Feeds:
Posts
Comments

Archive for the ‘ગદ્ય’ Category

તારી અને મારી વચ્ચે આ કેવો સંબંધ છે??
હું આ કિનારે અને તું છેક સામ્મ્મ્મે….ના છેડે..!!!બે કિનારાનો સંબંધ છે આપણી વચ્ચે.!! કિનારા શેના છે એ તને ખબર છે? તને ના મળી શકું ત્યારે મન એક તલસાટ અનુભવે છે.કેટલીયે ખાલી ક્ષણો સમયના વચગાળામાં પસાર થઈ જાય છે.એ તલસાટના ગરમાવાથી ઘેરાતી ઉષ્ણતા આંખના રસ્તે ટપકી પડે છે.એક અકથનીય [...]

Read Full Post »

જ્યારે કોઈ યાદ સડસડાટ રગ-રગમાં વહેતા રુધિરને સટાક.. દઈને બાજુમાં હડસેલીને પોતાની જગ્યા કરતી બળજોરીથી વહેવા માંડે છે, ત્યારે એક જીવલેણ “અશ્રુએટેક” આવી જાય છે.
  
નીચોવાઈ જવાય છે.રુંવે રુંવે પસીનાની ધારો છૂટી જાય છે.મગજ વિચાર-શ્રમથી થાકીને લોથ-પોથ થઈને સાવ ઢીલું ઢફ થઈ જાય છે.પણ…એ જળ જેવી યાદો પોતાનો જડબેસલાક પીછો નથી છોડતી.એના વશીકરણથી આપણને આખે આખા [...]

Read Full Post »

રૂણાનુબંધ શબ્દ નથી.એ તો એક મજાનો મોર-પીંછ જેવો હલ્કો ફુલ્કો સંબંધ છે.એમાં લાગણી કોઈ જ આશય વિના આપો આપ હ્રુદય ના ઉંડાણ માંથી ફૂટી નીકળે..તમારી જાણ બહાર જ…એક યોગ ની સાધના જેવો છે આ સંબંધ…જેનુ પરીણામ દિલ ને હંમેશા શાંતી જ આપે છે…..વધુ પછી ક્યારેક દોસ્તો….મસ્ત મજાનો રૂણાનુબંધ વાળો સંબંધ તમારા જીવનમાં આવે એવી આશા [...]

Read Full Post »

જિજીવિષા:

 
આજે હતો ૧૪મી નવેમ્બર-બાળદીન.એટલે આપણા બચ્ચાઓને મોજ મજા કરવવાનો દિવસ.આ તો આપણે રોજ બરોજ ની જીન્દગીના મા-બાપો ની વાત છે .બાકી એની અલગ અલગ વ્યાખ્યાઓ હોઈ શકે.હા તો, આડે પાટે ગાડી જાય એ પહેલાં મેઈન વાત. લાડકવાયાની જિદ્દને વશ થઈ એને હમણાં જ આવેલ અંગ્રેજી નું હિન્દીમાં અનુવાદિત ફિલ્મ “૨૦૧૨” જોવા લઈ ગઈ. 
ફિલ્મની વાર્તા વિશે સાંભળીને [...]

Read Full Post »

    મેઘધનુષ્ય મને બહું ગમે છે.
એનાં સુંદર મજાનાં સાત રંગો મને હર-હંમેશ એક નવી નવાઈ ની અજાયબી જ લાગે છે.એક પછી એક રંગોની અદભુત ગોઠવણીએ ભગવાનની સુંદર કારીગરી જ દ્રશ્યમાન થાય છે. ઘણીવાર એવું મન થાય કે એનો એક સરસ મજાનો પુલ બનાવું ધરતીથી આકાશ સુધીનો અને પછી હળ્વાં પગલે ડગ માંડતી એને સર્જનારા પ્રભુને જઈને [...]

Read Full Post »