સાજનજી, મને ગર્વ છે તમારા ઉપર.

એક પત્ની એનાં લગ્નજીવનની ૨૫મી વર્ષગાંઠ વખતે એનાં પ્રાણપ્યારાં સાજનને આટલું જ કહેવાં ઈરછે છે..
સહજીવનનાં પચ્ચીસ વર્ષનાં સરવૈયારુપે
એટલું જ કહીશ તમને પ્રિય સાજનજી
મને ગર્વ છે તમારા ઊપર.
હંમેશા પ્રેમનાં સરવાળા-ગુણાકાર જ કર્યાં,
બાદબાકી-ભાગાકાર બાકાત જ રાખ્યાં,
સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.
કાળામાંથી ધોળા થતાં વાળ અને
આંખો પર આવેલા ચશ્માં પ્રેમથી વધાવ્યાં,
સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.
મારી અપૂર્ણતાને પૂર્ણતા માની,
અલ્પવિરામે પુર્ણવિરામનાં સુંદર ટપકાં મૂક્યાં,
સાજનજી, મને ગર્વ છે તમારા ઉપર.
ક્યાંક દિલ દુખાવ્યું,ક્યાંક અપેક્ષાઓએ ઊણી ઉતરી,
કડવાં વેણ મુખેથી તોયે તમે કદી ના સાર્યા,
સાજનજી, મને ગર્વ છે તમારા ઉપર.
સપ્તપદીએ સંગાથે લીધેલ વચનો મેં બોલી જાણ્યાં,
તમે પ્રેમથી એનું વચનપાલન કરતાં ચાલ્યાં,
સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.
પંખીઓ સમ સંતાનો તો માળો છોડી ચાલ્યાં,
તમે પહાડ સમ અડીખમ ઉભા પડખામાં,
સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.
મેં તો પ્રેમ શબ્દ જેમ બોલી જ જાણ્યો,
તમે પ્રેમ વર્તનમાં નીભાવતાં ચાલ્યાં,
સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.
પ્રિય,સાજનજીઓને પણ હું એટલું જ કહીશ કે તમે પણ તમારી સજનીને કહેતાં રહો કે  તમે પણ એને કેટલો પ્રેમ કરો છો.
“વણબોલ્યાં વચનો સાંભળતી ચાલી,
મારું તો વર્તન તું પિછાનતી ચાલી.
મારી વ્હાલી સજની,
મને પણ તારી પર એટલો જ ગર્વ છે.
સંસારની તડકી-છાંયડી,સુખ-દુખ,
હસીને સાથે માણતી ચાલી,
મારી વ્હાલી સજની ,
મને પણ તારી પર એટલો જ ગર્વ છે.
સ્નેહા-અક્ષિતારક.
૧૯-૨-૨૦૦૯
૪.૦૦ બપોરનાં

11 comments on “સાજનજી, મને ગર્વ છે તમારા ઉપર.

 1. એક પતિ માટે ૨૫મી વર્ષગાંઠ ની આનાથી સરસ ભેટ કોઈ હોઈ જ ન શકે.
  સુંદર રચના…

  Like

 2. પંખીઓ સમ સંતાનો તો માળો છોડી ચાલ્યાં,
  તમે પહાડ સમ અડીખમ ઉભા પડખામાં,
  સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.

  Nice……..

  Like

 3. સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.

  ક્યાંક દિલ દુખાવ્યું,ક્યાંક અપેક્ષાઓએ ઊણી ઉતરી,
  કડવાં વેણ મુખેથી તોયે તમે કદી ના સાર્યા,

  સપ્તપદીએ સંગાથે લીધેલ વચનો મેં બોલી જાણ્યાં,
  તમે પ્રેમથી એનું વચનપાલન કરતાં ચાલ્યાં,

  waah snehaaji..
  kharekh sundar lagani bahri rachnaa..
  🙂

  Like

 4. સરસ .
  સજન – સાજની વિશે ની કલ્પના અને ખૂબ જ ભાવ અને લાગણી એક-બીજા તરફ બતાવી છે. વાળ કાળા માંથી ધોળા થયા, ખરેખર ખુબ જ સરસ રચના છે.
  સ્નેહા , રિઅલી સુપર્બ હંમેશ ની જેમ જ .

  Like

 5. wow jordar bhu j saras…

  મને પણ તારી પર એટલો જ ગર્વ છે.
  સંસારની તડકી-છાંયડી,સુખ-દુખ,
  હસીને સાથે માણતી ચાલી

  hu pan add kru chu…..
  for my nice husband
  જીવન માં વખાણ કેટલા કરી શું તમારા!
  મારો હાથ તમારા હાથ જ રહે હમેશા.
  જરૂર હતી મિત્રની તો તમે બની ગયા!
  આ જન્મમાં સાથી બની ગયા છો તમે.
  તમારી જગ્યા કોઇ લઇશકે તેમ નહોતુ
  હર ઘઙી અમ ને હ્સાવતા જ તમે રહયા!
  બસ,તમારો ક્ષણિક ગુસ્સો ગમ્યો નહિ.
  જીવન ની બધી કમી પુરી ક્રરી તમે,
  હંમેશા શિક્ષક બની અમને પેરતા રહયા.
  કુદરતથી આપણુ સુખ જોવાતુ નથી!
  એટલ કદાચ કશક મુકવામાં સફ્ળ છે.
  લિ.શિલ્પા પ્રજાપતિ ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s