સામે હો તું અને સમય રેત સમ સરકી જાય છે,
તારી યાદ સતાવે એવી કે,
જલ વીન મીન જેમ જીવતી જાય છે…
સ્નેહા-અક્ષિતારક
૨૬,ઓક્ટૉબર.૨૦૦૯
Archive for October, 2009
સમય રેત સમ સરકી જાય છે
Posted in ત્રિપદી on October 28, 2009 | 6 Comments »
સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,
Posted in નાનકડી રચનાઓ on October 28, 2009 | 4 Comments »
સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,
તુ મળે અને દિ’મારો ઉગે,
તું બીછડે અને મારી રાત થાય.
ગ્રહણ લાગે જ્યારે આંખ આસુથી ધૂંધળાય,
તું મળે ને ફરી અરમાનો સોનેરી થઈ જાય…
સ્નેહા-અક્ષિતારક
૨૬,ઓક્ટોબર,૨૦૦૯
મારો ચાંદ વધુ સુંદર અને વહાલો છે મને
Posted in અછાંદસ on October 27, 2009 | 12 Comments »
બારીમાંથી હું આકાશી રૂપેરી ચાંદ જોઉં છુ,
મારા ચાંદ,તું પણ એ જ ચાંદ જોતો હોઈશ ને…?
મારી પ્રીતની છાંટ એના પર પાડીને
એક નેહ-ભર્યો પત્ર લખુ છું.
મારા દિલના હાલ-હવાલ લખું છું એમાં.
મારે એને એટલું જ કહેવું છે કે,
મારો ચાંદ તો બહું રૂપાળો અને પ્રેમાળ છે.
એકદમ માસૂમ-દેવના અવતાર જેવો.
મારા શ્વાસની હુંફ થી એ નકરો લથપથ,
નર્યા વ્હાલથી નીતરતો,
લાગણીની અદકેરી ભીનાશ [...]
તાળો પછી ક્યાં મળે ??
Posted in નાનકડી રચનાઓ on October 24, 2009 | 6 Comments »
જવાબદારી વણમાગી મળે,સહેલાઈથી હક ક્યાં મળે છે અહીં,
આપ-લે નો દાખલો જ ખોટો મૂકો તાળો પછી ક્યાં મળે અહીં…
સ્નેહા-અક્ષિતારક.
૪થી ઓક્ટોબર,૦૯.
મજબૂરી
Posted in નાનકડી રચનાઓ on October 1, 2009 | 10 Comments »
ના બહુ સતાવ રે આમ મને,
મારી મજબૂરી બહુ કાતિલ છે.
નહી હોય તારી પહોંચ જયાં,
એમ હ્રદય સોંસરવી ઉતરી જશે…
સ્નેહા-અક્ષિતારક,
૧-૧૦-૦૯
સ્નેહ-ગાંઠ
Posted in નાનકડી રચનાઓ on October 1, 2009 | 5 Comments »
ઓઢણીની ગાંઠમાં તારી યાદ બાંધી રાખી છે,
લાગણીના ફુલોની મહેંક બાંધી રાખી છે,
હાથ પસવારીને હેતથી સ્પર્શી લઊ છું એને કે
એક સ્નેહ-ગાંઠમાં તેં મને બાંધી રાખી છે…
સ્નેહા-અક્ષિતારક,
૨૬-૮-૦૯.