એક ૯ માસનું ફુલ ઇશ્વરનાં અન્યાયે કવેળાએ કચડાય..!!!

 
ma

  ફુલગુલાબી ઠંડીએ રવિનાં હુંફાળા કિરણૉથી સભર એક સુપ્રભાત,
બધી જીમ્મેદારીથી પરવારીને બેઠેલી હું, અને ચા-બિસ્કીટનો સંગાથ.

પાડોશીઓનો કોલાહલ આટલી સવારમાં કેમ કણૅપટલે અથડાય?
ઓહ..તમને નથી ખબર..?
એક ૯ માસનું ફુલ ઇશ્વરનાં અન્યાયે કવેળાએ કચડાય..!!!

ફુલની બગિયાએ શોક તણી કાળી ચાદર,
પગ શીદ ઉપડે મારો જવાને અંદર?

અરે,હજી કાલે તો “walker” લાવેલાં લાડલાંનું..
એનાં મનગમતાં ભુરા આકાશી રંગનું..
સૂનું પડ્યું એનાં અવાજ વિનાનું..

એક જણ કહે,અરે..
બાળકની જરાં જુવો તો આંખ છે ફરકે,
ગભરાયેલાં મા-બાપને એક આશ પડીકે,
ધબકાર, શ્વાસ- ઉચ્છવાસ મપાય ઉંચા જીવે,
કડવી ઘોર નિરાશા..

 ગામ આખાંની તો જાણે પંચાતને ત્યાં અવકાશ.!!!
અમારે તો આમ રિવાજ,તમને તમારી વધુ જાણ,
માવતરનું તો બેબસીએ કકળે દિલ…

એક દાદીમાને  મ્રુત દિકરાઓની વિદાય હૈયે લીલી  છે.
અરે,મેં તો મારાં બે જુવાનોને આ હાથે વિદાય આપી છે,
તમારું તો ઉગતું ફુલ, ભુલી પણ જશો, અમને બહું કારમું છે,
જાણે,૯ મહિનાની મા એ મા જ ના હો ખાલી એક નામ છે.

 કોરા કાપડે ફુલડાંને હળ્વેથી લુછતું માવતર વિચારે,
શું આમ જ હવે બધી યાદોને લૂછી પાડવાની વિસારે?

માથે હલ્કો રાતા રંગનો લેપ,હળ્વે ભઈલાં..
જોજો દિકરાને તકલીફ ના થાય,
પીળાં-રાતાં ફુલોથી સાચાં ફુલને જાણે ઉધાર રંગ અપાય,
ગંગાજળ-તુલસી પણ શરમાય,
અરે-આ પવિત્રતાને અમે છીએ શું લાયક?

દીપ તણો પ્રકાશ પણ થથરે..
હે પ્રભુ,આ વળી શું સુઝયું તને?

સોપારી,ખીચડી,નારિયેળ,નવાં કપડાંને
દિકરાં સાથે મસાણ સુધી જવાય અને
મોટી બેન,મા-બાપ,બા-દાદા રહે ઘરે..!!

ઘરની અટારીમાંથી રડતાં-કકળતાં માવતર વિચારે,
અમારાં રક્તે- સ્વપ્ને સીંચાયેલ અરમાનો,
શું હવે જશે ધરામાં નમકની ગરમીનાં હસ્તે…….!!!!!

સ્નેહા-અક્ષિતારક.
૨૦-૧૧-૨૦૦૮.

 
પ્રિય મિત્રો,
આ એક સત્ય ઘટના છે.મારી આંતરડી કકળાવી ગયેલી ઘટના છે.સમાજનાં અમુક જડ રિવાજો  સામે એક જાતનો ગુસ્સો કાઢવાની ગરજે જ લખ્યું છે..આપણાં સમાજની અમુક કરુણ અને વરવી વાસ્તવિકતા.

મેં જે અનુભવ્યુ એના ૫૦% જ લખી શકી છુ ..મે પેલુ લખેલુ છે ને…….

 
કમીઓ તો અમને પણ નડી જાય છે,
માણસ છીએ…!!!

21 comments on “એક ૯ માસનું ફુલ ઇશ્વરનાં અન્યાયે કવેળાએ કચડાય..!!!

 1. ખરેખર બહુ sensitive લખ્યું છે સ્નેહાજી, વાંચતી વખતે પણ તકલીફ થાય છે તો લખતી વખતે તો કેટલી થઇ હશે…!

  Like

 2. ….yaar very touchy…..man kaklat kare eevu….
  ane upper thi te describe karyu…..sneha..i can understand your…..”vyatha”…we r helpless in front of HIM.

  Like

 3. hey di….its really sooooooo superb…kharekhar bahuj saras lakhyu chhe…u are real poet…

  Like

 4. સ્નેહાબેન,
  આ રિતે એક સ્ત્રી જ લાગણી વ્યક્ત કરી શકે. ખરેખર અદભુત વર્ણન કરીયું છે આપે. તે પરિસ્થિતીને નજર સામે લાવી દીધી. મે પણ આ સ્થિતી જોય છે માટે આપની ભાવના સમજી શકુ છું. ઇશ્વર ઇચ્છા મહાન છે પણ શું ખરેખર ઇશ્વર આવું ઇચ્છી શકે ? કદાચ આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી.

  Like

 5. સાંભળ્યુ છે કે કવિ બનતા પહેલા ખુદનો નાશ કરવો જરૂરી છે. તમારી આ રચનામા મારી વાત કેટલા અંશે સાચી છે એતો તમે ખુદ જાણો છો. એક દુઃખદ વાતાવરણ ને સચોટ રીતે સમજવુ હોઇ તો મારી પહેલી પસંદગી તમારી આ રચના રહેશે. આનાથી વધારે બોલવા જેવુ કઈ છે નઈ.
  મારા દાદીમા કોઇક વાર તેના બે સંતાન ૫ દિવસ પછી મૃત્યુ પામ્યા તેની વાત કરે છે તો આ કઠોર દિલનો માણસ પળભરમા અગરબતીની જેમ સળગી ઉઠે છે.

  Like

 6. સ્નેહાબેન મન વ્યાકુળ થઈ જાય છે સત્ય ઘટના પર ના આ લેખનને વાંચી…ખરેખર કોઇનુ પણ હ્ર્દય દ્રવી ઉઠે આવી ઘટના નજરે નિહાળ્યા પછી…અને આખીર એક સ્ત્રી હૃદય જ કારુણ્યતાના દર્શન કરાવી શકે.

  Like

 7. स्नेहाजी मेने आप के विचार पढ़े बहोत अच्छे विचार हें हम लोग २१ई सदी में जी रहे है फिर भी हमारी यही विडम्बना है की हमे ऐसे हादसे अपनी आखो से देखने पड़ते है और हम कुच्छ नहीं कर सकते .

  Like

 8. Jai Shri Krishna.
  Aape khub J Jordar Ane kataks Swerup Aapyu Che, Jane Aamari Eyes Same j Aa Thayu Hoy Avu Lage Che.
  Lakhvu Che Ghanu Pun Aapna Jeva Dhardar Words Hu Muki Nathi Sakto.
  God Bless You.

  Like

 9. પહેલા તો માફી માંગુ છુ કે આટલા દિવસે મે વાંચ્યું…

  નેટ જ બંધ હતુ …જાણે જિંદગી અટકી ગઈ હતી એવુ લાગતુ હતુ…સાચ્ચે..[:)]

  અચ્છા હવે તે લખ્યું છે એ બાબત ની વાત કરીયે…

  સ્નેહા એઅક જ વાક્ય માં લખુ તો એમ જ કહેવાશે કે તે મને આજે રડાવી દીધી…ખુબ જ હ્રદય થી અને કરુણા ને હ્રદયથી લગાડી ને લખી છેં…

  જે વાત સ્ત્ય પર આધારીત હોય એની અસર જ અલગ પડતી હોય છે સામે વાળા નાં મન પર…

  સરસ ન કહેવાય પણ મનની વ્યથા દેખાય છે તારા એકએક અક્ષર માં ..અને એ વ્યથા ફક્ત તારી નહી પણ જેની સાથે વિત્યં છે એને પણ તે નજર સમક્ષ જાણે વાતાવરણ સાથે રાખી દીધા…

  Like

 10. સ્નેહાજી,
  ખરેખર માર રુવાળા ઉભ થૈ ગયા..
  હ્દય ને સ્પરશી ગૈ આપ નિ રચના…
  બહૂજ સુન્દર લગણિને બાહર શ્બ્દો માં ૂઉતારિ છે.

  Like

 11. sachu kahu???? aa rachanani comment mate mari pase shabdo j nathi. You know the reason… ek yaad pan vanayeli che, ane aa vyatha pan anubhavayelo che…
  ANYWAYS…. NO WORDS AT ALLLLLL!!!!!!!

  Like

 12. hello
  snehaji
  it’s reality of real life
  can you send me a hall story
  plz. if you can

  Like

 13. સોરી યોગેનભાઈ, હું એ કાળમાં જવા નથી માંગતી ફરીથી. બહુ દુખઃદાયક હોય છે એ તબક્કો.

  Like

 14. Sorry…….

  હું લખી શકુ તેમ નથી, કારણ કે લાગણીને તો કોઇ તમારા જેવા કવિ/લેખક જ શબ્દોથી કંડારી શકે ………

  Like

 15. ઘરની અટારીમાંથી રડતાં-કકળતાં માવતર વિચારે,
  અમારાં રક્તે- સ્વપ્ને સીંચાયેલ અરમાનો,
  શું હવે જશે ધરામાં નમકની ગરમીનાં હસ્તે…….!!!!!
  બહુ કરુણ લાગ્યું.

  બસ કલમ તો તારા હાથમાં નહી હોય લખતી વખતે, સહી તો એ ફુલ તેના રકતની તારા માટે મુકી ગયું કદાચ,,,

  તારો અનુભવ લખવાનો પ્રયત્ન
  આજે એક લાડકો નહી મા મરી છે,

  મન ધુજાવી નાંખ્યુ તમે તો, ઇશ્ર્વરે આમ કરવું જોઇતુ ન હતુ.
  વાંક તારો નથી હસ્તરેખાનો હશે.
  ઇશ્ર્વર તને સહનકરવાની શકિત આપે,બસ,મારી પાસે બીજા શબ્દોની અછત આવી ગઈ હવે,
  જાણુ છુ તારા જીવનનો એ અધ્ધાય અધુરો,,,,,,,,

  Like

 16. hmmmmmm ek to bahu samay pachi aa mara dhyan ma avyu eno ranj che…… ane kavita mate to koi shabd j nathi………. aama life niiiii vastvikta nu sachot nirupan che… tame to kamal kari che…..thx

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s