રૂણાનુબંધ શબ્દ નથી.એ તો એક મજાનો મોર-પીંછ જેવો હલ્કો ફુલ્કો સંબંધ છે.એમાં લાગણી કોઈ જ આશય વિના આપો આપ હ્રુદય ના ઉંડાણ માંથી ફૂટી નીકળે..તમારી જાણ બહાર જ…એક યોગ ની સાધના જેવો છે આ સંબંધ…જેનુ પરીણામ દિલ ને હંમેશા શાંતી જ આપે છે…..વધુ પછી ક્યારેક દોસ્તો….મસ્ત મજાનો રૂણાનુબંધ વાળો સંબંધ તમારા જીવનમાં આવે એવી આશા [...]
Archive for November, 2009
રૂણાનુબંધ
Posted in ગદ્ય, tagged રૂણાનુબંધ, સંબંધ on November 30, 2009 | 9 Comments »
સાવ અચાનક ….
Posted in કવિતા, tagged અલગ, મજા, સાવ અચાનક on November 25, 2009 | 10 Comments »
સાવ અચાનક તું શુભ-સવાર કહી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક તું પ્રેમ વરસાવી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક ઝાકળિયા સ્પંદનો મનમાં ફૂટી નીકળે
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક દિલના ખૂણે તું ધડકી ઊઠે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક તારું અતરીયું સ્મરણ મન ભરી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ [...]
સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું??
Posted in મારા મનમાં ઉઠતાં પ્રશ્નો., tagged સાસરે, સ્ત્રી on November 22, 2009 | 36 Comments »
વર્ષોથી એક પ્રશ્ન મારા મનમાં ઘુમતો , ફરતો, અથડાતો આવ્યો છે , “લગ્ન પછી આપણાં સમાજ માં સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું?” આવો કાયદો કોણે ઘડ્યો હશે અને ક્યારે ઘડાયો હશે? ઘડ્યો તો ઘડ્યો પણ એને સર્વાનુમતે કે યેન કેન પ્રકારેણ આ સમાજ પર કોણે ઠોકી બેસાડ્યો હશે??
એક બાજુ જ્યારે સમાજ એકદમ મજબુતાઈથી કહે [...]
રડાવી ગયો
Posted in નાનકડી રચનાઓ on November 21, 2009 | 5 Comments »
ચોસલાં પડી ગયા વદને તારી રાહ જોતા,
બહુ વર્ષો કાઢ્યા આમ જ મેં તારી રાહ જોતા.
ડાબા મગજે (દિલથી) કરેલો તને અઢળક પ્રેમ,
જમણાં મગજને (દિમાગને)રડાવી ગયો તારી રાહ જોતા…
સ્નેહા-અક્ષિતારક .
૪-૧૨-૦૮
અમે તો લજામણી
Posted in નાનકડી રચનાઓ, tagged નાજુકાઈ, લજામણી on November 21, 2009 | 6 Comments »
પથ્થર સમ વજ્રતા તમને મુબારક,
અમે તો લજામણી સમ મૃદુ જ રહીશું.
તમને છો ઘમંડ તમારી મજબૂતાઈનુ,
અમે નાજુકાઈથી તેમાં કોતરાઈ જઈશુ.
સ્નેહા-અક્ષિતારક .
૪-૧૨-૦૮
કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે
Posted in અછાંદસ on November 20, 2009 | 14 Comments »
કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે કે
પેટમાં જાણે જાત ચૂંથાઈ જાય,
અમળાઈ જાય ,
શરીરમાં ડાબી બાજુ છાતીમાં કોઈ નામ
સતત જીવલેણ સબાકા મારે.
મગજ દિશાશુન્ય થઈ ક્યાંક કોઈક વિચાર-ખાઈની
ધાર પર અડધું બહાર લટકતું રહે ,
ક્યારે સંતુલન ખોરવાઈ જાય કહેવાય નહિ..??
રક્ત-પ્રવાહ શીરા-ધમની બધું ય ફાડીને
રૂંવે-રૂંવે ચૂઈ પડે..!!
આંખમાં રમતા રહેતા સપના એવા અંધ કરી જાય કે
એક કસુંબલ નામ સિવાય [...]
લાગણી ડોટ કોમ
Posted in અછાંદસ on November 18, 2009 | 18 Comments »
એકલતામાં નેટ પર સર્ફીંગ કરતા-કરતા,
લાગણી ડોટ કોમ પર માઉસ અટકી ગયું.
હળાહળ કાતિલ એકલતાના પર્યાયરૂપે,
લોગ-ઈન કર્યું.
અરે..રાફડો ફાટયો છે ને ઊર્મિશીલતાનો તો અહીં..!!!
ખુશી મમળાવતા મમળાવતા એક ચોકલેટ જેવા
નામનો ટુકડો ઉઠાવ્યો,
સંવેદનાનાં ઝરણાં વહેતાં હશે આનામાં,
ચોક્ક્સ.
ત્યાં તો,
નેટીયો ચેહરો ફાડીને એક રાક્ષસ બહાર આવ્યો,
મારામાં જે વધેલ-ઘટેલ વિશ્વાસ,પ્રેમ,ખુશીઓ હતી,
તે બધુંયે …ઑહીયા…!!!
હવે ખ્યાલ અવ્યો,
લાગણી ડોટ કોમ એટલે,
એનેસ્થૅશીયા આપ્યા વગર,
દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!
સ્નેહા-અક્ષિતારક,
૧૭-૧૧-૨૦૦૯.સાંજના [...]
જિજીવિષા:
Posted in ગદ્ય on November 15, 2009 | 20 Comments »
આજે હતો ૧૪મી નવેમ્બર-બાળદીન.એટલે આપણા બચ્ચાઓને મોજ મજા કરવવાનો દિવસ.આ તો આપણે રોજ બરોજ ની જીન્દગીના મા-બાપો ની વાત છે .બાકી એની અલગ અલગ વ્યાખ્યાઓ હોઈ શકે.હા તો, આડે પાટે ગાડી જાય એ પહેલાં મેઈન વાત. લાડકવાયાની જિદ્દને વશ થઈ એને હમણાં જ આવેલ અંગ્રેજી નું હિન્દીમાં અનુવાદિત ફિલ્મ “૨૦૧૨” જોવા લઈ ગઈ.
ફિલ્મની વાર્તા વિશે સાંભળીને [...]
પ્રેમઘેલીની નાડ
Posted in નાનકડી રચનાઓ on November 14, 2009 | 4 Comments »
નાડ અમારી જોઈ ને વૈદ્યો પણ ચકરાઈ ગયા,
ઊંડા વિચારના દરિયામાં ખોવાઈ ગયા,
જાણમાં આવો રોગ નથી હજી અમારા તો,
આના હાલ કેમ આવા થયા..???
રે ભલા….કોઈ જઈને સમજાવો એમને જરા,
એ આજે એક પ્રેમઘેલીની નાડ પકડી બેઠા…
સ્નેહા-અક્ષિતારક,
૨૦મી એપ્રિલ,૨૦૦૯
ભૂકંપ
Posted in નાનકડી રચનાઓ on November 14, 2009 | 1 Comment »
અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને,
બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…!!
સ્નેહા-અક્ષિતારક,
૧૩મી એપ્રિલ,૨૦૦૯