Feeds:
Posts
Comments

Archive for January, 2010

લાગણી છે તો છે,
ઢંઢેરો એનો પીટો મા.

દુનિયા કદી સમજી નથી,
અને સમજશે નહીં.

અંતરના મોંઘેરા  મોતી
આમ છૂટ્ટા વેરો મા…
 

સ્નેહા-અક્ષિતારક,
૨૭-૦૧-૧૦
સવારના ૧૨.૨૦ વાગ્યાના
 
 

Read Full Post »

ઉત્તરાયણની સવારની ધમાલ,
મિત્રોના ઘરે ભેગા થવાના કોલ,
પૂરજોશમાં ભાગતી બાઈક,
અને….
એક્દમ બ્રેક લગાવવી પડી…
એક દેઢ-પસલી છોકરો
રસ્તામાં પતંગ લૂંટવા દોડતો હતો.
અરે,આ તે કોઈ રીત છે?
આમ ને આમ જીવ ખોઈ દઈશ તું.
અને અમને હેરાન કરીશ નાહકમાં.
લાચાર લેંટાળીયું ગરીબડું મુખ
ઘડી-બેઘડી મારી સામે તાકી રહ્યું.
અને બોલ્યું,
“મેડમ,૨૫ રૂપિયામાં ૨૦ નંગ,વેચાતા લેશો…?!!!!”
સ્નેહા-અક્ષિતારક,
૧૮ જાન્યુઆરી,૨૦૧૦
સાંજના ૬.૪૫ વાગ્યાને

Read Full Post »

વાદળોની ઓલી પારનો ભેદ મારે જાણવો છે,
રૂપેરી ચમકતો એનો રંગ મુઠ્ઠીમાં બાંધવો છે,
પતંગ અને દોરીનો સથવારો લઈને,
નભના ગરૂર ને આજે માપવો છે..
સ્નેહા-અક્ષિતારક,
૧૪ જાન્યુઆરી,૨૦૧૦.
સવારના ૯.૩૦વાગ્યાનાં

Read Full Post »

તારી આંગળીનાં ટેરવે જીવનનાં ઝરણાં વહે છે,
હું અહલ્યા બની ને જરા અસર માણી લઉ એની..

સ્નેહા-અક્ષિતારક
૨૩-૧૨-૦૮

Read Full Post »

 

એક કોફી-શોપનો
રુપકડી ડીઝાઈનવાળો કાચનો દરવાજો,
હું આગળ અને તું પાછળ,
મેં દરવાજો છોડ્યો,
તેં પાછળથી પકડ્યો.
એ સમયગાળામાં આંગળીના ટેરવે ટેરવાં અથડાયા,
સ્પર્શની દુનિયા રચાઈ ગઈ.
ઊફ્ફ……
ના મારાથી દરવાજો છૂટી શકયો,
ના તું મારો હાથ પક્ડી શક્યો..
મારી વ્હીલચેરનું પૈડું વચ્ચે આવી ગયું ને.
  
આમ
           જ
                એક પ્રેમ-કહાની અધૂરી…
સ્નેહા-અક્ષિતારક,
એપ્રિલ,૨૦૦૯.

 

 
 

Read Full Post »

 મિત્રો.આ બ્લોગ જગત નિરાળું છે..કોઈ જ જાણ-પહેચાન વગર આ એક વડીલ મિત્રએ કેટલી સરસ સહિયારી રચના બનાવી કાઢી.(જોકે સહિયારીમાં મારું યોગ-દાન તો ફક્ત એક શેર પૂરતું જ છે)એ તો આ વડીલશ્રીની ખેલદીલી કે એમણે સામેથી ઈમેઈલ કરીને મને જાણ પણ કરી અને મારું નામ આ રચનામાં લખ્યું અને પૂરે પૂરો શ્રેય મને આપ્યો..બાકી મારો તો [...]

Read Full Post »

તારી અને મારી વચ્ચે આ કેવો સંબંધ છે??
હું આ કિનારે અને તું છેક સામ્મ્મ્મે….ના છેડે..!!!બે કિનારાનો સંબંધ છે આપણી વચ્ચે.!! કિનારા શેના છે એ તને ખબર છે? તને ના મળી શકું ત્યારે મન એક તલસાટ અનુભવે છે.કેટલીયે ખાલી ક્ષણો સમયના વચગાળામાં પસાર થઈ જાય છે.એ તલસાટના ગરમાવાથી ઘેરાતી ઉષ્ણતા આંખના રસ્તે ટપકી પડે છે.એક અકથનીય [...]

Read Full Post »

કોઈ યાદ ગુલાબ થઈને
અંતરમાં મહેંકી ઊઠે.

બંધ આંખે ગાલ પર
ગુલમહોર ખીલી ઊઠે.

સાથે વિતાવેલ પળો
હોઠની હસીમાં છલકી ઊઠે,

બે હાથ ઊચકવાની
જરુર જ કયાં રહી વ્હાલમ,

તારે માટે તો આપમેળે જ
અંતરમાંથી દુવાઓ સરી ઊઠે..
સ્નેહા-અક્ષિતારક,
૨૩-સપ્ટેમ્બર,૨૦૦૯.

Read Full Post »