Feeds:
Posts
Comments

Archive for July, 2009

યાદ તારી નજર ધુંધળાવી જાય છે,
મારું વિશ્વ આમ જ ઝંખવાઈ જાય છે.
ચાલ,
આજે એક વ્યવહારીક રસ્તો વિચારી લઉં,
તું ના મળે ત્યાં સુધી તારી બાધા લઈ લઉ..!!!!!
અહીં નાયિકા તેનાં પ્રિયતમને અનહદ યાદ કરે છે…એનાં કરતાં એમ કહેવું વધુ સારું કે પ્રિયતમ બહુ યાદ આવી જાય છે.એટલી હદ સુધી કે એની યાદ આંખમાંથી આંસુ બનીને વહેવા લાગે છે [...]

Read Full Post »

મેં તને ચાહ્યો અનંત સુધી,
કહેવા સાંભળવાનો અવકાશ જ ક્યાં રહ્યો..?
સંવાદ આમ જ પહોચ્યોં મૌન સુધી..!!!
સ્નેહા-અક્ષિતારક,
૨૬-૦૭-૦૯

Read Full Post »

પ્રિય સમજુ અને વિચારશીલ નેટમિત્રો,
ગઈકાલે એક મિટિંગમાં મને એક વિચારવા લાયક મુદ્દો મળ્યો ..અને આપણું મગજ તો તમને ખબર જ ને લખતા હોઈએ એટલે વિચારોની હારમાળા ચાલુ જ રહે. હા, તો વાત એમ છે કે એ ગુજરાતીભાષાના ચાહકોની મીટીંગ હતી.એમાં એક મુદ્દો એવો આવ્યો જેના ઉપરથી એ વાત ફલિત થઈ કે આજ કાલ નેટ પર [...]

Read Full Post »

ઘરનાં ડ્રોઈંગરુમમાં ક્રિકેટ રમવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

પલંગ ઉપર બેસીને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

ચારે બાજુ રમકડાં પાથરવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

ઘરની દિવાલો ‘ક્રેયોન’થી સજાવવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

કોમ્પ્યુટરમાં આડેઘડ ગેમ રમવાની મજા જ [...]

Read Full Post »

ચોમાસું આ સાલ છોમાસું થઈ ગયું છે,
એને બહુ પ્રેમ કર્યો તો ભાવ ખાતું થઈ ગયું છે.
ચાર માસે પધરામણીની મજા જ કંઈક અલગ છે,
મહિનાઓની ગણત્રીમાં ભૂલો કરતું થઈ ગયું છે.
કોણ સમજાવે એ અભિમાનનાં પૂતળાને,
ધરતીથી બે વેંત અદ્ધર ચાલતું થઈ ગયું છે.
અમદાવાદ મારું કોરું કટ સુકાય એની રાહમાં,
એનાં રુદનના ભેજની રાહ જોતું થઈ ગયું છે.
અમારી પ્રેમભરી વિનંતીઓથી [...]

Read Full Post »