નમ્રતા – મારી સખી …..


નમ્રતા માટે….
એક વાત કહું સખી ભલે દુર જતાં જવાઈ ગયું,
તારા દિલમાં તો સદાકાળ સમાઈ રહીશ હું,

દુભાયેલાં તારા મૌન શબ્દોની વાચા બનીને,
દુભાષિયાં ની ભુમિકા સદાકાળ નિભાવીશ હું,

જીન્દગી તો બેશરમ – બેરહમ જ મળી છે તને,
રુઝ લાવતા મલમની ગરજ સદકાળ સારીશ હું,

છોને કુદરત ક્રુર બની અહીંથી હિમખડકે ફેંકે,
મારા અંતરની હુંફથી સદાકાળ ગરમાવીશ હું,

આનાથી વધૂ શું કહું શબ્દૉ નથી મારી પાસે,
વળી પાછી કહીશ તું સદાકાળ -બધું જાણું છુ હું…..

મારી આનાથી લખવાની તાકાત નથી મારી પ્રિય સખી તું મારા જીવનમાં એક મસ્ત પવનની સુગન્ધિત લહેરખી બની ને આવી અને હજી હું એ નશામાં ઝૂમું છુ…
બસ,આમ જ ખુશ રહે મારી લાડકી સદાકાળ…..
સ્નેહા..
૨૪-૧૧-૦૮.
૧૦.૧૯ રાત્રિનાં.