સ્પર્શ તારો અડી ગયો મારા વિચારોને ,
દિલના રંગ-ભેદ શું? એ શું જાણે વ્હાલમ.
કાગળ પણ આખો લથબથ, લાગણીની ભીનાશે;
આ કોરું ધાકોર લખાણ શું? એ શું જાણે વ્હાલમ.
પ્રીતનો નશો પીનારાઓની સમજ બહાર છે,
જન્મારો મદમસ્ત ચાલવું શું? એ શું જાણે વ્હાલમ.
સઘળું હારીને પણ ક્યારેક કંઈક અમુલ્ય મળે,
જુગારમાં જીતનારા મળ્યું શું? એ શું જાણે વ્હાલમ.
સપનામાં રોજ આમ તો મળતાં રહ્યાં આપણે,
રોજ રોજ મળનારાં તરસ શું?એ શું જાણે વ્હાલમ.
લાજ શરમ તો દિલની દુનિયાની વાતો છે,
દિમાગથી ચાલતી દુનિયા શું?એ શું જાણે વ્હાલમ.
સ્નેહા-અક્ષિતારક
૧૯-૧-૦૯
૨.૪૬ બપોરનાં
લાજ શરમ તો દિલની લાગણીની વાતો છે,
દિમાગથી ચાલતી દુનિયા એ શું જાણે વ્હાલમ.
Nice……….
LikeLike
hey both di….you made superb poem….mast rachna chhe…vahlam.,…
LikeLike