જિંદગી એક પહેલી…

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.

ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.

સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.

આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

સ્નેહા-અક્ષિતારક
૧૯-૦૨-૨૦૦૯

દોસ્તો, જિંદગીમાં બસ જેટલું શીખીએ એટલું ઓછું જ કેમ પડે છે???

Advertisements

22 comments on “જિંદગી એક પહેલી…

 1. gr8888888888

  કઈ લાઈન નાં વખાણ કરુ બોલ…

  ખુબ સરસ ..લખ્યું છે…

  આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
  ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

  આ તો ખુબ જ સરસ છે dear

  Like

 2. વાહ ! કેવું કડવુ સત્ય !

  આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
  ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

  આનો શો જવાબ હોઈ શકે ?

  Like

 3. એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
  ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

  much nice

  Like

 4. ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

  aam toh aakhi rachana saras chhe pan aa line khub gami…

  you write really very well..

  Like

 5. આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
  ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

  wow nice blog…mara blog ni visit pan karjo

  2) poems:-http://shil1410.blogspot.com/

  લિ..શિલ્પા પ્રજાપતિ…..
  …………………………………….
  1)જોક્સ,સુવાકયો,મારા અભિપાયો અને સાહિત્ય …લિ.શિલ્પા પ્રજાપતિ….
  http://shilpa1410.blog.co.in/

  Like

 6. કડ્વી વાસ્તવિકતા…! એક એક પંક્તિ ખૂબ જ સરસ રીતે લખી છે …અભિનંદન સ્નેહા..!

  Like

 7. કડવી વાસ્તવિક્તા..! એક એક પંક્તિ ખૂબ જ સરસ રીતે લખી છે સ્નેહા..! અભિનંદન

  Like

 8. આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
  ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

  ekdm sachi vaat

  Like

 9. hmmnnn jindgi….aane vishe lakhava mate ane manavi jaruri chhe ane tame ene mani chhe bharpur..etlej kadach atli sari rite kagal par utari shakya chho..

  aanathi vadhu kai lakhvani mane jarur nathi lagti..

  keep it up di..god alws bless u…

  Like

 10. ખુબ સરસ ભાવ છે તમારી આ કવિતામા……આટલુ સરસ લખવુ એ બધાના બસની વાત નથી.

  ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
  કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.

  આ શબ્દો બહુ ઘેરા છે. સંબંધની પરાકાષ્ઠા સમજવામા બહુ બહુ બહુ ઉપયોગી નીવડે તેવા….

  ખુબ સરસ સ્નેહાજી…..

  Like

 11. so ncie gr8 dear ur all poems i like ti all very much..lovely..snehan..ji keep it up best of luck to u 🙂

  Like

 12. ઉત્તમ !!!!!!!!!!!

  સ્નેહા …..

  ખુબ જ સરસ …….

  તારી રચના ને સમજવા જતા ……નીકળેલા મારા શબ્દો……………

  કંઇક આવુ શીખવી જાય છે જીન્દગી….

  હસવાનો હોય પ્રસંગ ને રડાવી જાય છે જિન્દગી…..

  Like

 13. Hey Dear…
  Really I m impressed….You know me bahot time se aisa hi kuch net pe serch kar raha tha and suddenly I found this website..Mujeh ye Gazal, Sayeri jo hai bahot pasand hai…and I found it on this site…
  I Really Thankfull to you…Is anybody please tell me how to write comment in Gujarati..???
  Have A Greate Day…

  Like

 14. સ્નેહાબેન તમે ખુબ સરસ લખો છો, જો કે આ રચના(પંક્તિઓ) મને ઓરકુટ પર વાંચવા મળી હતી અને કોણે લખ્યું છે તે જાણવાના પ્રયત્નો કરતા તમારા બ્લોગ સુધી પહોંચી ગયો.

  તમને પુછયા વગર તમારી રચના મારા બ્લોગ પર મુકવાનો હતો પણ એવું યોગ્ય ન લાગતા મુકતો નથી, જો આપ મને એવું કરવાની પરવાનગી આપશો તો હું જરૂર મુકીશ.

  તમે બસ આ રીતે લખવાનું ચાલુ રાખશો એવી મારી વિનંતી છે, કારણ કે બહુ ઓછા લોકો આટલું સારું લખી શકતા હોય છે.

  Like

 15. sure nil…u can post.it will be my pleasure..thnx for ur encouragment.bas sacchai lakhu chu dost jivan ni…kapna ni duniya jara mane aghari pade che..mari rachna ma tame mostly vastavikata joi sakso dost.

  Like

 16. માફ કરશો, પહેલા મેં મારા ટેકનિકલ બ્લોગની લિંક આપેલી, પણ આ વખતે મારા બીજા બ્લોગની લિંક આપુ છું અને હા તમારી કવિતા મને પોસ્ટ કરવાની પરવાનગી આપવા બદલ આપનો આભારી છું

  Like

 17. “કેટલાં અધૂરાં આપણે !!!”

  કેટલુ સત્ય છે..

  જિંદગીએ એક કોરી સ્લેટ છે. જેમાં સ્વપ્રયત્ને સબન્ધોના સરવાળા અને શિક્ષાનો ગુણાકાર કરતાજ રહેવુ પડે..

  .

  .

  .
  MK

  Like

 18. સરસ રચના છે, વાંચવાની મજા આવી ગઇ, નીચેની પંક્તિઓ મને વિશેષ ગમી… થેકસ આવું સરસ અમારી સાથે શેર કરતા રહો…

  ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
  કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.

  સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
  દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.

  Like

 19. સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
  દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી…
  adhbut…zindai no nichod che aa rachana..mane aaakhi rachana khoob gami pan aa be pankti thodi vadhaare gami..
  u r gr8 D !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s