તને મળવું એટલે એક સુંદર રુમઝુમતું ગીત ગાવું, રશ્મિકિરણો ને હથેળીમાં કોમળતાથી કેદ કરવા,પતંગિયાની પેઠે ફુરર…ઊડી જવું,મેઘધનુષ્યની જેમ ફેલાઇ રંગોની દુનિયામાં ગર્ત થઈ જવું,ધડકનોમાં શ્વાસ સમ ફરકતા-સરકતા રહેવું,મંઝિલની ચિંતા વગર બેરોક્ટોક મનગમતા પ્રવાસે મરજી મુજબ બેફામ રખડવા નીકળી પડવું પછી પહાડની ટોચ પરથી બેફિકરાઈથી ખુલ્લા કોરા કેશ હવામાં ફર-ફરતા હોય અને અભયતાથી જિંદગીને છેક તળીયા સુધી નિરખવાની.
આ બધું જ અનુભવવાનું પણ કેવી રીતે? એક્દમ સાહજીક.
કોઈ જ બ્યુટી-પાર્લરમાં ગયા વગર ,તનને રુપાળું બનાવવાની ઘેલછામાં ડુબ્યાં વગર,”હું જે છુ,જેવી છું” એ કુદરતી રંગ-રૂપના સથવારે ફક્ત નિર્ભેળ લાગણીવાળા મનમાં તારા મિલનની એક અખૂટ અફાટ રેતીના દરિયા જેવી પ્યાસ લઈને તારી નજદીક આવવાનું.પંખીઓના મધુર કલરવને માણતા માણતા, ઝરણાં પેઠે ઉછળ-કુદ કરતાં હું તારી તરફ પ્રયાણ કરું છું.મનમાં કોઈ જ શંકા-કુશંકા નહી…બધું જ એકદમ સાહજીક,કોઈ જ બંધન આડખીલી થઈને મને રોકવાનું નથી.કોઈ સમાજ ની બે આંખવાળી શરમ મને રોકવાની નથી.કોઈ ઇર્ષ્યા-ભરેલ હૈયું એની કાળી નજર મને લગાડી શકવાની નથી.કોઈ જ સુંદર રૂડા-રૂપાળા શબ્દોવાળી પ્રાર્થનામાં શબ્દોની ગોઠવણ કરવાની ભાંજગડમાં પડવાનું નહી.ઠાલા ઉપહાર,ભેટ-સોગાદો ના માયાવી વિશ્વ થી દુર-સુદુર રહી,હૈયાના અમ્રુત ના સંગાથે જ ફક્ત તારી સમીપે આવવાનું અને દુનિયાના કોઈ જ શબ્દકોશના પાને ના છપાઈ શકે તેવી દિવ્ય પ્રેમ વાણી સાંભળતા સાંભળતા કોઈ અગોચર વિશ્વમાં મારી જાતને કોઈ જ ઓળખાન -પહેચાનની,અસ્તિત્વ ટકાવી રાખવાની ચિંતા વગર ડુબાડી દેવાની.
કારણ…આ બધાની બાગડોર તો તારા હાથમાં છે મારા વ્હાલા..આ ભવ સાગરમાં મારે કઈ બાજુ જવું ,કઈ દિશા પકડવી એ બધું વિચારવા માટે તો હેય ને તું બેઠો જ છુ ને પ્રભુ….મારે ક્યાં કોઈ જ ચીંતા છે, મેં તો મારી જાત ને તારા હવાલે કરી છે..જે હાલ હવાલ કરવા હોય મારા વ્હાલીડા એ હવે તારે નકકી કરવાનું….હું તો તારા પ્રેમ માં નચિંત,અભય,સહજ..
એક ફૂલ નું ઉગી ને ખરી પડવા જેટલું જ…
અંતઃકરણનાં કોટી કોટી વંદન,
સ્નેહા-અક્ષિતારક,
૧૧-નવેમ્બર,૨૦૦૯,સવારના ૯.૫૦ મિનિટે
wah..shu vaat chhe adbhoot ..bahu mast lakhyu chhe di..
સ્નેહાબેન,
તમે અનુભવેલી ’સહજતા’ , અન્યોના અંતઃકરણમાં સહજ ફેલાય અને ઇશ્વર કહી દે : આમીન !એવી મારી અંતઃકરણથી શુભેચ્છા!
મુક્ન્દ જોશી
Nice Feelings
આ બધાની બાગડોર તો તારા હાથમાં છે મારા વ્હાલા..આ ભવ સાગરમાં મારે કઈ બાજુ જવું ,કઈ દિશા પકડવી એ બધું વિચારવા માટે તો હેય ને તું બેઠો જ છુ ને પ્રભુ….મારે ક્યાં કોઈ જ ચીંતા છે, મેં તો મારી જાત ને તારા હવાલે કરી છે..જે હાલ હવાલ કરવા હોય મારા વ્હાલીડા એ હવે તારે નકકી કરવાનું….હું તો તારા પ્રેમ માં નચિંત,અભય,સહજ..એક ફૂલ નું ઉગી ને ખરી પડવા જેટલું જ…
aa koi prarthna rupe rakhi sakay evu……..
just superb…excllent
great yaar,
khub j saras lakhyu chee
this should be publiced in magazine or news paper
તને મળવું એટલે એક સુંદર રુમઝુમતું ગીત ગાવું, રશ્મિકિરણો ને હથેળીમાં કોમળતાથી કેદ કરવા,પતંગિયાની પેઠે ફુરર…ઊડી જવું,મેઘધનુષ્યની જેમ ફેલાઇ રંગોની દુનિયામાં ગર્ત થઈ જવું,ધડકનોમાં શ્વાસ સમ ફરકતા-સરકતા રહેવું,મંઝિલની ચિંતા વગર બેરોક્ટોક મનગમતા પ્રવાસે મરજી મુજબ બેફામ રખડવા નીકળી પડવું પછી પહાડની ટોચ પરથી બેફિકરાઈથી ખુલ્લા કોરા કેશ હવામાં ફર-ફરતા હોય અને અભયતાથી જિંદગીને છેક તળીયા સુધી નિરખવાની.
તનને રુપાળું બનાવવાની ઘેલછામાં ડુબ્યાં વગર,”હું જે છુ,જેવી છું” એ કુદરતી રંગ-રૂપના સથવારે ફક્ત નિર્ભેળ લાગણીવાળા મનમાં તારા મિલનની એક અખૂટ અફાટ રેતીના દરિયા જેવી પ્યાસ લઈને તારી નજદીક આવવાનું.પંખીઓના મધુર કલરવને માણતા માણતા, ઝરણાં પેઠે ઉછળ-કુદ કરતાં હું તારી તરફ પ્રયાણ કરું છું.મનમાં કોઈ જ શંકા-કુશંકા નહી…બધું જ એકદમ સાહજીક……
nice one….
એક વાત કહું? લાગે છે કે જાણે મારા મનની લાગણી અને ભાવનાને જાણે તું શબ્દોનું સ્વરૂપ આપે છે. અત્યારે જે રીતે જીંદગી જઈ રહી છે તે જોતાં હું બસ આમ જ જીવું છું અને મજા કરું છું – “આ ભવ સાગરમાં મારે કઈ બાજુ જવું ,કઈ દિશા પકડવી એ બધું વિચારવા માટે તો હેય ને તું બેઠો જ છુ ને પ્રભુ….મારે ક્યાં કોઈ જ ચીંતા છે, મેં તો મારી જાત ને તારા હવાલે કરી છે..જે હાલ હવાલ કરવા હોય મારા વ્હાલીડા એ હવે તારે નકકી કરવાનું….હું તો તારા પ્રેમ માં નચિંત,અભય,સહજ..” – એક્દમ સરસ જાણે દિલની વાતો….
સ્નેહાજી…. વાંચતા એવુ લાગ્યુ કે જાણે મારી આસ પાસ ” મૌન ” ની મહેફિલ રચાઇ રહી છે ને એની મધ્ય માં આપ ના શબ્દો ની ‘વીણા’ બહુ મધુર સ્વરે ઝીણી ઝીણી વાગી રહી છે……ખુબ જ સુંદર લેખન શૈલી…..
kai kaheva panu j nathi rakhyu…
bahu utkrusht rachana…
ek ek akshar prem thi bharelo… wah bhai wah….
khub j saras sneha di… tarama lakhan ni navi rit gami…
શબ્દકોશના પાને ના છપાઈ શકે તેવી દિવ્ય પ્રેમ વાણી સાંભળતા સાંભળતા …આ બધાની બાગડોર તો તારા હાથમાં છે મારા વ્હાલા..આ ભવ સાગરમાં મારે કઈ બાજુ જવું ,કઈ દિશા પકડવી એ બધું વિચારવા માટે તો હે…..ય ને તું બેઠો જ છુ ને પ્રભુ….really good.
વાહ સ્નેહાજી…
શરુઆતનો પોર્શન વાંચવાની મઝા આવી ગઇ…
દરેક લાઇન વાંચતો જ રહ્યો…
વાહ વાહ
ખુબ સહજતા પુર્વક લખુ છે, એક ફુલ ના ખરવા થી લઈ ને બીજી કળી ખિલવા jetalu….
sunder ati sunder dear…
હું તો તારા પ્રેમ માં નચિંત,અભય,સહજ..
એક ફૂલ નું ઉગી ને ખરી પડવા જેટલું જ…
sundar d…
mane khoob amyu…
મંઝિલની ચિંતા વગર બેરોક્ટોક મનગમતા પ્રવાસે મરજી મુજબ બેફામ રખડવા નીકળી પડવું પછી પહાડની ટોચ પરથી બેફિકરાઈથી ખુલ્લા કોરા કેશ હવામાં ફર-ફરતા હોય અને અભયતાથી જિંદગીને છેક તળીયા સુધી નિરખવાની.
^^^^^^
thoda ma bov badhu kai nakhyu adabhut!!!!!!!!!!!
કોઈ જ સુંદર રૂડા-રૂપાળા શબ્દોવાળી પ્રાર્થનામાં શબ્દોની ગોઠવણ કરવાની ભાંજગડમાં પડવાનું નહી.ઠાલા ઉપહાર,ભેટ-સોગાદો ના માયાવી વિશ્વ થી દુર-સુદુર રહી,હૈયાના અમ્રુત ના સંગાથે જ ફક્ત તારી સમીપે આવવાનું અને દુનિયાના કોઈ જ શબ્દકોશના પાને ના છપાઈ શકે તેવી દિવ્ય પ્રેમ વાણી સાંભળતા સાંભળતા કોઈ અગોચર વિશ્વમાં મારી જાતને કોઈ જ ઓળખાન -પહેચાનની,અસ્તિત્વ ટકાવી રાખવાની ચિંતા વગર ડુબાડી દેવાની
very good really touched to heart………….la jawab….ahaaaa
dnt have ay word to say yar how cum u think this much woooowwwwwww…..gr8888
પ્રેમ વિશે લખવું એટલે લેખકને અર્ધનારેશ્વર બનવું પડે છે.ષોડસી કન્યાના મુગ્ધભાવો અને પ્રોઢાની ગરીમા.વીસ વર્ષના તરવરીયા યુવાનથી લઇને સાઠે પહોચેલા થાકેલા પુરુષની વિષાદી ભાવના જેવા અનેક સ્વ.એટલે કે ખુદને અનુભવવા પડે છે.લેખક એટલે મૃત શબ્દોને કલમની શાહીથી જીવંત બનાવીને કાગળ પર નૃત્ય કરાવે છે.લોંચીગપેડ પરથી જે ગતીથી રોકેટ આકાશ તરફ ફેંકાય છે તે ગતિથી વાંચક મગજમાં શબ્દો ફેંકી શકે છે.ચાંદની ચાંદનીને સ્મિત ફેંક્તો,સુરજ સામે અરિસો ધરનાર..એ પાગલ જેવો માણસ લેખક કે કવિ છે…એ પ્રેમી છે..જે પ્રેમકથાને લખી શકનારો વાર્તાનો સાચો નાયક છે….. (નરેશ ડૉડીયા..સાહિત્ય અને ઇતિહાસ્)