આધુનિકતાનો શિકાર

આધુનિકતાનો શિકારઃ
————–
આધુનિક્તાની વ્યાખ્યા સમ મૉમ-ડૅડ,
મૉમ  બહેનપણીઓની તકલીફ઼ો દૂર કરવામાં

અને

ડૅડ ધંધાના વિસ્તરણમાં ’ busy’,

ઘરમાં એક માસૂમ કુમળું ફુલ પણ શ્વસતું ને પાંગરતું ,
મૉમ – ડૅડના આધુનિક આંચળની છ્ત્રછાયામાં કચડાતું,
એક વાર ગણિતનાં  કોયડે  અટવાયું,

મૉમ-ડૅડ,”can u  help me please?”

મોબાઇલ અને કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી

બે કાળા માથા અને ચાર સફ઼ેદ આંખો અકળાઇ

” don’t disturb us’

તને કેટલી વાર સમજાવ્યું

જોતો નથી અમે કેટલા busy છીએ

સ્કુલમાં ભણતા શું જોર આવે છે

નાહક અમારા પૈસા બગાડે છે

પ્રશ્ન પૂછતા શિક્ષકે આપેલી સોટીની પ્રસાદી પંપાળતું

આંખમાં ખારો ઉસ સમંદર ભરીને-

ઘરની કાયમી સાથ આપતી દિવાલે અઢેલીને,
માસૂમ દિલ પ્રભુને એક તીખી વેધક નજર નાંખતા વિચારે..
કાશ્.. મૉમ-ડૅડ બનવાની પણ એક સ્કુલ બનાવી હોત તો…!!!

સ્નેહા-અક્ષિતારક
૧૨-૧૦-૨૦૦૮

Advertisements

7 comments on “આધુનિકતાનો શિકાર

  1. આજના આધુનિક યુગના parentsની વરવી વાસ્ત્વિકતા, સાચે જ..

    Like

  2. તમે વર્તમાનને ધ્યાનમાં રાખીને ઘણી સુંદર, હ્દયસ્પર્શી રચનાઓ તૈયાર કરી શકો છો.આ પહેલા પણ તમે લખેલ “મારો આક્રોશ” પણ ખુબ જ સરસ રચના હતી. તમારામાં લખવાની સારી કળા છે તેનો ઉપયોગ ગુજરાતી સાહિત્યના વિકાસ માટે કરો છો અને કરશો એવી આશા છે.

    Like

  3. આ આધુનિક જમાનામાં અમુક મા-બાપ પૈસા અને પ્રતિષ્ઠા પાછળ એટલા બિઝી રહે છે કે પોતાના સંતાન પ્રત્યેની જવાબદારી ભુલી જાય છે. તેઓ એમ સમજે છે કે અમે તો તેની દરેક જરૂરીયાત પુરી કરીએ છીએ, દરેક વસ્તુ અપાવીએ છીએ તો પછી બીજુ શું જોઈએ. પણ તેઓ એ નથી સમજતા કે બાળકને મા-બાપ નો પ્રેમ, હુંફ, લાગણી, સાથ અને સમયની પણ જરૂર પડે છે. તેના થકી જ તો બાળક સંસ્કારી બને છે અને તેનું ઘડતર થાય છે અને આગળ જતા તે એક સમજુ અને જવાબદાર નાગરીક બને છે. આવા પેરેન્ટ્‍સ માટે એક સરસ આંખ ઉઘાડનાર સંદેશ. ખુબ સરસ રચના…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s