સંબંધોને ઈસ્ત્રી..

કેટ-કેટલી જાતનાં સંબંધો આ દુનિયામાં આપણે નિહાળીએ છીએ.રેશમી સુંવાળા, સુતરાઉ મજ્બુત અને આકર્ષક, ખાદીનાં થોડાંક આકર્ષણવિહિન પણ મજબૂત.એ બધાંને ખૂબ જતન અન કાળજીપુર્વક સાચવવા પડે છે. જીવન માટે એની અગત્યતા નિર્વિવાદપણે છે.
    
     કેટલીકવાર સંબંધો પ્રેમની વર્ષામાં પલળીને ના વિચાર્યુ હોય તેવાં ફળ આપે છે તો જીવનની ભાગ દોડમાં ક્યારેક એ સંબંધોમાં ઉબડ્-ખાબડ એવી આવે છે કે એ સંબંધોમાં અમુક સંજોગોમાં ના ઈરછવા છતાં કરચલી પડી જાય છે,અમુક મેલનાં થર એમને રસવિહિન કરી કાઢે છે.કોઈ જ ડિટર્જન્ટ કામ નથી લાગતો એ મેલ કાઢી એને પહેલાં જેવી ચમક આપે. એ કરચલીઓ ભાંગવા માટે કોઈ જ ઈસ્ત્રી કામ નથી લાગતી.તેવાં વખતે એ સંબંધોને પ્રેમથી ગડી વાળીને તિજોરીમાં સાચવીને ગોઠ્વી દેવાં પડે છે.અમુક પ્રસંગો એમનાં થકી જ ઉજળાં બને છે,દીપી ઉઠે છે એવાં ટાઈમે સાચવીને શણગારીને પહેરવાં પડે છે.
    
     એક પ્રયત્ન કરતાં રહીએ છીએ કે એ જીવનભરની ગેરંટી સાથે આપણો સાથ નિભાવે.એક પ્રબળ જિજિવિષા હૈયે રહ્યાં કરે કે આમની ચમક યથાવત સદાકાળ સચવાઈ રહે. કાશ..સંબંધોને ઈસ્ત્રી કરીને ફરીથી પહેલાં જેવાં નવાં અને કરચલીમુક્ત કરી શકાતાં હોય તો કેવી મજા આવે.જ્યારે મનફાવે તેમ કોઈ પણ મોસમમાં એનાં ગુણધર્મૉ વિચાર્યા વગર પ્રેમથી ઓઢી શકાતાં હોય તો કેટલું સરસ!એની હુંફ ખૂબ જરુરી છે આ જીવનનાં બરડ ને થીજવાઈ ગયેલાં રસ્તાઓ પર ચાલવાં માટે.

 
     કેમ,સંબંધો એટલાં ખેંચાઈ જતાં હોય છે કે ફાટી જાય છે. તુણાઈ જાય છે.પછી આપણે બસ થાગડ-થીંગડ કરી રફું કરાવીને બસ મન વગર એને શરીર ઢાંકવાની ગરજે વારે-તહેવારે લોક લાજનાં ડરે પહેરતાં રહીએ છીએ.
 
     તમારાં  અનુભવોથી સમ્રુદ્ધ અભિપ્રાય આપશો એવી આશાસહ…
 
સ્નેહા-અક્ષિતારક.
૧૫-૧૨-૦૮
૧૨.૩૬ સવારનાં
Advertisements

9 comments on “સંબંધોને ઈસ્ત્રી..

 1. સ્નેહાજી….

  ખુબ સરસ લખાણ લખ્યુ છે. ખરેખર તમારી કલમની સહી વખાણવા લાયક છે.

  બાય ધ વે તમારી વાત પરથી થોડુ મને પણ લખવાનું મન થાય છે.

  મારૂં માનવું છે સંબંધોને ઈસ્ત્રી કરી શકાય છે. એક જગ્યાએ વાંચેલું આ વાક્ય એની સાક્ષી પુરી દે છે.

  “દુશ્મનને મીટાવવા કરતાં એને માફી આપીને દુશમનીને જ મીટાવી દો. દુશમન આપો આપ મટી જશે.”

  તમે તમારા સંબંધી હોય કે મિત્ર હોય તેની સાથે એના અયોગ્ય વ્યવહાર છ્તાં જો તમે યોગ્ય વ્યવહાર કરશો તો એ પણ સીધે પાટે આવી જ જશે.

  Like

 2. bilkul sachi vaat 6 sneha ji
  sambandho mate ni
  pan gani vaar e matra one sided thai jai 6
  same thi koi response na aape chhata pan tame
  ene dil thi chhodi nathi sakta becoz u love him/her
  tamne teni mate lagni hoi 6
  ane tyare aapne naseeb per chhodi daiye chiye
  love

  aaditya

  Like

 3. [એવું લાગે છે કે તારે laundry નો business છે. હા, હા, ] અરે, ચાલ હવે મજાક છોડુ અને કહું? મને તારો આ વિચાર ખુબ જ ગમ્યો. અલગ અને ઊંડાણથી ભરપુર. અર્થસભર.સળંગ ૩ વાર વાંચ ગઇ એટલી ગમી આ વાત. ખાસ તો “કાશ..સંબંધોને ઈસ્ત્રી કરીને ફરીથી પહેલાં જેવાં નવાં અને કરચલીમુક્ત કરી શકાતાં હોય તો કેવી મજા ” યાર, ખરો વિચાર છે. સાચું કહું? ફાટી ગયેલા કે કરચલી પડેલા સાચા સંબધો હશે તો તેને પ્રેમ અને આલીંગનની ઇસ્ત્રી મારી દઇશું તો પાછા ઓઢી શકાશે, ‘સાચા’ – શબ્દ underline કરવા જેવો છે.બસ જેમ કપડુ બરાબર પસંદ કરતાં આવડે, – મજબુત , ટકાઉ , તેમ સંબંધ બરાબર પસંદ કરતા આવડે તો !!! શું કહેવું છે , તારું?

  Like

 4. કેમ,સંબંધો એટલાં ખેંચાઈ જતાં હોય છે કે ફાટી જાય છે. તુણાઈ જાય છે.પછી આપણે બસ થાગડ-થીંગડ કરી રફું કરાવીને બસ મન વગર એને શરીર ઢાંકવાની ગરજે વારે-તહેવારે લોક લાજનાં ડરે પહેરતાં રહીએ છીએ………….

  ખુબ સરસ!
  નિરર્થક વ્યવહારોમાં ખેચાતા રહેલ ………..આપણે બસ થાગડ-થીંગડ કરી રફું કરાવીને બસ મન વગર એને શરીર ઢાંકવાની ગરજે વારે-તહેવારે લોક લાજનાં ડરે પહેરતાં રહીએ છીએ………….
  આમાં જ ઢસડાતાં રહે છે

  Like

 5. di its fantastic….tamari poems to sari hoy j chhe but aa article vanchi ne to bahuj majja avi…ghana ocha article eva hoy chhe je 1 var vanchya pachi biji var vanchva game…ane aapno article biji var vanchvo game evo chhe…plz keep it up and give us nice article for reading…i proud on u di…
  all the best and yess when will i can read an other one ??? tell me plz…

  Like

 6. hi sneha…
  khub j saras lakhyu chhe…
  really touchy…
  jo sambandho ne aapni icchha mujab dhaali shakaata hot to pacchi aa jivan nu mulya j na rahet.
  we r just expectators, have to follow how the master moves us and observ each move.

  Like

 7. આપની જેમ જ ‘સંબંધોને સથવારે’ ચાલવાનો પ્રયત્ન કરું છું. જીજીવિષાની શોધમાં આ પોસ્ટ પર આવી ચડ્યો, પણ ખુબ ગમ્યું. સંબંધો નજીકથી નિહાળવા પ્રયત્નશીલ માનવીઓ સાથે મજા આવે. કોઈકવાર http://bestbonding.wordpress.com ની મુલાકાત લેશો તો આનંદ થશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s