આપણાં સંબંધ આમ છે ખુબ જ સહજ,
જરૂર છે ફક્ત એટલી,
એની લક્ષ્મણરેખા જેવી મર્યાદા તું સમજ.
સ્નેહા અક્ષિતારક .
૩૦-૦૮-૦૯
Archive for August, 2009
લક્ષ્મણરેખા
Posted in નાનકડી રચનાઓ on August 30, 2009 | 3 Comments »
હું જ નાદાન
Posted in નાનકડી રચનાઓ on August 21, 2009 | 2 Comments »
“મારી ખુશીને આમ તો કોઈ કારણની જરૂર જ કયાં?
હું જ નાદાન એને દુઃખના કારણોનો રસ્તો બતાવું છું …”
સ્નેહા-અક્ષિતારક
૧૬-૦૮-૦૯,
સવારનાં ૧૨.૧૧વાગ્યાના
પગેરું
Posted in નાનકડી રચનાઓ on August 21, 2009 | 1 Comment »
“હું કોણ છું એ સમજવામાં જ આયખું અડધું નીચોવ્યુ પ્રભુ,
હદ છે કે જયાંથી ચાલુ કર્યું,
ત્યાં જ એનું પગેરું નીકળ્યું પ્રભુ… “
સ્નેહા-અક્ષિતારક
૧૫મી ઓગસ્ટ -૦૯.
શક્ય નથી
Posted in નાનકડી રચનાઓ on August 21, 2009 | Leave a Comment »
“બહુ ગડમથલમાં ના રહે એ જીવ કે,
સઘળાને હંમેશા ખુશ રાખવા શક્ય નથી…”
સ્નેહા-અક્ષિતારક
૨૧-૦૮-૦૯
સવારનાં ૯.૧૫ વાગ્યે.
તો કેમ…….
Posted in નાનકડી રચનાઓ on August 14, 2009 | 7 Comments »
દુ:ખ ની યાદો ભૂંસી નખાતી હોત તો કેમ,
સુખની રેખાઓ નવી બનાવી શકાતી હોત તો કેમ…?
સ્નેહા-અક્ષિતારક.
(જસ્ટ એમ જ લખાઇ ગયું હમણાં)
(૧૨/૦૮/૨૦૦૯)
(સવારે ૭:૦૦ વાગે)
સંબંધોના ચક્ર્વ્યૂહ
Posted in નાનકડી રચનાઓ on August 9, 2009 | 1 Comment »
સંબંધોના આ ચક્ર્વ્યૂહ બહુ અઘરાં છે કે દોસ્ત,
હવે એ ભેદવા અભિમન્યુની જીગર ક્યાંથી લાવું…?
સ્નેહા-અક્ષિતારક,
૯-૦૮-૨૦૦૯
૧૦.૪૦ સવારના
update post….
સ્વાભિમાન કે અભિમાન….
http://akshitarak.wordpress.com/2009/05/28/સ્વાભિમાન-કે-અભિમાન/
ચૂંટલી – new pinch
Posted in અછાંદસ on August 6, 2009 | 9 Comments »
કાલે મેં તને એક ચૂંટલી ખણી હતી,
યાદ છે??
તેં નવી t-shirt પહેરી હતીને,
તે new pinch કરવા.
એ જ વખતે તને ખબર નહીં હોય,
મારો એક નવો જન્મ થયો,
તારી પ્રિયતમા રુપે,
હવે તારો વારો new pinchનો……
સ્નેહા-અક્ષિતારક.
૬-૦૮-૨૦૦૯.
૧૧.૪૫ રાતનાં