નવું વર્ષ

વિદાય એક વધારે વર્ષની ,
આ વર્ષ સમઝણ વધતી જશે?
     બહુ ભૂલો કરી વીતેલ વર્ષે,
આ વર્ષ શું સુધરતું જશે?

રંગીન સપનાં બહું સજાવેલાં,
આ વર્ષ ભાત ઉપસાવતું જશે?

જાતને ઠાલાં વચનોથી ભરમાવેલી,
આ વર્ષ એને ન્યાય આપી જશે?

બહું અભિમાને દિલ-મંદિર તોડેલાં,
આ વર્ષ સમારકામ કરી જશે?

આશાના મીનારો ચણતાં રહો મિત્રો,
આ વર્ષ જરુરથી ફળી જશે..

૨૦૦૮ની સાલ પતી ગઈ અને ૨૦૦૯ ચાલુ થઈ. શું મેળ્વ્યું અને શું ગુમાવ્યું આપણે એનું સરવૈયું કાઢીએ તો સરવાળે તો ખોટ જ ખોટ લાગે છે આપણને તો.હકીક્ત એવું નથી હોતું. ભગવાન આપણને એક નવી તક આપે છે કે લો,એક નવી સવાર નવી આશાઓ સાથે શરુ કરો. ગયાં વર્ષે જે ભૂલો થઈ ગઈ જે તકનો લાભ ના ઊઠાવી શકયાં એ ફરીથી તમને આપું છું અને થોડી સમજણ પણ કે એ ભુલો ફરીથી પુનરાર્તન ના થાય.જતાં વર્ષો અનુભવોથી સમ્રુદ્ધ કરતાં જાય છે અને આપણે નાદાન માનવી એમાંથી શીખવાનાં બદલે  અસંતોષની આગમાં સળગતાં રહીએ છીએ.માથાં પરથી ખરતાં વાળ જોઈ બુઢાપાની ચિંતા કરીએ છીએ પણ એ નથી સમજતાં કે,

માથાં પરથી ખરતાં વાળ,
અરે મિત્રો,
એ તો જગ્યાં કરી આપે છે,
અનુભવોને કાજ.

તો ચાલો,આમ જ હકારાત્મક અભિગમ સાથે એક નવાં વર્ષની શરુઆત કરીએ આપણે.

 ખૂબ ખૂબ શુભ-કામનાઓ મિત્રો આવનારું વર્ષ તમને ફળદાયી નીવડે.

સ્નેહા-અક્ષિતારક.
૮.૩૬ રાતનાં
૩૧-૧૨-૦૮

Advertisements

8 comments on “નવું વર્ષ

 1. જાતને ઠાલાં વચનોથી ભરમાવેલી,
  આ વર્ષ એને ન્યાય આપી જશે?

  ……………ખુબ જ સરસ…………..!!!!!!!!!!!!!!!

  Like

 2. wah wah.. khub saras. 2008 na anubahv 2009 mate upyogi rahese.

  2009 ma bhagwan je tak aape teno satupyog karva mate no idea kare khar khub sundar che.. .

  khare khar jo tame aavu j saras vicharo lakhta raho to net par thi pan loko ne saru vanchan ane jivan ma utarava jevu gyanan mali rahe che..

  keep it up.. aavu sundar lakhta raho.
  god bless u.

  kashyap

  Like

 3. ખુબ સરસ છે , વિચાર સુંદર અને સરળ રીતે રજું કરી દીધા, અને પ્રશ્નો પુછતાં પુછ્તા જાણે જવાબ જ દઇ દીધા,
  પણ મારા ખ્યાલથી આમાં પ્રાસ હજુ બેસાડી શકાય, તો વધુ સુંદર લાગત,

  Like

 4. આશાના મીનારો ચણતાં રહો મિત્રો,
  આ વર્ષ જરુરથી ફળી જશે….
  waah.. haji jaryr.. aamin… 🙂 aapne ane aapna parivar ne nava varshni khoob khoob vadhai ..!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s