છોમાસું….ચોમાસું

ચોમાસું આ સાલ છોમાસું થઈ ગયું છે,
એને બહુ પ્રેમ કર્યો તો ભાવ ખાતું થઈ ગયું છે.

ચાર માસે પધરામણીની મજા જ કંઈક અલગ છે,
મહિનાઓની ગણત્રીમાં ભૂલો કરતું થઈ ગયું છે.

કોણ સમજાવે એ અભિમાનનાં પૂતળાને,
ધરતીથી બે વેંત અદ્ધર ચાલતું થઈ ગયું છે.

અમદાવાદ મારું કોરું કટ સુકાય એની રાહમાં,
એનાં રુદનના ભેજની રાહ જોતું થઈ ગયું છે.

અમારી પ્રેમભરી વિનંતીઓથી પલળી જાય તો સારું,
એના વિના જીવન રણનું મ્રુગજળ થઈ ગયું છે….

સ્નેહા-અક્ષિતારક
૨-૦૭-૦૯
૧૦.૧૦ રાતનાં

હવે તો મેઘરાજા પધરામણીકરે તો સારું અમદાવાદમાં…

શું કહો મિત્રો?
ભેગાં થઈને પ્રાથ્ના કરો બધા

19 comments on “છોમાસું….ચોમાસું

  1. પણ ચોમાસુ પણ અમદાવાદ રહીને છોમાસુ થયું છે તેનું શું?

    સારી ધમકીભર્યો સુર…

    Like

  2. ચોમાસુ છે આસપાસ
    દૂર નથી હવે ખાસ
    છે જરુર એ મોડું
    માફ કરીએ થોડું……………..બી પોઝિટીવ યા………ર

    Like

  3. અરે, રેખા દીદી..જેને પ્રેમ કરીએ એના પર નારાજ થવાનો પૂરો હક છે અને એ પણ જ્યારે હાથે કરીને હેરાન કરે ત્યારે તો ખાસ. એમાં પોઝીટીવ થવાની વાત જ નથી..લાસ્ટ લાઈન જુવો..કેટલાં પ્રેમથી એને મેં વિનંતી પણ કરી જ છે ને…

    Like

  4. આ તો આપણા કર્મોની સજા જ આપણે ભોગવી રહ્યા છીએ.
    આપણે પર્યાવરણને જે રીતે નુકશાન પહોચાડ્યું છે, પછી કુદરત ગુસ્સે ના થાય તો શું કરે !!!!

    જો આમજ ચાલુ રહ્યું તો કદાચ પાણી જોવા મ્યુઝીયમ જવું પડે એ દિવસો પણ દુર નહિ હોય….

    પછી એ મ્યુઝીયમ જોવા આપણે જીવતા હોઈશું ખરા ?

    Like

  5. શૈલ્યજી..એક્દમ સાચું કહ્યું તમે.આપણાં પગ પર આપણે જાતે જ કુહાડી મારી છે.અને હવે ગ્લોબલ વોર્મિંગની બૂમો પાડીએ છીએ.નવા વ્રુક્ષો વાવી તો શકતા નથી અને જે સરસ મજાના ઉછરેલાં છે એમનું નિકંદન કાઢીએ છીએ.

    Like

  6. કોણ સમજાવે એ અભિમાનનાં પૂતળાને,
    ધરતીથી બે વેંત અદ્ધર ચાલતું થઈ ગયું છે.

    woow nice
    megh raja ne manavani saras kosis che
    madam baroda mate pun duva karjo….

    Like

  7. સ્નેહાબેન તમને એક વિનંતી છે. જો શકય હોય તો તમારા બ્લોગ પર ઈમેલ સબસ્ક્રીપશનની સુવિધા મુકશો જેથી કરીને, મારા જેવા વ્યકિતઓ જે કામના લીધે તમારા બ્લોગની નિયમીત મુલાકાત ન લઈ શકે તો પણ તમારી કવિતા (રચના)ઓ તેમના સુધી પહોંચતી રહે. અહીં હું તેના માટે બે લિંક આપી રહ્યો છું.

    પ્રથમ લિંક

    Email Subscriptions

    બીજી લિંક

    Text Widget

    આ બંને લિંક પરથી તમને પુરી માહિતી મળી રહેશે છતાં પણ તમને કોઈ મદદની જરૂર જણાય તો જણાવશો. nileshthakker786 મારું જીઈમેલ આઈડી છે

    Like

  8. The things are may not look bright today but thay will turn out all right…..
    if we keep searching sun-shine in the cloud……

    Like

  9. snehaben bahu sarase rachana

    કોણ સમજાવે એ અભિમાનનાં પૂતળાને,
    ધરતીથી બે વેંત અદ્ધર ચાલતું થઈ ગયું છે.

    Like

  10. actully tame aa varsad ne khakhdavyo hato etlej thodo ghano varsi gayo …nahi to aavyo j na hot…

    Like

  11. અમારી પ્રેમભરી વિનંતીઓથી પલળી જાય તો સારું,
    એના વિના જીવન રણનું મ્રુગજળ થઈ ગયું છે….

    humm, badhe aaj vaat che aavakhate kudarate teni prabhav batavi didho..aapni karani ne karane j aa vakhate ghane thekane dukaal thayo che..:(
    saras mesg aapyo che..kavita maa

    Like

Leave a comment