માપવા દે આજે તારી પણ તાકાત..!!

 

river and oceanતું સમુદ્ર ઊંડો ગહન અને રહસ્યસભર,
હું રહી નદી જેવી ચંચળ પણ સરળ.
તારું અકળ ઊંડાણ હંમેશા મને આકર્ષે,
એવાં તે શું રહસ્યતેં ભંડાર્યા તુજ મહી ,
એ સવાલ વારંવાર મને પજવે..
મારા નીર રહી રહીને એ તરફ જ ભાગે.
આજે તો નક્કી કર્યું છે મેં,
આ મથામણનો અંત લાવવો જ રહ્યો..!!!
તને તારી ઊંડાઈનું અભિમાન હોય તો ભલે,
મને મારા ખળખળપણાં પર બહું વ્હાલ છે.
મારી પણ આજે એક જીદ્દ છે…
જા…આગળથી તને કહી દઊં છું
તારામાં તાકાત હોય તે કરી લે.
આજે હું પ્રચંડ વેગથી વહેવાની છું,પૂર-જોશમાં….!!!!
કાં તો તને મારામય કરી દઈશ,
કાં તો મારું અસ્તિત્વ તારામાં ખોઈ દઈશ.
મારું બધું તોફાન તને સમર્પીને હું તો શાંત થઈ જઈશ.
જોઊ ..પછી તું પણ કેટલો શાંતીથી જીવે છે..
હું તો એ ય ને પાછી ભીતરથી શાંત થઈ,
ફરીથી મારા સ્વભાવ પ્રમાણે વહેવા માંડીશ…ખળખળ…!!!!

તું મારી જેમ વહી નથી શકતો એનો વસવસો હશે તને
ક્દાચ એટલે જ તું ભીતરથી આટલો ઘુઘવતો હશે…

સ્નેહા-અક્ષિતારક
૯-૦૩-૨૦૦૯
૮.૪૦સાંજના

15 comments on “માપવા દે આજે તારી પણ તાકાત..!!

  1. sunder rachana chhe. sangam pachhi ek nu astitva mati jashe pan te navo vichar aapyo. Astitva mati nathi jatu. kyank shukshma pane jalavai rahetu hoy chhe.

    Like

  2. સરસ રચના છે.

    આ પ્રેરણાદાયી વાક્ય ખુબ ગમ્યુ.

    “હું તો એ ય ને પાછી ભીતરથી શાંત થઈ,
    ફરીથી મારા સ્વભાવ પ્રમાણે વહેવા માંડીશ…ખળખળ…”

    અને આ લીટી પણ ગમી
    “મને મારા ખળખળપણાં પર બહું વ્હાલ છે.”

    તમારી કવિતાઓને હંમેશા આ રીતે જ વહેવડાવતા રહેજો.

    Like

  3. અરે સ્નેહાજી, ખારા સમુદ્ર પર આટલો બધો ખાર ઠાલવ્યો ?!?

    આ ઘુઘવતા સમુદ્ર ને તો ખંખેરી નાખ્યો તમે તો … !!!

    Like

  4. હું તો એ ય ને પાછી ભીતરથી શાંત થઈ,
    ફરીથી મારા સ્વભાવ પ્રમાણે વહેવા માંડીશ…ખળખળ…!!!!

    waah,
    khub sundar rachnaa..che..
    🙂

    Like

  5. gr888888888888

    bahuuu saras rahcnaa..

    તું મારી જેમ વહી નથી શકતો એનો વસવસો હશે તને
    ક્દાચ એટલે જ તું ભીતરથી આટલો ઘૂઘવતો હશે…

    150% sachchi vat kahi aa…

    Like

  6. સુંદર રજૂઆત માટે ધન્યવાદ. રચના ગમી છે એટલે પ્રતિભાવ આપવો જરૂરી લાગે છે.

    Like

  7. તું મારી જેમ વહી નથી શકતો એનો વસવસો હશે તને
    ક્દાચ એટલે જ તું ભીતરથી આટલો ઘુઘવતો હશે…
    di amazing….its really fantastic…

    Like

  8. હેલ્લો સનેહા

    ખરેખર ખુબ્ જ સ્રરસ લખેલુ ચહે તે ખુબ ખુબ અભિન્ન્દન્

    પ્રીતિ ……….

    Like

  9. જુદા જુદા રંગથી જુવાન બનેલા સાગરે સંધ્યાને પુછ્યું ‘ ઓ સંધ્યા ! તારે લીધે જ મારી આખી કાયાનો રંગ બદલી જાય છે અને હું અદ્દભુત સૌન્દર્ય પ્રાપ્ત કરું છું. મારે તને એટલું જ કહેવું છે કે મારામાં નથી રૂપ કે નથી રંગ. મારો સ્વભાવ પણ તરંગી છે અને દેહના અણુએ અણુમાં ખારાશ ભરી છે, આમ છતાં પણ તું શા માટે મારા પર ઢળી પડે છે?’

    સંધ્યાએ જવાબ આપ્યો, ‘હું બધું જાણું છું કે તું કેવો છે! નથી તારા સ્વભાવનું કંઇ ઠેકાણું. ઘડીમાં તું પાગલ બનીને નાચે તો ઘડીમાં તદન નિરાશ થઇને બેસી જાય છે. તું ખારો છે એ પણ જાણું છું. તારી પાસે માત્ર બે જ વસ્તુ છે અને તે એ કે તું જગત આખાનો કચરો ભેગો કરીને તેમાથી અમૃત બનાવે છે અને બીજું તારામાં જે વિશાળતા અને મસ્તી છે એ બીજે મેં ક્યાંય નથી જોઇ. અને તેથી જ હું મારું સર્વસ્વ તને અર્પણ કરું છું. બોલ બીજું કંઇ કહેવું છે?’

    સાગરે મૌન ધારણ કર્યું.

    વજુ કોટક

    Like

  10. અદભૂત્………..
    ખૂબ ઊંડા વિચારો છે તમારા…..

    Like

  11. mane tari aa rachna khubaj gami sneha. tu vicharone sunder ane saral rite vyakt kare chhe hamehsa pan aama to khubaj takat chhe.stri ni samrpitata,prem praptini zankhna, ane potani alag astitva ni aama je khubithi vaat kari chhe wah!!!!!! taru aam vahevu sada rahe khal khal.

    Like

  12. sagar nu mantah joyu nahotu,
    aaje mano manthan joyu hatu….

    ati Sunder, ….

    Like

Leave a comment