ચાંદ પાસે યાચેલી રાત

raat

૧૦ મિનિટ્ની વાત હતી એ,
પ્રબળ ઝંખનાની વાત હતી એ,
રાતને અલબેલી સજાવવા ચાંદ પાસે,
પૂરાં દિલથી યાચેલી રાત હતી એ.

અહીં એક પ્રેમિકાની મનોઃસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.એને આજે એનાં મનનાં માનેલાંને મળવાનું બહું જ મન થતું હતું.દિલનાં ઊંડાણમાં ક્યાંક કંઈક ખૂટતું હતું કોઈ કમી હતી.ચેન તો જાણે એનાથી જાણે જોજનો દૂર હતું.આ તો પેલું કહ્યું છે ને કે,”ઘાયલ કી ગત ઘાયલ જાણે”…. જે આ પ્રેમ રંગે રંગાયેલ હોય તે જ સમજી શકે કે એ રંગારો અત્યારે દિલ પર કેટલી હદ સુધી કબ્જો જમાવી બેઠો છે.નાયિકા પૂરા દિલથી નારી સહજ બધી લજજા અને એનાં સ્વભાવથી વિરુધ્ધ જઈને એનાં પ્રીતમને ફક્ત ૧૦ મિનિટની મુલાકાત માટે વીનવે છે…..!!!! એ ૧૦ મિનિટમાં તો એ જાણે આખી જીંદગી જીવી લેશે એવો વિચાર છે…એ ઘેલીને એ ૧૦મિનિટમાં એના આંચલમાં બહુ બધી યાદો સમેટી લેવી.પ્રીતમને મન ભરીને જોઈ લેવો છે અને રાતનાં જ્યારે એકલી મકાનની અગાશીમાં ઊભી હોય ત્યારે આકાશના ચાંદને જોઈને પોતાના ચાંદ સાથે કરેલી મીઠી મુલાકાત-વાતો વાગોળવી છે.

 

સ્નેહા-અક્ષિતારક
૨૦-૧૨-૦૮

Advertisements

10 comments on “ચાંદ પાસે યાચેલી રાત

 1. kharekhar aa mane tamari atyar sudhi ni rachnao mani je sauthi vadhu gami te aa rachna…hates off just for this…

  Like

 2. બહુ sweet લખ્યું છે સ્નેહાજી…

  મને લાગે છે આ ફોટો જોઇને જ લખવાનું મન થયું હશે…. હે ને ??

  Like

 3. મને આ રચના બહુ ગમી.

  એક તો ગમ્યું કે તે પદ્ય અને ગદ્યને સાથે પીરસ્યા છે. જો ખાલી ઉપરની ચાર લીટી પીરસી હોત તો સાચે મારી વાંચવાની ભુખ ના સંતોષાત. પણ સમજણ સાથે ની પંક્તિઓ જાણે મસ્ત પુરી થાળી હોય તેમ લાગે છે. just keep it up dear. ખાલી કવિતાઓની પંક્તિઓ વાળા ઘણા blogs મળશે. પણ વાંચનારને જોઇએ છે પુરેપુરો વૈચારીક આનંદ, જે મળે આ રીતે આખી વાનગી મળે તો, એક બટકામાં સંતોષ ના થાય. !!!

  બીજુ ગમ્યું કે બિન્દાસ જે રીતે પ્રેમિકાની મનોદશા વર્ણવી છે તે. ક્યાંક લાગે છે કે નારી સર્જાઇ છે પ્રેમ કરવા અને પ્રીતમની રાહ જોવા, અને પ્રીતમજી સમજે તો સારું !!!!! વાહ વાહ, સાચું કહું? જરા આ typical થી હટકે રચના અને post જોઇને દિલ ખરેખર ખુશ થયું.

  Like

 4. સ્નેહા , ચાંદ ને જ બોલાવ ને , ૧૦ મીનીટ વાત કરવા , તારા મા તાકાત છે

  Like

 5. નમન, જરા તારીખ જો મેં ક્યારની લખી છે આ રચના.આ તો આ ચિત્ર હમણાં જ મળ્યું અને આની સાથે મને બહુ સરસ સેટ થતું લાગ્યું, એટલે થોડા વધુ લાડ લડાવી દીધા આ રચનાને. ખ્યાતી, સાચું કહુ તો આ ગદ્ય લખવા પાછળ તારો બહુ મોટો ફાળો છે.તને ખબર જ છે કે તે જ મને કહેલ કે ,” સ્નેહા, તું ગદ્ય વધુ સારું લખી શકે છે અને આ રચના વાંચીને તેં એક પ્રશ્ન પૂચ્યો કે આ સમજાણુ નહી…તો મને થયું કે તારા જેવી સમજુ અને બ્લોગ વાચવાની શોખીન વાંચકની આ હાલત હોય તો મારા લખાણને થોડું વધારે વિસ્તારથી સમજાવવું જ રહ્યું.બસ તો આ ગદ્ય તને જ અર્પણ ડિયર.ખૂબ ખૂબ આભાર.પૂનમ,મેહુલભાઈ અને મારી ઝમકુડી.

  Like

 6. કવિતાનો મર્મ બહુ સરસ છે કોઇની યાદ વગોળવી એ પણ જીવનની એક અનેરી મજા છે…….

  પણ અહિ શબ્દોની આંટી-ઘુંટી સમજાવામા કે પછી મને સમજવામા તકલીફ પડે છે.
  કદાચ નીચે આપેલી માહીતી વધારે સચોટ લાગે છે…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s