Feeds:
Posts
Comments

Archive for the ‘અછાંદસ’ Category

રતાશભરી લાલ હિંગળોક આંખો,
પરસેવે તરબતર ડિલ,
લાભ-શુભના મૂર્હૂતો સાચવવાનું ટેન્શન,
દોડા-દોડ..
કંકોત્રીના ટાઈમ ટેબલો પકડમાંથી
રખે ને છટકી જાય..
કોઈ આપ્તજન ભુલાઈ તો નથી ગયુંને.??
કોઈ રિવાજ ભુલાઈ તો નથી જતો ને,
દિકરીને વળાવવાની છે ને..
ઘેરાયેલ ઉદાસીના વમળોમાં
ચગડોળે ચડેલ ચિત્ત ને
સતત જાગ્રત રાખવાના પ્રયાસો..
અને એ બધા પ્રયાસોની જાણે
હાંસી ઉડાવતું ડગમગતું તન….
મારી નજીક આવીને બોલ્યું,
“ભલે પધાર્યા બેન..બહુ ગમ્યું,
કોઈ મણા તો નથી ને વ્યવ્હારમાં..?
ભુલ-ચૂક [...]

Read Full Post »

કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે કે
પેટમાં જાણે જાત ચૂંથાઈ જાય,
અમળાઈ જાય ,
શરીરમાં ડાબી બાજુ છાતીમાં કોઈ નામ
સતત જીવલેણ સબાકા મારે.
મગજ દિશાશુન્ય થઈ ક્યાંક કોઈક વિચાર-ખાઈની
ધાર પર અડધું બહાર લટકતું રહે ,
ક્યારે સંતુલન ખોરવાઈ જાય કહેવાય નહિ..??
રક્ત-પ્રવાહ શીરા-ધમની બધું ય ફાડીને
રૂંવે-રૂંવે ચૂઈ પડે..!!
આંખમાં રમતા રહેતા સપના એવા અંધ કરી જાય કે
એક કસુંબલ નામ સિવાય [...]

Read Full Post »

એકલતામાં નેટ પર સર્ફીંગ કરતા-કરતા,
લાગણી ડોટ કોમ પર માઉસ અટકી ગયું.
હળાહળ કાતિલ એકલતાના પર્યાયરૂપે,
લોગ-ઈન કર્યું.
અરે..રાફડો ફાટયો છે ને ઊર્મિશીલતાનો તો અહીં..!!!
ખુશી મમળાવતા મમળાવતા એક ચોકલેટ જેવા
નામનો ટુકડો ઉઠાવ્યો,
સંવેદનાનાં ઝરણાં વહેતાં હશે આનામાં,
ચોક્ક્સ.
ત્યાં તો,
નેટીયો ચેહરો ફાડીને એક રાક્ષસ બહાર આવ્યો,
મારામાં જે વધેલ-ઘટેલ વિશ્વાસ,પ્રેમ,ખુશીઓ હતી,
તે બધુંયે …ઑહીયા…!!!
હવે ખ્યાલ અવ્યો,
લાગણી ડોટ કોમ એટલે,
એનેસ્થૅશીયા આપ્યા વગર,
દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!
સ્નેહા-અક્ષિતારક,
૧૭-૧૧-૨૦૦૯.સાંજના [...]

Read Full Post »

બારીમાંથી હું આકાશી રૂપેરી ચાંદ જોઉં છુ,
મારા ચાંદ,તું પણ એ જ ચાંદ જોતો હોઈશ ને…?
મારી પ્રીતની છાંટ એના પર પાડીને
એક નેહ-ભર્યો પત્ર લખુ છું.
મારા દિલના હાલ-હવાલ લખું છું એમાં.
મારે એને એટલું જ કહેવું છે કે,
મારો ચાંદ તો બહું રૂપાળો અને પ્રેમાળ છે.
એકદમ માસૂમ-દેવના અવતાર જેવો.
મારા શ્વાસની હુંફ થી એ નકરો લથપથ,
નર્યા વ્હાલથી નીતરતો,
લાગણીની અદકેરી ભીનાશ [...]

Read Full Post »

એક અભ્રછાઈ વરસાદી સાંજ,
સુંદર મજાનું ગુલાબના ગલગોટા જેવું કપલ,
અને તેમની મસ્તીભરી ધમાલ.
એક-બીજાની પ્રેમની ખુશ્બુમાં ઝૂમતા,
મદહોશ વાતાવરણને ઓર રંગીન બનાવતા,
ખિલ-ખિલાતા,હસતા-રમતા,
એક-બીજામાં ખોવાયેલા-ખોવાયેલા,
અને..
એક પ્રશ્ન અને ચડભડ..
પત્નીના મગજમાં ઘૂમરી ખાતો એક પ્રશ્ન,
“કોણ વધુ સુંદર?,
હું કે આ વરસાદી સાંજ..!!”
પતિદેવ જાણે ઉલ્કામુખે જઈ બેઠા,
કહે,”તું પણ સુંદર અને આ સાંજ પણ”
ચટકચાંદની સી પત્ની,”ના..ના..એમ નહી,
બેમાંથી વધુ સુંદર કોણ?”
“પ્રિયે,તારાથી આ સાંજ વધુ સુંદર અને
આ [...]

Read Full Post »

કાલે મેં તને એક ચૂંટલી ખણી હતી,
યાદ છે??
તેં નવી t-shirt પહેરી હતીને,
તે new pinch કરવા.
એ જ વખતે તને ખબર નહીં હોય,
મારો એક નવો જન્મ થયો,
તારી પ્રિયતમા રુપે,
હવે તારો વારો new pinchનો……
સ્નેહા-અક્ષિતારક.
૬-૦૮-૨૦૦૯.
૧૧.૪૫ રાતનાં

Read Full Post »

મારો અહં,
મારો પ્રેમ,
મારુ માન-સન્માન,
મારી મર્યાદાઓ,
મારી ખુશી,
મારા સંસ્મરણો,
મારી પૂજા-મારી અર્ચના,
મારા સોનેરી શમણાંની સુંવાળી ઘડીઓ,
મારા શ્વાસો-શ્વાસની હુંફાળી ગરમી,
સઘળું યે તુજને અર્પણ સાજન…….
સ્નેહા-અક્ષિતારક,
૧૫-૬-૦૯
૭.૦૦ સાંજના

Read Full Post »

સંબંધોની વ્યાખ્યાઓ રચવામાં,
લાગણીની હેરાફેરી કરવામાં,
લાખ ચોરાશી ભવનાં ફેરાની ગણત્રીમાં,
સાત જન્મોનાં વચનોના વેડફાટે અશ્રુ સારવામાં,
આ તારું ને આ મારું,ભાગની વહેંચણી કરવામાં,
સારપ અને દુષ્ટતાના મૂલ્યાંકનમાં,
રાગ અને દ્વેષનાં બંધનોમાં,
જવાબદારી અને હકની સરખામણીમાં,
આ અમુલ્ય જીવન વેડફાયું મારું તો,
હે મારા વ્હાલાં પ્રભુજી ચાલો આપણે
એક એવો સંબંધ રચીએ
જે આ બધાથી પર, નિર્લેપ હોય,
દૂર દૂર ક્યાંય આ ગણત્રીઓનો છાંયો પણ ના હોય.

તમારી સદાથી દાસી…
સ્નેહા-અક્ષિતારક
૧૪-૩-૦૯
૧૦.૧૫ [...]

Read Full Post »

ક્યાં અટકશે માનવીનું આ પાશવીપણું,
નિહ્ત્થા માણસોને મારવાનું દરિન્દગીપણું.
એ કે ૪૭ લઈને પોતાને વાઘ સમજે,
ફટ ફટ ઘાણીની જેમ આગ ઓકે,
લોહીની નદીઓ વહાવી પ્યાસ બુઝાવે,
માણસોને કચડીને મહેફિલો સજાવે.
કેટ્-કેટલાંનાં સપનાંઓ ક્રુરતાથી કચડે,
ઘરડાં મા-બાપના સહારા બેશરમો ઝુંટવે,
દિલમાં આગ લઈને બસ કુદી પડે,
ના વિચારે એ નાચે કોણ સ્વાર્થી હાથે.
આજે તો અમે ફના થૈ જાઈશુ,
મરી જઈશું કાં મારી નાખશું,
પણ એ નાદાનો [...]

Read Full Post »

 

  ફુલગુલાબી ઠંડીએ રવિનાં હુંફાળા કિરણૉથી સભર એક સુપ્રભાત,
બધી જીમ્મેદારીથી પરવારીને બેઠેલી હું, અને ચા-બિસ્કીટનો સંગાથ.
પાડોશીઓનો કોલાહલ આટલી સવારમાં કેમ કણૅપટલે અથડાય?
ઓહ..તમને નથી ખબર..?
એક ૯ માસનું ફુલ ઇશ્વરનાં અન્યાયે કવેળાએ કચડાય..!!!
ફુલની બગિયાએ શોક તણી કાળી ચાદર,
પગ શીદ ઉપડે મારો જવાને અંદર?
અરે,હજી કાલે તો “walker” લાવેલાં લાડલાંનું..
એનાં મનગમતાં ભુરા આકાશી રંગનું..
સૂનું પડ્યું એનાં અવાજ વિનાનું..

એક જણ કહે,અરે..
બાળકની [...]

Read Full Post »

Older Posts »