Feeds:
Posts
Comments

Archive for the ‘નાનકડી રચનાઓ’ Category

કોઈ યાદ ગુલાબ થઈને
અંતરમાં મહેંકી ઊઠે.

બંધ આંખે ગાલ પર
ગુલમહોર ખીલી ઊઠે.

સાથે વિતાવેલ પળો
હોઠની હસીમાં છલકી ઊઠે,

બે હાથ ઊચકવાની
જરુર જ કયાં રહી વ્હાલમ,

તારે માટે તો આપમેળે જ
અંતરમાંથી દુવાઓ સરી ઊઠે..
સ્નેહા-અક્ષિતારક,
૨૩-સપ્ટેમ્બર,૨૦૦૯.

Read Full Post »

એક પળ પણ સખે સરતી નથી હવે,
ને તમે છો કે મહિનાઓના વાયદા કરો છો.
રાત-દિન સ્મરણેથી ઓસરતા નથી હવે,
ને તમે છો કે વાત કરવામાં પણ કાયદા ઘડો છો..
સ્નેહા-અક્ષિતારક,
૧૭-૧૨-૦૯
૨૧.૧૦ વાગે..

Read Full Post »

હાથની મેંહદીમાં તારું નામ લખ્યું છે,
મારા નામ સાથે ખુલ્લે આમ લખ્યું છે.
પ્રીતની સુવાસથી મહેંકે છે આ હથેળી,
તારા નામે જીવતર તમામ લખ્યું છે.
સ્નેહા-અક્ષિતારક,
૧૫-૧૨-૦૯ સાંજ્ના ૭.૪૫ વાગ્યાનાં

Read Full Post »

આ ઝાકળ ભીની સવાર,
અને આ એક તારી યાદ,
 કરી જાય મને સમૂળગી
મારામાંથી બાદ.
સ્મરણોને ફૂટી રહી છે
લીલીછમ કૂંપળો,
સંગાથીના વિરહની
કરે છે એ ફરિયાદ.
સ્નેહા-અક્ષિતારક.
૫-૧૨-૨૦૦૯
બપોરનાં ૪.૧૫ના

Read Full Post »

ચોસલાં પડી ગયા વદને તારી રાહ જોતા,
બહુ વર્ષો કાઢ્યા આમ જ મેં તારી રાહ જોતા.
ડાબા મગજે (દિલથી) કરેલો તને અઢળક પ્રેમ,
જમણાં મગજને (દિમાગને)રડાવી ગયો તારી રાહ જોતા…
સ્નેહા-અક્ષિતારક .
૪-૧૨-૦૮

Read Full Post »

પથ્થર સમ વજ્રતા તમને મુબારક,
અમે તો લજામણી સમ મૃદુ જ રહીશું.
તમને છો ઘમંડ તમારી મજબૂતાઈનુ,
અમે નાજુકાઈથી તેમાં કોતરાઈ જઈશુ.
સ્નેહા-અક્ષિતારક .
૪-૧૨-૦૮

Read Full Post »

નાડ અમારી જોઈ ને વૈદ્યો પણ ચકરાઈ ગયા,
ઊંડા વિચારના દરિયામાં ખોવાઈ ગયા,
જાણમાં આવો રોગ નથી હજી અમારા તો,
આના હાલ કેમ આવા થયા..???
રે ભલા….કોઈ જઈને સમજાવો એમને જરા,
એ આજે એક પ્રેમઘેલીની નાડ પકડી બેઠા…
સ્નેહા-અક્ષિતારક,
૨૦મી એપ્રિલ,૨૦૦૯

Read Full Post »

અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને,
બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…!!
સ્નેહા-અક્ષિતારક,
૧૩મી એપ્રિલ,૨૦૦૯

Read Full Post »

થોડી પ્રણયરેખા હથેળીમાં ટૂંકી પડી ગઈ મારે,
નહિં તો તારું નામ તો જોયેલું મેં ત્યાં કાલે….
સ્નેહા-અક્ષિતારક,
૫મી એપ્રિલ,૨૦૦૯

Read Full Post »

સૂર્ય જો ને કેટલો સોહામણો દી’સે છે આજે,
લાગે છે,
તારા ચેહરાના શુકન લઈ ને આવ્યો છે આજે…
સ્નેહા-અક્ષિતારક.
૨ જી એપ્રિલ.૨૦૦૯.

Read Full Post »

Older Posts »