Feeds:
Posts
Comments

Archive for September, 2009

એક અભ્રછાઈ વરસાદી સાંજ,
સુંદર મજાનું ગુલાબના ગલગોટા જેવું કપલ,
અને તેમની મસ્તીભરી ધમાલ.
એક-બીજાની પ્રેમની ખુશ્બુમાં ઝૂમતા,
મદહોશ વાતાવરણને ઓર રંગીન બનાવતા,
ખિલ-ખિલાતા,હસતા-રમતા,
એક-બીજામાં ખોવાયેલા-ખોવાયેલા,
અને..
એક પ્રશ્ન અને ચડભડ..
પત્નીના મગજમાં ઘૂમરી ખાતો એક પ્રશ્ન,
“કોણ વધુ સુંદર?,
હું કે આ વરસાદી સાંજ..!!”
પતિદેવ જાણે ઉલ્કામુખે જઈ બેઠા,
કહે,”તું પણ સુંદર અને આ સાંજ પણ”
ચટકચાંદની સી પત્ની,”ના..ના..એમ નહી,
બેમાંથી વધુ સુંદર કોણ?”
“પ્રિયે,તારાથી આ સાંજ વધુ સુંદર અને
આ [...]

Read Full Post »

આંખમાં આવેલું એક આંસુ પાંપણમાં અટકી ગયેલું,
તારા મળવાની આશમાં ધોધ બની વરસી પડ્યું…
સ્નેહા-અક્ષિતારક.
૧૭-૦૯-૦૯
૮.૫૨ રાતના

Read Full Post »

“સંબંધ” આ એક એવું નામ છે કે મને જિંદગીમાં કદી સમજાય જ નથી.જાત જાત ના એના અનોખા સમીકરણો હંમેશા મારી ધારણાઓ સાથે સંતાકૂકડી જ રમતા રહ્યા છે.પછી એ લોહીના સંબંધો હોય કે મનના માનેલા, અપેક્ષા વાળા કે અપેક્ષાવિહિન. હંમેશા આડોડાઈ પર ઊતરીને સમય મુજબ એની ચાલ ચાલી જાય છે અને મને હંમેશા ચેક એન્ડ મૅટ [...]

Read Full Post »