તને કંઈક લખુ તો
રુંવાડે-રુંવાડા ચીરીને
મારી લાગણી ફૂટી નીકળે છે.
તને વિચારુ તો
ધડકનોને મદહોશ કરી દેતાં
નાજુક સ્પંદનો મહેંકી ઊઠે છે.
તને મળવાની શક્યતા જોવું તો
આંખના કાળા વાદળો ચીરીને
ઈરછાઓ પૂરજોશમાં બાંધ તોડીને
વહી નીકળે છે.
તારું નામ સાંભળુ તો
કર્ણ-પટલ મધુરા સૂરોની
હારમાળાથી છલકાઈ ઊઠે છે.
આને શું કહેવાય?
સાવ અઢી અક્ષરનો શબ્દ”પ્રેમ”
નાનો ના પડે..?
કે
પછી એ જ …!!!
સ્નેહા-અક્ષિતારક,
૨૧-૧૨-૨૦૦૯
રાતના ૧૦.૧૬ મિનિટે
Archive for the ‘કવિતા’ Category
કે પછી એ જ …!!!
Posted in કવિતા, tagged પ્રેમ on December 21, 2009 | 24 Comments »
તું અને હું…
Posted in કવિતા, tagged તું અને હું, પ્રેમ, સુંદર on December 2, 2009 | 19 Comments »
તું મને જુવે અને મને લાગે કે
હું સુંદર છું.
તુ મને સ્પર્શે અને મને લાગે કે
હું નાજુક છું.
તું મને વિચારે અને મને લાગે કે
હું લાગણી છું.
તું મને શ્વસે અને મને લાગે કે
હું જીવંત છું.
તું મને અનુભવે અને મને લાગે કે
હું પ્રેમ છું.
તું મને સાંભળે અને મને લાગે કે
હું ખનક છું.
બસ,રે……..
આમ જ તો તું મારી કવિતા છું.
સ્નેહ-અક્ષિતારક,
૩૦-૧૧-૨૦૦૯
સાવ અચાનક ….
Posted in કવિતા, tagged અલગ, મજા, સાવ અચાનક on November 25, 2009 | 10 Comments »
સાવ અચાનક તું શુભ-સવાર કહી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક તું પ્રેમ વરસાવી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક ઝાકળિયા સ્પંદનો મનમાં ફૂટી નીકળે
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક દિલના ખૂણે તું ધડકી ઊઠે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક તારું અતરીયું સ્મરણ મન ભરી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ [...]
મમ્મી તને શું ખબર પડે?
Posted in કવિતા on July 10, 2009 | 17 Comments »
ઘરનાં ડ્રોઈંગરુમમાં ક્રિકેટ રમવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?
પલંગ ઉપર બેસીને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?
ચારે બાજુ રમકડાં પાથરવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?
ઘરની દિવાલો ‘ક્રેયોન’થી સજાવવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?
કોમ્પ્યુટરમાં આડેઘડ ગેમ રમવાની મજા જ [...]
છોમાસું….ચોમાસું
Posted in કવિતા on July 2, 2009 | 19 Comments »
ચોમાસું આ સાલ છોમાસું થઈ ગયું છે,
એને બહુ પ્રેમ કર્યો તો ભાવ ખાતું થઈ ગયું છે.
ચાર માસે પધરામણીની મજા જ કંઈક અલગ છે,
મહિનાઓની ગણત્રીમાં ભૂલો કરતું થઈ ગયું છે.
કોણ સમજાવે એ અભિમાનનાં પૂતળાને,
ધરતીથી બે વેંત અદ્ધર ચાલતું થઈ ગયું છે.
અમદાવાદ મારું કોરું કટ સુકાય એની રાહમાં,
એનાં રુદનના ભેજની રાહ જોતું થઈ ગયું છે.
અમારી પ્રેમભરી વિનંતીઓથી [...]
જિંદગી એક પહેલી…
Posted in કવિતા on May 21, 2009 | 21 Comments »
રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.
શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.
ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.
સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.
આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં [...]
નમ્રતા – મારી સખી …..
Posted in કવિતા on April 10, 2009 | 4 Comments »
નમ્રતા માટે….
એક વાત કહું સખી ભલે દુર જતાં જવાઈ ગયું,
તારા દિલમાં તો સદાકાળ સમાઈ રહીશ હું,
દુભાયેલાં તારા મૌન શબ્દોની વાચા બનીને,
દુભાષિયાં ની ભુમિકા સદાકાળ નિભાવીશ હું,
જીન્દગી તો બેશરમ – બેરહમ જ મળી છે તને,
રુઝ લાવતા મલમની ગરજ સદકાળ સારીશ હું,
છોને કુદરત ક્રુર બની અહીંથી હિમખડકે ફેંકે,
મારા અંતરની હુંફથી સદાકાળ ગરમાવીશ હું,
આનાથી વધૂ શું કહું શબ્દૉ [...]
સાજનજી, મને ગર્વ છે તમારા ઉપર.
Posted in કવિતા on April 3, 2009 | 8 Comments »
એક પત્ની એનાં લગ્નજીવનની ૨૫મી વર્ષગાંઠ વખતે એનાં પ્રાણપ્યારાં સાજનને આટલું જ કહેવાં ઈરછે છે..
સહજીવનનાં પચ્ચીસ વર્ષનાં સરવૈયારુપે
એટલું જ કહીશ તમને પ્રિય સાજનજી
મને ગર્વ છે તમારા ઊપર.
હંમેશા પ્રેમનાં સરવાળા-ગુણાકાર જ કર્યાં,
બાદબાકી-ભાગાકાર બાકાત જ રાખ્યાં,
સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.
કાળામાંથી ધોળા થતાં વાળ અને
આંખો પર આવેલા ચશ્માં પ્રેમથી વધાવ્યાં,
સાજનજી,મને ગર્વ છે તમારા ઉપર.
મારી અપૂર્ણતાને પૂર્ણતા માની,
અલ્પવિરામે પુર્ણવિરામનાં [...]
હવે દાવ છે કોના માથે…!!!!
Posted in કવિતા on February 15, 2009 | 3 Comments »
એક રમત ચાલુ કરી અમે ,
કોઈ અજ્ઞાત કારણથી તમારી સાથે.
મેં તો દાવ આપી દીધો,
લ્યો – હવે વારો તમારા માથે.
અંચઈ કરીને જીતી જવું ,
એ સિદ્ધ્-હસ્તતા તો છે તમારી પાસે.
જાણી-જૉઈને હારી જવું
એ નાકામ્યાબી ભલે અમારા માથે.
એક પછી એક નવા દાવ અને
તમારું તોફાની કામણગારું સ્મિત..
મને સઘળું ભુલાવે શાન-ભાન ,
કે હવે દાવ છે કોના માથે…!!!!
સ્નેહા- અક્ષિતારક
૨૧-૧૧-૨૦૦૮.
ઓરકુટવાસીઓ માટે ખાસ…
Posted in કવિતા on February 15, 2009 | 5 Comments »
“ઓરકુટ એક નવી-નવાઈ ની દુનિયા,
સપનાંની જેમ જીવવાની દુનિયા.
જેટ્લું ઇરછો તેટલું જ બતાવો,
બાકી તો છે છુપાવવાની દુનિયા.
બેન,સખી,મા,દિકરી સઘળાં સંબંધો,
સ્નેહ અને ઇર્શ્યાથી ભરપુર દુનિયા.
વિશ્વાસ મળે અને અવિશ્વાસ પણ અહીં,
થોડું ઘણું સાચવીને ચાલવાની દુનિયા.
પ્રસન્નતાથી છલકાવી દે ઘડીમાં,
ઘડીકમાં નિઃશાસાથી ભરેલી દુનિયા,
એક આદત જેવું થઈ જાયે એનું,
નશાથી બચી સ્વસ્થ રહેવાની દુનિયા”.
સ્નેહા-અક્ષિતારક..
૨૪-૧૧-૦૮