હવે દાવ છે કોના માથે…!!!!


એક રમત ચાલુ કરી અમે ,
કોઈ અજ્ઞાત કારણથી તમારી સાથે.

મેં તો દાવ આપી દીધો,
લ્યો – હવે વારો તમારા માથે.

અંચઈ કરીને જીતી જવું ,
એ સિદ્ધ્-હસ્તતા તો છે તમારી પાસે.

જાણી-જૉઈને હારી જવું
એ નાકામ્યાબી ભલે અમારા માથે.

એક પછી એક નવા દાવ અને
તમારું તોફાની કામણગારું સ્મિત..

મને સઘળું ભુલાવે શાન-ભાન ,
કે હવે દાવ છે કોના માથે…!!!!

સ્નેહા- અક્ષિતારક
૨૧-૧૧-૨૦૦૮.

નેટ-જગત..


“નેટ એક નવી-નવાઈ ની દુનિયા,
અધૂરાં સપનાંને સાકાર કરવાની દુનિયા.

જેટલું ઇરછો તેટલું જ બતાવો,
બાકી બધું છુપાવી દેવાની આ દુનિયા.

બેન,સખી,મા,દીકરી સઘળાં સંબંધો મળી જાય,
સ્નેહ – ઇર્ષ્યાની કોક્ટેલિયણ છે આ  દુનિયા.

વિશ્વાસ મળે અને અવિશ્વાસ પણ અહીં,
થોડું ઘણું સાચવીને ચાલવાની દુનિયા.

પ્રસન્નતાથી છલકાવી દે ઘડીમાં,
ઘડીકમાં નિઃશાસાથી ધરબી દે,

એક આદત જેવું ના થઈ જાયે એનું,
નશાથી બચીને માણવાની છે આ દુનિયા”.

 

સ્નેહા-અક્ષિતારક..
૨૪-૧૧-૦૮


બોમ્બેની ખૂનભરી ઘટના


ક્યાં અટકશે માનવીનું આ પાશવીપણું,
નિહ્ત્થા માણસોને મારવાનું દરિન્દગીપણું.

એ કે ૪૭ લઈને પોતાને વાઘ સમજે,
ફટ ફટ ઘાણીની જેમ આગ ઓકે,

લોહીની નદીઓ વહાવી પ્યાસ બુઝાવે,
માણસોને કચડીને મહેફિલો સજાવે.

કેટ્-કેટલાંનાં સપનાંઓ ક્રુરતાથી કચડે,
ઘરડાં મા-બાપના સહારા બેશરમો ઝુંટવે,

દિલમાં આગ લઈને બસ કુદી પડે,
ના વિચારે એ નાચે કોણ સ્વાર્થી હાથે.

આજે તો અમે ફના થૈ જાઈશુ,
મરી જઈશું કાં મારી નાખશું,

પણ એ નાદાનો એ ના સમજે કે,
મારીને શું કરામત કરી નાખી,

ખરી હિંમત તો ત્યારે જ દેખાય કે,
એક નવસર્જન કરી બતાવે.

સ્નેહા – અક્ષિતારક