેમ માણી શક્યો હોત ???

  આજે તમને લતા મંગેશકર નાં ગીતો બહુ ગમે છે પણ તમે અનુરાધા પૌડવાલ ને કેટલી સાંભળી છે ? હા, અત્યારે ભજનો માં જરુર થી સાંભળી હશે પણ ફિલ્મોમાં તો બહુ જ ઓછી જ ને ?
  એક સમયે તેમની તુલના લતા મંગેશકર સાથે થાતિ હતિ અને છે જ…….. તેમને ચાન્સ ઓછો મળ્યો !

  તો આ નેટ જગત જે platform પૂરુ પાડે છે તે appreciate થાય છે નેટ પર નાં વાચક મીત્રો થી જ !

  So N Joy OnLine Reading !!!

  Like

 28. મારા લાયબ્રેરીના અનુભવોને આધારે અને મારી પસંદગી મુજબ (હું ફિલાડેલ્ફિઆ ની ડ્રેક્ષેલ યુનિવર્સિટી ની એન્જિનિયરીંગ લાયબ્રેરી માં સલાહકાર તરીકે સેવા આપું છુ) લખું છું:

  પુસ્તકો વાંચવાનો આનંદ જે હાથમાં લઈને વાંચવામાં છે તે ઓનલાઈનમાં વાંચવામાં નથી. ઓનલાઈન પર એકધારું ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી.
  વારંવાર જુદી જુદી વેબ સાઈટો પર જવાનું મન થઈ જાય છે. આજના વિદ્યાર્થીઓ પણ એટલે જ ધ્યાન આપી શકતા નથી. એક પ્રોફેસરના અનુભવ પ્રમાણે એમના વર્ગમાં જેમણે પ્રિન્ટ ઓઉટ વાંચીને કે પુસ્તકો વાંચીણે પેપર લખ્યા હતા એમના પેપરો વધારે સારા હતા; વધારે માહિતી એમને લખી હતી.
  ઓનલાઈનને લીધે આંખો પર દબાણ પણ વધારે આવે છે. જો કે આજ ની નવી પેઢીના વિધાર્થીઓ ઓનલાઈન પુસ્તકો વધારે વાંચવાના – એ કદાચ હકીકત છે. અમારે ખાસ વિધાર્થીઓને કેવી રીતે પોતાનું (કોપી પેસ્ટ) વગરનું રીસર્ચ કરવાનું એની પર ખાસ વર્કશોપ આપવાની હોય છે. હું ટ્રેનમાં ઘરે જતી વખતે મારું માનીતું પુસ્તક કે ‘દિવ્ય-ભાસ્કર’ ખુબ આનંદથી વાચી શકું છું, એની મજા કોઈ જુદી જ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s