પડળો


આત્માને સ્નાન કરાવું છું,
ભીતરની સફાઈ કરું છું,
મોહ-માયાનો કચરો સંઘર્યો છે,
એ પડળો દૂર કરું છું આજે.
સ્નેહા-અક્ષિતારક
૨૦-૪-૦૯

લાગણી


લાગણી જતાવ્યાનો પણ થાક લાગે છે દોસ્ત,
કે હવે…
પોતીકાઓ એ હોવાની સાબીતી માંગે છે દોસ્ત…
સ્નેહા-અક્ષિતારક
૩૧-૪-૦૯

નિરંતર વહી જાય છે


તારી માટે સાચવી રાખેલી કેટલીયે વાતો આંખમાંથી વહી જાય છે,
જાણે એક ઝરણું પહાડને ચીરીને નિરંતર વહી જાય છે…..
સ્નેહા-અક્ષિતારક.
૨૯-૪-૦૯

જિંદગી એક પહેલી…


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.

ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.

સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.

આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

સ્નેહા-અક્ષિતારક
૧૯-૦૨-૨૦૦૯

દોસ્તો, જિંદગીમાં બસ જેટલું શીખીએ એટલું ઓછું જ કેમ પડે છે???