એક અભ્રછાઈ વરસાદી સાંજ,
સુંદર મજાનું ગુલાબના ગલગોટા જેવું કપલ,
અને તેમની મસ્તીભરી ધમાલ.
એક-બીજાની પ્રેમની ખુશ્બુમાં ઝૂમતા,
મદહોશ વાતાવરણને ઓર રંગીન બનાવતા,
ખિલ-ખિલાતા,હસતા-રમતા,
એક-બીજામાં ખોવાયેલા-ખોવાયેલા,
અને..
એક પ્રશ્ન અને ચડભડ..
પત્નીના મગજમાં ઘૂમરી ખાતો એક પ્રશ્ન,
“કોણ વધુ સુંદર?,
હું કે આ વરસાદી સાંજ..!!”
પતિદેવ જાણે ઉલ્કામુખે જઈ બેઠા,
કહે,”તું પણ સુંદર અને આ સાંજ પણ”
ચટકચાંદની સી પત્ની,”ના..ના..એમ નહી,
બેમાંથી વધુ સુંદર કોણ?”
“પ્રિયે,તારાથી આ સાંજ વધુ સુંદર અને
આ સાંજથી વહાલુડી તું..”
બસ…પત્યું…
ગર્વ ખંડિત,અહમ ઘવાયો..
નાની શી વાત..પરિણામ મોટું,
છૂટાછેડાં..ફારગતી..તલ્લાક…છૂટા થઈ જવું છે.
નાની ઉંમર,કાચી સમજણશક્તિ,
અને સંબંધો ને થયો પેરાલિસિસ..!!!
સંબંધોમાં બેય સામ-સામે કાંઠે જઈ ઉભા,
ના કોઇ આવે,ના બીજાને આવકારે.
સારું ત્યારે,
તું તારા રસ્તે અને હું મારા..!!
શું આટલું સહેલું છે ખંડન?
જરા પેલે ખૂણે રમકડાથી રમતું
એમનું પોતાનું અદભુત અને
દુનિયાનું સૌથી સુંદર સર્જન તો જુઓ જરા…
સ્નેહા-અક્ષિતારક
૨૧-૦૯-૦૯
ખૂબ સરસ,
પણ એક સવાલ નાની ઉમર,કાચી સમજણ શક્તિ, ???
કાચી સમજણ-શક્તિ અને વય વચ્ચે સંબંધ જેવું હોય તેવું જરૂરી છે ?
જરા પેલે ખૂણે રમકડાથી રમતું
એમનું પોતાનું અદભુત અને
દુનિયાનું સૌથી સુંદર સર્જન તો જુઓ જરા…
Heart touching lines…..
ખરેખર આજ સુધી ની આપની સૌથી સુંદર રચનાં..ખુબજ સરસ અભિવ્યક્તિ.. અદભુત…!!બસ એટલુંજ..
શિવાંશ,સહેજ પણ જરુરી નથી વય અને સમજણ શક્તિ્ના સંબંધને..આ તો આ રચનામાં જે પત્ની આવો પ્રશ્ન પૂછી શકે અને એના ઉપર એ દંપતી આટલી હદ સુધી જઈને ઝગડી પણ શકે એના માટે કાચી સમજણશક્તિ શબ્દ અનુરૂપ છે, એવું નથી લાગતું તને ??
સુંદર રચના…
On a light note:
પેલા ભાઈ એ સમજવું જોઈએ, સાંજ ને થોડું કંઈ ખોટું લાગવાનું છે… પાછા Diplomatic બનવા ગયા.
bahu saras lakhyu 6 Snehaji,
khabar nahi kudarat kyarek aapdi jindagi ni saathe bijani jindagi ni pan ramat rami jaay 6 !
વરસાદ, સાંજ અને મસ્તી વાળી એક્દમ રોમેંટીક શરૂઆતથી હવામાં ચગાવી દીધા પછી એકદમ ધરતી પર પાછા લાવી દીધા તમે સ્નેહા….
“કદાચ સત્ય એટલુ રંગીન નથી હોતુ…જેટલી રંગીન કલ્પના હોય છે…
“જરા પેલે ખૂણે રમકડાથી રમતું
એમનું પોતાનું અદભુત અને
દુનિયાનું સૌથી સુંદર સર્જન તો જુઓ જરા”
Good solution
સંબંધોમાં બેય સામ-સામે કાંઠે જઈ ઉભા,
ના કોઇ આવે,ના બીજાને આવકારે.very true.
ek vaar tutela sambandone jodava mshkil.
sapana
એક અભ્રછાઈ વરસાદી સાંજ,
સુંદર મજાનું ગુલાબના ગલગોટા જેવું કપલ,
અને તેમની મસ્તીભરી ધમાલ.
એક-બીજાની પ્રેમની ખુશ્બુમાં ઝૂમતા,
મદહોશ વાતાવરણને ઓર રંગીન બનાવતા,
ખિલ-ખિલાતા,હસતા-રમતા,
એક-બીજામાં ખોવાયેલા-ખોવાયેલા,
ah adbhut varan………. sanjnu
પત્નીના મગજમાં ઘૂમરી ખાતો એક પ્રશ્ન,
“કોણ વધુ સુંદર?,
હું કે આ વરસાદી સાંજ..!!”
પતિદેવ જાણે ઉલ્કામુખે જઈ બેઠા,
કહે,”તું પણ સુંદર અને આ સાંજ પણ”
ચટકચાંદની સી પત્ની,”ના..ના..એમ નહી,
બેમાંથી વધુ સુંદર કોણ?”
“પ્રિયે,તારાથી આ સાંજ વધુ સુંદર અને
આ સાંજથી વહાલુડી તું..”
બસ…પત્યું…
ગર્વ ખંડિત,અહમ ઘવાયો..
નાની શી વાત..પરિણામ મોટું,
છૂટાછેડાં..ફારગતી..તલ્લાક…છૂટા થઈ જવું છે.
hmmmmm taklif saru thaii ahiya……….. apne shresth batavava ketla vamna thai jaie che………..
નાની ઉંમર,કાચી સમજણશક્તિ,
અને સંબંધો ને થયો પેરાલિસિસ..!!!
સંબંધોમાં બેય સામ-સામે કાંઠે જઈ ઉભા,
ના કોઇ આવે,ના બીજાને આવકારે.
સારું ત્યારે,
તું તારા રસ્તે અને હું મારા..!!
શું આટલું સહેલું છે ખંડન?
hmmmmm ekdammmmmm sachu
જરા પેલે ખૂણે રમકડાથી રમતું
એમનું પોતાનું અદભુત અને
દુનિયાનું સૌથી સુંદર સર્જન તો જુઓ જરા…
vahhhhh ame to tamara aa sarjannn thiiiiiiii pan khush…..
bahu j saras
marriage life ni parakashta tame saras batavi cheeeee.
પ્રેમ કરવો, ત્યાર બાદ લગ્ન જીવન.–
બન્ને પરિસ્થીતિ બદલાઇ જાય છે..
એવુ કેમ્?
તુ પેલ તો બહુ જ રોમાંટિક હતો.. હવે હુ તને મળી ગઇ એટલે તને મારી કિંમત નથી.. ૯૯%
પન્તી આવુ કહેતિ હોય છે..
કદાચ્, પ્રેમ પામ્વા અને તેને નિભાવા વચ્ચે આને કોઇ સંબન્ધ છે?
દિદિ તમે બહુ સરસ રીતે વર્ણવ્યુ કે સાવ નજીવિ બાબતમાં પ્રેમ અને લાગણી અને સંબન્ધનો જુગાર રમાઇ જાય છે..
બસ આવુ જ સુંદર લખ્તાં રહી અમ્ને પ્રેર્ણા અપ્તાં રહેજો…
કુંજલ ધી લિટલ એન્ન્જલ્
જરા પેલે ખૂણે રમકડાથી રમતું
એમનું પોતાનું અદભુત અને
દુનિયાનું સૌથી સુંદર સર્જન તો જુઓ જરા…
mane aano ant khub saras laagyo..
sneha d aap ni vaat naa thay..
u r so swt.
khub j saras…..
very nice keep it………………….
wah…wah….its really good one…
keep it up.
અરે ! આ પ્રણયી હૈયાઓને કોઇ તો સમજાવો કે પ્રણય જ્યારે પૂર્ણત્વ પામે છે ત્યારે જ પ્રેમમાં પરિણમે છે. મારે પણ એક વાર પ્રિયતમ પ્રત્યેનીં દિવાનગી પ્રિયતમાને સમજાવવી પડેલી…કૈંક આ રીતે…
ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે કે તારું સાનિધ્ય મને ક્યાં ને કેવી રીતે પ્રાપ્ત થાય છે ? જીવન ઊપવનમાં તેમનાં પ્રવેશ્યા પછી જ તો પુષ્પો ખીલ્યા છે ! આહ્લાદક સમિર તેમનાં જ શ્વાસોની ફોરમ વહાવે છે. ઢળેલી તેમની નજરોની મસ્તિમાં મધૂરસ અકારણ જ છલકાય છે. સ્પર્શનું મોહતાજ નથી હોતું સાનિધ્ય…વણસ્પર્ષ્યે જ તેમનાં ચહેરાનું લાવણ્ય મારા જ પ્રેમની ચાડી ખાય છે. તેમને ખબર જ ક્યાં છે કે તેઓ બનીને “તું” છાનેપગલે તેમની પાછળ પાછળ આવી જ જાય છે ! એનું જ નામ તો સૌંદર્ય છે ! જરા પેલે ખૂણે રમકડાથી રમતું એમનું પોતાનું અદભુત અને દુનિયાનું સૌથી સુંદર સર્જન તો જુઓ જરા…ક્યારેક પ્રિયતમ પણ પ્રિયતમાના નામે ઓળખાય છે !